રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર, 2019માં મોતનો આંકડો 50ને પાર

07 February, 2019 01:50 PM IST  | 

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર, 2019માં મોતનો આંકડો 50ને પાર

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે મોતનો આંકડો વધ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાતમાં 1037 જેટલા સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા છે. જેમાંથી 599 લોકોની સારવાર ચાલી રહી છે.

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જ સ્વાઈન ફ્લૂના કારણે મોતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ મોત થઈ રહ્યા છે. ગયા વર્ષના અંત સુધીમાં સ્વાઈન ફ્લૂનો કહેર થોડો ઓછો થયો હતો પરંતુ હવે તેણે ફરી માથું ઉંચક્યું છે.

સ્વાઈન ફ્લૂથી કેવી રીતે બચશો ?

ઉલ્લેખનીય છે કે સ્વાઈન ફલુથી મોત થનાર લોકોમાં 90 ટકાથી વધુ દર્દીઓ 55થી વધુ વયના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે રાજકોટ સિવિવ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.મનીષ મહેતા જણાવે છે કે સ્વાઈન ફલુને કંટ્રોલમાં લેવો હોય તો શરદી, કફ, ઉધરસ, શરીરમાં કળતર થતી હોય તો તુરંત સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો આ સાથે સલામતીના ભાગરૂપે સમુહમાં ભેગા ન થવું આ સાથે વયોવૃધ્ધ, પ્રૌઢ, બાળકો અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને સ્વાઈન ફલુ ઈન્ફેકશનનું વધારે જોખમ રહેલુ છે. મહત્વનું છે કે રાજકોટ જિલ્લામાં જાગૃતિના અભાવે સ્વાઈનફલુના કેસમાં વધારો થઈ રહ્યો છે. માટે સ્વાઈન ફલુના કહેરથી બચવા થિયેટરો, ભીડવાળી જગ્યાએ નહી જવા અનુરોધ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ગુજરાતના વાતાવરણમાં પલટો, દરિયો તોફાની બનવાની આગાહી

આટલી રાખો કાળજી

પરંતુ જાન્યુઆરીનાં ફરી સ્વાઈન ફલુએ માથુ ઉંચકયું છે. એક અભ્યાસ પ્રમાણે 80 ટકા લોકો સ્વાસ્થ્ય બિમારીઓથી પીડાય છે. તેમાં પણ વરસાદ અને ઠંડીના મહિનાઓમાં વિવિધ તાવના કેસ વધી જાય છે. અને જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે સામાન્ય તાવ આવે તે તુરંત જ ડોકટરની સલાહ લેવી. ઘરગથ્થુ ઉપચારો ટાળવા સરકારી હોસ્પિટલોમાં તેની નિ:શુલ્ક દવાઓ ઉપલબ્ધ છે.

swine flu