ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે લગાવ્યો 72 કલાકનો પ્રતિબંધ

01 May, 2019 10:15 AM IST  |  નવી દિલ્હી

ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે લગાવ્યો 72 કલાકનો પ્રતિબંધ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પર ECએ લગાવ્યો 72 કલાકનો પ્રતિબંધ

ચૂંટણી પંચે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીને 72 કલાક સુધી પ્રચારથી દૂર રહેવાનું કહ્યું છે. એક ચૂંટણી બેઠકમાં અપશબ્દોનો પ્રયોગ કરવા બદલ આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમની પરનો પ્રતિબંધ 2 મે સાંજે ચાર વાગ્યા સુધી લાગૂ રહેશે.

72 કલાક સુધી પ્રતિબંધ
ગુજરાતમાં 23 એપ્રિલે લોકસભાના ત્રીજા ચરણ માટે મતદાન કરાવવામાં આવ્યું. 72 કલાક સુધી વાઘાણી દેશના કોઈપણ ભાગમાં સભા, રોડ શો કે ઈન્ટરવ્યૂમાં ભાગ નહીં લઈ શકે. આ સાથે જ મીડિયામાં પણ કાંઈ નહીં કહી શકે.

આ પણ વાંચોઃ સુજલામ સુફલામ અભિયાનને ફરી વેગવંતુ બનાવાશે, CMએ કરી બેઠક

સાત એપ્રિલે આપ્યું હતું નિવેદન
સાત એપ્રિલે સૂરતના અમરોલીમાં પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદાતાઓને સંબોધિત કરતા તેમણે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા માટે તેમની પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Jitu Vaghani Gujarat BJP