બેઠક બોલે છેઃ જાણો વડોદરા લોકસભા બેઠકને

16 April, 2019 12:11 PM IST  |  વડોદરા | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છેઃ જાણો વડોદરા લોકસભા બેઠકને

જાણો વડોદરા લોકસભા બેઠકને

ગુજરાતનું ગરબા કેપિટલ એટલે વડોદરા. જે રાજ્યનું ત્રીજું સૌથી વધુ જનસંખ્યા ધરાવતું શહેર છે. આ એ જ શહેર છે. જે પોતાના દીર્ઘદ્રષ્ટા રાજા સયાજીરાવ માટે જાણીતા છે.  સમય-સમય પર આ શહેરના વારાવતી, વાતપત્રક, બરોડાના નામથી પણ જાણીતું થયું હતું. અહીંનો લક્ષ્મી વિલાસ મહેલ ખૂબ જ પ્રસિદ્ધ છે.

વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ

વડોદરા લોકસભા બેઠક હેઠળ કુલ 16 લાખ 38 હજાર 321 મતદાતાઓ છે. જેમાંથી 7 લાખ 89 હજાર 218 મહિલા અને 8 લાખ 49 હજાર 77 પુરૂષ મતદાતાઓ છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

વડોદરા લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા ક્ષેત્ર વિજેતા ઉમેદવાર પક્ષ
સાવલી કેતન ઈનામદાર ભાજપ
વાઘોડિયા મધુ શ્રીવાસ્તવ ભાજપ
વડોદરા શહેર મનીષા વકીલ ભાજપ
સયાજીગંજ જીતેન્દ્ર સુખડિયા ભાજપ
અકોટા સીમા મોહિલે ભાજપ
રાવપુરા રાજેન્દ્ર ત્રિવેદી ભાજપ
માંજલપુરા યોગેશ પટેલ ભાજપ

લોકસભા ચૂંટણીના પરિણામો

વડોદરા લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની સાથે સાથે વડોદરા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી સામે 5 લાખ 70 હજાર 128 મતોથી જીત્યા હતા. પરંતુ વડાપ્રધાન મોદીએ વડોદરા બેઠક છોડતા ત્યાં પેટાચૂંટણીની નોબત આવી હતી. જેમાં ભાજપ તરફથી રંજનબેન ભટ્ટ ઉભા રહ્યા અને 3 લાખ 29 હજાર 507 મતથી જીત્યા.

2009માં પણ આ બેઠક ભાજપ પાસે હતી. જેમાં કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડને હરાવીને ભાજપના બાલક્રિષ્ણ શુક્લા વિજેતા બન્યા હતા.

2004માં ભાજપના જયાબેન ઠક્કર સાંસદ બન્યા હતા. જેમણે કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડને હરાવ્યા હતા.

જાણો વડોદરાના સાંસદને
વડોદરાના વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ છે. જેઓ શહેરના ડેપ્યુટી મેટર પણ હતા. વડાપ્રધાન મોદીએ વડોદરા બેઠક છોડતા તત્કાલિન ડેપ્યુટી મેયર રંજનબેનને ટિકિટ આપવામાં આવી અને તેઓ જીતી ગયા.

રંજનબેને પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત અપક્ષ ઉમેદવાર તરીકે કરી હતી. ભાજપે સામાન્ય ચૂંટણીમાં તેમને ટિકિટ ન આપતા વર્ષ 2000માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા. અને જીત્યા. એ ચૂંટણીમાં ભાજપને પુરી બહુમતિ ન મળતા તેમણે ભાજપને સાથ આપ્યો અને સ્ટેન્ડિંગ કમિટીમાં પાંચ વર્ષ સુધી રહ્યા.

તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર

2005માં નો રીપીટ ફોર્મ્યૂલામાં રંજનબેનને પડતા મુકવામાં આવ્યા હતા. જો કે બાદમાં તેમને VMCની સ્કૂલ એજ્યુકેશન કમિટીના ડેપ્યુટી ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

2010માં તેમને ફરી ટિકિટ આપવામાં આવી અને તેઓ જીત્યા. જે બાદ તેઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બન્યા. 2012 સુધી તેઓ સભ્ય રહ્યા.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો દાહોદ લોકસભા બેઠકને

2019ની રેસમાં કોણ?

2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપે ફરી રંજનબેન ભટ્ટને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે પ્રશાંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

vadodara Loksabha 2019 Gujarat BJP Gujarat Congress