બેઠક બોલે છેઃ જાણો ખેડા લોકસભા બેઠકને

13 April, 2019 10:55 AM IST  |  ખેડા | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છેઃ જાણો ખેડા લોકસભા બેઠકને

જાણો ખેડા લોકસભા બેઠકને

ગુજરાતની સોનેરી પાંદડાઓની ભૂમિ એટલે ખેડા. ગુજરાતનું સૌથી મોટું તમાકુનું ઉત્પાદક ખેડા છે. જેની સ્થાપના પાંચમી શતાબ્દીમાં થઈ હતી. ખંભાત અહીંનું એક જાણીતું સ્થળ છે જે મીઠાઈઓ અને ખૂબસૂરત કારીગરી માટે જાણીતું છે. ડાકોર અહીંનું મુખ્ય તીર્થ સ્થળ છે. ખેડામાં જ બાલાસિનોર જિવાશ્મ પાર્ક આવેલું છે. જે વિશ્વના સૌથી મોટા ડાયનાસોર જીવાશ્મના પાર્કમાંથી એક છે.

ડાકોર મંદિર

ખેડામાં 7 લાખ 66 હજાર 227 મહિલા અને 8 લાખ 33 હજાર 232 પૂરૂષ મતદાતા છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

ખેડા લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
દસક્રોઈ બાબુ જમના પટેલ ભાજપ
ધોળકા ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ
માતર કેસરીસિંહ સોલંકી ભાજપ
નડિયાદ પંકજ દેસાઈ ભાજપ
મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ ભાજપ
મહુધા ઈન્દ્રજીતસિંહ પરમાર કોંગ્રેસ
કપડવંજ કાલાભાઈ ડાભી કોંગ્રેસ


લોકસભા ચૂંટણીના પરિણામો

ખેડા લોકસભા બેઠકના છેલ્લી બે લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો...

2014માં દેવુસિંહ ચૌહાણે પાંચ વખતના સાંસદ દિનશા પટેલને હરાવ્યા અને સાંસદ બન્યા. દિનશા પટેલ 2 લાખ 32 હજાર મતથી હાર્યા હતા.

2009માં પણ દેવુસિંહ ચૌહાણ અને દિનશા પટેલનો જ સામનો થયો હતો, જેમાં અનુભવી દિનશા પટેલ જીત્યા હતા.

જાણો ખેડાના સાંસદને...
વ્યવસાયે ખેડૂત એવી દેવુસિંહ ચૌહાણ બારમાં ધોરણ સુધી ભણેલા છે. તેમના પત્ની ગૃહિણી છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

ખેડાના સાંસદ દેવુસિંહ

દેવુસિંહ ચૌહાણ 2007માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ કુલ 2 વાર ધારાસભ્ય બને. 2014માં તેમણે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો આણંદ લોકસભા બેઠકને

2019ની રેસમાં કોણ?

2019માં ખેડાથી ભાજપે દેવુસિંહ ચૌહાણને ફરી ટિકિટ આપી છે. તો કોંગ્રેસે બિમલ શાહને મેદાનમાં ઉતાર્યા છે.