બેઠક બોલે છેઃ જાણો અમરેલી લોકસભા બેઠકને

10 April, 2019 05:09 PM IST  |  અમરેલી

બેઠક બોલે છેઃ જાણો અમરેલી લોકસભા બેઠકને

જાણો અમરેલી લોકસભા બેઠકને

મગફળી, કપાસ અને ઘઉંની ખેતી માટે પ્રખ્યાત શહેર એટલે અમરેલી. અમરેલીમાં દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે. આ જ જિલ્લાના કેટલાક ભાગોમાં એશિયાનું પ્રખ્યાત ગીરનું જંગલ ફેલાયેલું છે.

અમરેલીમાં પણ છે એશિયાટિક લાયનની વસતી

અમરેલીમાં કુલ 14 લાખ 86 હજાર 286 મતદાતાઓ છે. જેમાં 7 લાખ 8 હજાર 624 મહિલા મતદારો છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

અમરેલી લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
ધારી જે. વી. કાકડિયા કોંગ્રેસ
અમરેલી પરેશ ધાનાણી કોંગ્રેસ
લાઠી વિરજીભાઈ ઠુંમર કોંગ્રેસ
સાવરકુંડલા પ્રતાપ દૂધાત કોંગ્રેસ
રાજુલા અમરીશ ડે કોંગ્રેસ
મહુવા રાઘવભાઈ મકવાણા ભાજપ
ગારિયાધાર કેશુભાઈ નાકરાણી ભાજપ

લોકસભા ચૂંટણીના પરિણામો

અમરેલી લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં કોંગ્રેસના વિરજી ઠુંમરને 1 લાખ 56 હજાર 232 મતોથી હરાવીને ભાજપના નારણ કાછડિયા સાંસદ બન્યા હતા.

2009માં કોંગ્રેસના નિલાબેન ઠુંમરને હરાવીને ભાજપના નારણ કાછડિયા સાંસદ બન્યા હતા.

જ્યારે 2004માં ચાર વાર ભાજપના સાંસદ રહી ચુકેલા દીલિપ સંઘાણીને હરાવીને કોંગ્રેસના વિરજી ઠુંમર સાંસદ બન્યા હતા.

જાણો અમરેલીના સાંસદને..

અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડિયા છે. જેઓ વ્યવસાયે ખેડૂત છે. નારણભાઈ કાછડિયા 1995માં પંચાયત પરિષદના જિલ્લા અધ્યક્ષ બન્યા હતા.

2009માં નારણભાઈ પહેલીવાર અને 2014માં બીજીવાર સાંસદ બન્યા. નારણભાઈ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ માટે બનેલી સ્થાયી સમિતિના સભ્ય પણ છે.

આ પણ વાંચોઃ બેઠક બોલે છે: જાણો જૂનાગઢ લોકસભા બેઠકને

 2019ની રેસમાં કોણ?

2019 માટે ભાજપે હેટ્રિક મારવા માટે નારણ કાછડિયાને તક આપી છે. તો કોંગ્રેસે અમરેલીથી વર્તમાન ધારાસભ્ય અને વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીને તક આપી છે.

અમરેલીમાં લોકસભા ચૂંટણીને બાદ કરતા તે મોટા ભાગે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ત્યારે આ વખતે કાછડિયા અને ધાનાણીનો જંગ રસપ્રદ રહેશે.