Coronavirus Outbreak: ગુજરાતમાં લૉકડાઉન પાંચમી મે સુધી લંબાઈ શકે?

10 April, 2020 04:26 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: ગુજરાતમાં લૉકડાઉન પાંચમી મે સુધી લંબાઈ શકે?

ફાઈલ તસવીર

ગુજરાતમાં વધતા જતા કોરોના વાયરસ (COVID-19)ના કહેરને કારણે લોકડાઉનનો સમય પાંચમી મે સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોરોનાને સંપૂર્ણ રીતે કાબુમાં લાવવો હોય તો ક્વોરન્ટીનના ત્રણ તબક્કા પૂર્ણ કરવા જરૂરી છે. એટલે કે 42 દિવસનું લોકડાઉન હોવું જોઈએ. તે મુજબ ત્રણ તબક્કાનું ક્વોરન્ટીન 5 મેના રોજ પૂર્ણ થાય છે, તેથી ગુજરાતમાં લોકડાઉન લંબાવવામાં આવે તેવી શક્યતા છે. દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ઓછા સમયમાં વધુ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. એટલે રાજ્યની સલામતી માટે આ પગલું લેવામાં આવે તો કોઈ આશ્ચર્ય નહીં થાય તેવું નિણ્ણાતોનું માનવું છે. ગુજરાતમાંથી કોરોનાને સંપુર્ણપણે નાશ કરવા માટે પાંચમી મે સુધી લૉકડાઉન બહુ જરૂરી છે.

કોઈપણ રાજ્યમાંથી કોરોનાનો નાશ કરવા માટે 42 દિવસનું લૉકડાઉન બહુ જરૂરી છે. ગુજરાતમાં પણ આ જ રીતે લૉકડાઉન લાગુ કરવા ત્રણ તબક્કામાં લૉકડાઉન થઈ શકે છે. 14 દિવસનો પ્રથમ તબક્કો 24 માર્ચથી શરૂ થયો છે અને છઠ્ઠી એપ્રિલે પુરો થયો છે. જ્યારે બીજા તબક્કામાં લૉકડાઉનના 14 દિવસ 21 એપ્રિલના રોજ પુરા થશે. તે જ રીતે ત્રીજા તબક્કામાં 14 દિવસનો ક્વોરન્ટીન પિરિયડ 21 એપ્રિલથી શરૂ થશે અને પાંચમી મેએ પુર્ણ થશે. એટલે 42 દિવસનું લૉકડાઉન તબક્કાવાર જાહેર થાય તો નવાઈ નહીં, તેમ નિષ્ણાતોએ કહ્યું હતું.

દેશનું લૉકડાઉન તો 14 એપ્રિલે પુર્ણ થયા છે. પરંતુ ગુજરાતમાં અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તે જોતા 14 તારીખ સુધીમાં કાબુ આવે એવું લાગતું નથી.

coronavirus covid19 gujarat