સુજલામ સુફલામ અભિયાનને ફરી વેગવંતુ બનાવાશે, CMએ કરી બેઠક

30 April, 2019 01:41 PM IST  |  ગાંધીનગર

સુજલામ સુફલામ અભિયાનને ફરી વેગવંતુ બનાવાશે, CMએ કરી બેઠક

જળ સંચય અભિયાન માટે CMએ કરી બેઠક

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ સુજલામ સુફલામ યોજનાને વેગવંતી બનાવવા માટે CM રૂપાણીએ બેઠક કરી. ઉચ્ચ સ્તરીય બેઠકમાં મિશન પર ફરી કામે લાગી જવા માટે માર્ગદર્શન આપવામાંઆવ્યું. તંત્રને પણ ખાસ નિર્દેશો આપવામાં આવ્યું.

ફેબ્રુઆરીથી શરૂ થયું હતું અભિયાન

રાજ્યમાં 23 ફેબ્રુઆરીથી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત 330 કરોડના ખર્ચે 13834 કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.14 હજાર લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધારવાના લક્ષ્ય સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

બેઠકમાં પદાધિકારીઓ રહ્યા હાજર

મુખ્યમંત્રીએ કર્યા સૂચનો

મુખ્યમંત્રીએ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ જળ સંચયના કામોમાં પાંચ મોટા તળાવો આદર્શ જળ સંચય તરીકે વિકસાવવા માટેનું સૂચન કર્યું છે. રાજ્યમાં સુજલામ સુફલામ નેટવર્ક આધારિત કેનાલ નેટવર્ક પર વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય અને જળ સ્તર ઉંચા આવે તે માટે ખાસ નેટવર્ક પણ ઉભું કરવામાં આવશે.

આ પણ વાંચોઃ દુષ્કાળની પરિસ્થિતિમાં કચ્છવાસીઓનો પાણી માટે પોકાર, ૧૭ ડૅમો તળિયાઝાટક

અત્યાર સુધીની વાત કરીએ તો અંદાજે 5 હજાર કામો પ્રગતિમાં છે અથવા તો પૂર્ણતાના આરે છે. આ બેઠકમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્ય કક્ષાના મંત્રી પરબતભાઈ પટેલ, જળ સંચય અભિયાનના ભરતભાઈ બોઘરા અને સરદાર સિંહ, મુખ્ય સચિવ જે. એન. સિંહ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા.

Vijay Rupani gujarat