ચૂંટણી 2019: આ રીતે કરો વોટ, ધ્યાનમાં રાખો આ મહત્વની બાબતો

11 April, 2019 12:12 PM IST  | 

ચૂંટણી 2019: આ રીતે કરો વોટ, ધ્યાનમાં રાખો આ મહત્વની બાબતો

ચૂંટણી આપણા દેશમાં લોકશાહીનો ઉત્સવ ગણાય છે. અને આજથી આ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે. દેશના 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન ચાલી રહ્યું છે. કુલ 91 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. 23 એપ્રિલે ગુજરાતમાં પણ મતદાન યોજાશે. ત્યારે જો તમારા મનમાં પણ સવાલો હોય, કે વોટિંગ કેવી રીતે કરવું, ક્યાં જવું, મતદાર યાદીમાં નામ કેવી રીતે ચેક કરવું, તો તમામ સવાલોના જવાબ અહીં મળશે.

અમે તમને જણાવીશું તમે વોટ આપવા કેવી રીતે જઈ શકો છો. વાંચો આ ખાસ આર્ટિકલ.


1) સૌથી પહેલા અને સૌથી જરૂરી બાબત છે, મતદાર યાદીમાં તમારું નામ. તમે તો જ વોટ આપી શક્શો જો તમારું નામ મતદાર યાદીમાં હશે.

2) મતદાન મથકમાં હાજર અધિકારી મતદાર યાદીમાં તમારું નામ ચેક કરશે, જો તમારું નામ હશે તો તમારે આધાર કાર્ડ કે વોટર આઈડી બતાવવું પડશે.

3) બાદમાં મતદાન અધિકારી તમારી આંગળીના નખ પર સહીનું નિશાન લગાવશે.

4) આ સાથે જ તમને એક ચિઠ્ઠી મળશે. અને તમારે એક રજિસ્ટરમાં સહી કરવી પડશે

5) આ ચિટ્ઠી તમારે ત્રીજા મતદાર અધિકારીને આપવી પડશે, જે તમારી આંગળી પરનું સહીનું નિશાન ચેક કરશે.

6) બાદમાં તમારે ઈવીએમ પર જઈને પસંદગીના ઉમેદવારના નામ સામેનું બટન દબાવીને વોટ આપવો પડશે. વોટ આપતા જ એક બીપ સંભળાશે.

7) VVPAT મશીનમાં દેખાશે કે તમે જેના નામ સામેનું બટન દબાવ્યું છે, વોટ તેને જ ગયો છે કે નહીં.

8) જો તમારે કોઈ પણ ઉમેદવારને વોટ ન આપવો હોય તો તમે NOTA બટન દબાવી શકો છો.

વોટિંગ લિસ્ટમાં નામ આ રીતે ચકાસો

1) electoralsearch.in જઈને તમારું નામ ચેક કરો.

2) તમે ફોન કરીને પણ આ યાદીમાં નામ છે કે નહીં તે જાણી શકો છો. 1950 આ નંબરની આગળ એસટીડી કોડ લગાવીને કોલ કરો અને જાણો કે તમારું નામ મતદારયાદીમાં છે કે નહીં.

આ પણ વાંચોઃ ચૂંટણી 2019:પહેલા તબક્કાનું મતદાન શરૂ, 33 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

3) SMS દ્વારા તમે પણ ઘરે બેઠા વોટિંગ લિસ્ટમાં નામ ચેક કરી શકો છો.

4) SMS <ECI> સ્પેસ <EPIC No> લખ્યા બાદ 1950 પર SMS (EPIC NO એટલે વોટર આઈડી નંબર )

5) તમે VOTER HELPLINE APP ડાઉનલોડ કરીને પણ તેમાં નામ ચેક કરી શકો છો.

Election 2019 national news