લખનઉ સામેની મૅચમાં કલકત્તા અમ્પાયર્સની ભૂલથી નારાજ

11 April, 2026 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈડન ગાર્ડન્સમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં અમ્પાયર્સની એક ભૂલને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સ નારાજ છે.

ફિન ઍલનનો કૅચ પકડતા સમયે દિગ્વેશ રાઠીનો પગ આ રીતે બાઉન્ડરીને અડી ગયો હતો

ઈડન ગાર્ડન્સમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં અમ્પાયર્સની એક ભૂલને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સ નારાજ છે. પેસ બોલર પ્રિન્સ યાદવની ઓવરમાં કલકત્તાનો ઓપનર ફિન ઍલન (૮ બૉલમાં ૯ રન) થર્ડ મૅન તરફ સિક્સર મારવાના ચક્કરમાં બાઉન્ડરી લાઇન પર દિગ્વેશ રાઠીને કૅચ આપી બેઠો હતો. અમ્પાયર્સે રિવ્યુ બાદ તેને સ્પષ્ટ આઉટ આપ્યો હતો. જોકે વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દિગ્વેશ રાઠીના પગનો થોડો ભાગ બાઉન્ડરી લાઇનને અડ્યો છે. આ વાતની ચર્ચા ફૅન્સથી લઈને કૉમેન્ટેટર્સ વચ્ચે પણ થઈ હતી.

મૅચ બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં આવેલા રોવમન પૉવેલે કલકત્તા ટીમ તરફથી કહ્યું હતું કે ‘અમ્પાયર્સે વધુ ઍન્ગલ્સથી એ કૅચ જોવો જોઈતો હતો. આ અમ્પાયર્સની એક મોટી ભૂલ છે. જોકે અમે એમ નહીં કહીએ કે ફક્ત એ નિર્ણયને કારણે જ અમે હાર સાથે બે પૉઇન્ટ ગુમાવવા પડ્યા.’

૪ મૅચમાં ૩ હાર અને એક નો-રિઝલ્ટ મૅચ સાથે કલકત્તાની ટીમ હાલમાં પૉઇન્ટ-ટેબલમાં નવમા ક્રમે છે.

kolkata knight riders lucknow super giants IPL 2026 cricket news sports news