બેઠક બોલે છેઃ જાણો પંચમહાલ લોકસભા બેઠકને

14 April, 2019 10:46 AM IST  |  પંચમહાલ | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છેઃ જાણો પંચમહાલ લોકસભા બેઠકને

જાણો પંચમહાલ લોકસભા બેઠકને

ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ 7મી સદીમાં પંચમહાલની સ્થાપના કરી હતી. જેનું મુખ્યાલય ગોધરા છે. આ જ જિલ્લામાં ઑટોમોબાઈલ કંપની જનરલ મોટર્સનું કારખાનું છે. પંચમહાલ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી અને 2009માં ત્યાં પહેલી વાર ચૂંટણી થઈ.

પંચમહાલ લોકસભા બેઠક અંતર્ગત 15 લાખ 66 હજાર 667 મતદાતાઓ આવે છે. જેમાં 7 લાખ 56 હજાર 424 મહિલા મતદાતા અને 8 લાખ 20 હજાર 230 પૂરૂષ મતદાતાઓ છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

પંચમહાલ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
ઠાસરા કાંતિભાઈ પરમાર કોંગ્રેસ
બાલાસિનોર અજીતસિંહ ચૌહાણ કોંગ્રેસ
લુણાવાડા રતનસિંહ રાઠોડ અપક્ષ
સહેરા જેઠાભાઈ આહિર ભાજપ
મોરવા હડફ ભુપેંન્દ્રસિંહ ખાંટ અપક્ષ
ગોધરા સી. કે. રાઉલજી ભાજપ
કાલોલ સુમનબેન ચૌહાણ ભાજપ



લોકસભા ચૂંટણીના પરિણામો

પંચમહાલ લોકસભા બેઠકના છેલ્લી બે લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં પ્રભાતસિંહ ચૌહાણે કોંગ્રેસના રામસિંહ પરમારને હરાવ્યા હતા અને સાંસદ બન્યા હતા. 2014માં પંચમહાલ બેઠક પર 12 ઉમેદવારો હતા. જેમાં ભાજપના પ્રભાતસિંહ ચૌહાણે 1 લાખ 70 હજાર 596 મતોથી રામસિંહ પરમારને હરાવ્યા હતા.

2009માં પંચમહાલમાં પહેલીવાર ચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના તત્કાલિન દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા જેમણે વિધાનસભા ચૂંટણી સમયે પોતાની અલગ પાર્ટીની રચના કરી હતી, તેમને હરાવીને પ્રભાતસિંહ પહેલી વાર સાંસદ બન્યા હતા. જો કે આ માર્જિન માત્ર 2 હજાર 81 મતનું જ હતું.

જાણો પંચમહાલના સાંસદને

પંચમહાલ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી જ તેના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ છે. જેઓ દસમાં ધોરણ સુધી ભણેલા છે. પ્રભાતસિંહ ચૌહાણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે.

પ્રભાતસિંહ ચૌહાણ 1980માં સરપંચ બન્યા હતા. જે બાદ તેઓ જિલ્લા પંચાયતના સભ્ય બન્યા. 1980માં પહેલીવાર વિધાનસભા ચૂંટણી અને ફરી પાંચ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 1997માં તેમને પહેલીવાર નાયબ મુખ્યમંત્રી અને 2002માં રાજ્ય કક્ષાના મંત્રી બન્યા. અને બે વાર સાંસદ પણ રહી ચુક્યા છે.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો ખેડા લોકસભા બેઠકને

2019ની રેસમાં કોણ?

આ વખતે ભાજપે પ્રભાતસિંહ ચૌહાણની જગ્યાએ રતન સિંહને ટિકિટ આપી છે. જ્યારે તેમની સામે વિ. કે. ખાંટને કોંગ્રેસે ઉભા રાખ્યા છે.

Loksabha 2019 Gujarat BJP Gujarat Congress