સ્ટૅચ્યુ ઑફ યુનિટીને બૉમ્બધડાકાથી ઉડાવી દેવા માગે છે આતંકવાદીઓ

02 August, 2019 07:13 AM IST  |  ગાંધીનગર

સ્ટૅચ્યુ ઑફ યુનિટીને બૉમ્બધડાકાથી ઉડાવી દેવા માગે છે આતંકવાદીઓ

‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’

ગુજરાતમાં હાલ ચારે બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાત માટે એક માઠા સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે. ગુજરાતમાં ૧૫ ઑગસ્ટ સુધીમાં મોટો આતંકી હુમલો થવાની સંભાવના સૂત્રો જણાવી રહ્યાં છે.

સુરક્ષા એજન્સીઓએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઘણા આતંકીઓ ગુજરાતમાં હોવાના ઇનપુટ મળી રહ્યા છે. આ ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે આતંકી ગુજરાતમાં વર્ષ ૨૦૦૮ જેવા હુમલાને દોહરાવી શકે છે. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ મળતાં જ ગુજરાત પોલીસ સતર્ક થઈ ગઈ છે.

૧૨ ફેબ્રુઆરીના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં નર્મદા નદીના કિનારે બનેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટીને લઈને ઇન્ટેલિજેન્સ બ્યુરો (આઇબી)એ અલર્ટ જાહેર કર્યું હતું. આઇબીનું અલર્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે આતંકવાદી સ્ટૅચ્યુ ઑફ યુનિટીને ઉડાવી શકે છે.

આ ઘટનાને અંજામ આપવા માટે આંતકીઓ ઘણા બૉમ્બ-વિસ્ફોટ કરી શકે છે. આઇબી અલર્ટ પર ગુજરાત સરકારે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની સુરક્ષા વધારી દીધી છે. આ વિસ્તારમાં પોલીસ પૅટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : વડોદરા: વરસાદ પછી લોકો બેહાલ, 1 લિટર દૂધ માટે ચૂકવવા પડ્યા 150 રૂપિયા

અહીં ઉલ્લેખનીય છે કે ઑક્ટોબર ૨૦૧૮માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના અવસરે ૧૮૨ મીટર ઊંચ ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’નું અનાવરણ કર્યું હતું. નર્મદા નદીમાં સાધુ બેટ દ્વિપ પર નિર્માણ થયેલી પ્રતિમા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે.

gandhinagar gujarat statue of unity terror attack