ઉત્તર ગુજરાતમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ: ગાંધીનગર પણ ધ્રૂજી ઊઠ્યું

06 June, 2019 11:47 AM IST  |  મુંબઈ

ઉત્તર ગુજરાતમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ: ગાંધીનગર પણ ધ્રૂજી ઊઠ્યું

ભૂકંપ

ગુજરાતના બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં બુધવાર રાત્રે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. ૧૦ સેકંડ સુધી ધરતી ધ્રૂજવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ધરતીકંપનો આંચકો ૪.૩ની તીવ્રતાનો હતો અને એનું એપિસેન્ટર પાલનપુરથી ૩૧ કિલોમીટર દૂર હોવાનું જણાયું હતું.

રાત્રે ૯.૩૨થી ૧૦.૩૦ વાગ્યાની આસપાસ પાલનપુર, ડીસા, અંબાજી અને છેક ગાંધીનગર સુધીની ધરતી આ ભૂકંપને લીધે ધ્રૂજી ઊઠી હતી.

ભૂકંપનું એપિસેન્ટર પાલનપુરથી ૩૧ કિલોમીટર દૂર બુધવારે રાત્રે ૯.૩૨થી ૧૦.૩૦ વાગ્યા દરમ્યાન ૧૦ સેકંડ માટે અનુભવાયેલા ભૂકંપનું એપિસેન્ટર બનાસકાંઠા જિલ્લો રહ્યું હતું. અહીંના પાલનપુરથી ૩૧ કિલોમીટર દૂર હોવાનું જણાઈ આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીંના ઇડર, હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, મોડાસા, શામળાજી, બાયડ, ધનસુરામાં ધરતીકંપથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

આ પણ વાંચો: રાજ્યભરમાં આગઝરતી ગરમી યથાવત: હીટ વેવને કારણે લોકો ત્રાહિમામ

ઉત્તર ગુજરાત ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદના થલતેજ સહિતના કેટલાક વિસ્તારો અને મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં પણ ભૂકંપને લીધે ધરતી ધણધણી ઊઠી હોવાનું જાણવા મળ્યું હતું.

earthquake gujarat gandhinagar