બેઠક બોલે છેઃ જાણો જામનગર લોકસભા બેઠકને

08 April, 2019 10:46 AM IST  |  જામનગર

બેઠક બોલે છેઃ જાણો જામનગર લોકસભા બેઠકને

જાણો જામનગર લોકસભા બેઠકને

રિલાયન્સ અને ઓઈલ રીફાઈનરી માટે જાણીતું શહેર એટલે જામનગર. અરબ સાગર પાસે આવેલું આ શહેર કચ્છની ખાડીના દક્ષિણમાં છે. અહીં જ રિલાયન્સે દુનિયાનું સૌથી મોટું ઓઈલ રીફાઈનિંગ અને પેટ્રોકેમિકલ કોમ્પલેક્સ સ્થાનિત કર્યું છે. જામનગરનું નિર્માણ જામસાહેબે 1540માં કરાવ્યું હતું. સીમેન્ટ, માટી, વાસણો અને કપડા અહીંના મુખ્ય ઉત્પાદનો છે.


જામનગર કુલ 14 લાખ 70 હજાર 952 મતદાતાઓ છે. જેમાંથી 7 લાખ 71 હજાર 3 પુરૂષો અને 6 લાખ 99 હજાર 937 મહિલાઓ છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

જામનગર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા મતવિસ્તાર વિજેતા ઉમેદવાર પક્ષ
કાલાવડ પ્રવિણ મુસડિયા કોંગ્રેસ
જામનગર ગ્રામ્ય વલ્લભભાઈ ધારવિયા કોંગ્રેસ
જામનગર ઉત્તર ધર્મેન્દ્રસિંહ જાડેજા ભાજપ
જામનગર દક્ષિણ આર. સી. ફળદુ ભાજપ
જામજોધપુર ચિરાગ કાલરિયા કોંગ્રેસ
ખંભાળિયા વિક્રમ માડમ કોંગ્રેસ
દ્વારકા પબુભા માણેક ભાજપ


લોકસભા ચૂંટણીના પરિણામો

જામનગર લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં ભાજપના પૂનમબેન માડમ કોંગ્રેસના આહીર વિક્રમભાઈ અરજણભાઈ માડમને 1 લાખ 75 હજાર 289 મતથી હરાવીને સાંસદ બન્યા.

2009માં આ બેઠક કોંગ્રેસ પાસે હતી. જ્યાંથી વિક્રમભાઈ અરજણભાઈ માડમને જીત મળી હતી.

2004માં પણ ભાજપના ચંદ્રેશ કોરડિયાને હરાવીને કોંગ્રેસના આહિર વિક્રમભાઈ અરજણભાઈ માડમ સાંસદ બન્યા છે. વિક્રમ માડમની સામે હારતા પહેલા ચંદ્રેશ કોરડિયા પાંચ વાર સાંસદ રહી ચુક્યા હતા.

જાણો  જામનગરના સાંસદને...

રાજ્યનો જાણીતો મહિલા ચહેરો એટલે પૂનમબેન માડમ. ગ્રેજ્યુએટ થયેલા પૂનમ માડમનો મુખ્ય વ્યવસાય વેપાર અને ખેતી છે.

પૂનમબેનના પિતા હેમંતભાઈ માડમ ચાર વાર અપક્ષ ધારાસભ્ય રહી ચુક્યા છે. તેમના પગલા પર જ ચાલતા પૂમનબેને પહેલી વાર 2012માં લોકસભાની ચૂંટણી જીતી અને 2014માં લોકસભા ચૂંટણીને જીતીને દિલ્હી પહોંચી ગયા.

2019ની રેસમાં કોણ?

2019 માટે ભાજપે ફરી એકવાર પૂનમ માડમને તક આપી છે. કોંગ્રેસની ઈચ્છા હાર્દિક પટેલને જામનગરથી ટિકિટ આપવાની હતી. પરંતુ તેની પરના કેસના કારણે તે ચૂંટણી ન લડી શક્યો. અંતે કોંગ્રેસે મૂળુભાઈ કંડોરિયાના નામની જાહેરાત કરી.

reliance Gujarat BJP Gujarat Congress Loksabha 2019