અમદાવાદઃ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ ખડેપગે

30 June, 2019 11:16 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ ખડેપગે

રથયાત્રા પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત


ચાર જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખો ભાવિકો ભાગ લેશે. આ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે શહેરના પોલીસકર્મીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. રથયાત્રાના રૂટ પર કેમેરા લગાવી દેવામાં આવી છે. મહત્વની જગ્યાઓએ ફેસ રેકગ્નિશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

જમાલપુરમાં અને ભગવાનના મોસાળ સરસપુરમાં ખાસ કરીને ફેસ રકેગ્નિશન સિસ્ટમ લગાવવામાં આવી છે. જો કે આ સિસ્ટમ કઈ જગ્યાએ લગાવવામાં આવશે તેની ચોક્કસ માહિતી નથી આપવામાં આવી.

ઈન્ટેલિજન્સ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે , પુલવામા હુમલા બાદ એ પહેલી રથયાત્રા છે અમારી પાસે ફેસ રેકગ્નિશન સિસ્ટમમમાં આતંકવાદીઓ અને ગુનેગારોના 300 જેટલા ફોટોસ અને સ્કેચ છે. જેથી તેમની સરળતાથી ઓળખ થઈ શકે. 18 કિલોમીટર લાંબી આ રથયાત્રામાં 5 લાખથી વધુ ભક્તો જોડાઈ શકે છે.

આ પણ વાંચોઃ રથયાત્રા પહેલા ગૃહપ્રધાન પ્રદિપ સિંહે કરી સમીક્ષા, પોલીસની ચાંપતી નજર

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે 25 હજાર પોલીસ અધિકારીઓ, લગભગ 95 જવાનોની એક એવી 50 પેરા મિલિટ્રી ફોર્સની કંપનીઓ સાથે અલગ અલગ રાજ્યના તાલિમાર્થીઓ પણ બંદોબસ્તમાં તહેનાત રહેશે. શનિવારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસંહ જાડેજા, ડીજીપી શિવાનંદ ઝા, શહેર પોલીસ વડા એ કે સિંહ અને ક્રાઈમ બ્રાંચના ડીસીપીએ ક્રાઈમ બ્રાંચના રાયખડમાં આવેલા મુખ્યાલયમાં મીટિંગ કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

Rathyatra