અંગ્રેજી ભાષાના શિક્ષણમાં ક્રાંતિ લાવવા માસ્ટર સ્પેલર્સ અને ઑક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસે હાથ મિલાવ્યો

16 April, 2023 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માસ્ટર સ્પેલર્સ દ્વારા આયોજિત આ નવા સમયની ઑનલાઈન સ્પેલિંગ બી સ્પર્ધાનો હેતુ સેલ્ફ-મોટિવેટેડ સ્પર્ધાત્મક માળખામાં અંગ્રેજી શીખવા માટે વ્યાપક અભિગમ ઊભો કરવાનો છે

ફાઇલ તસવીર

દરેક વ્યક્તિને પડકાર ગમે છે અને દરેક પડકારજનક સ્થિતિ તેને આકસ્મિક રીતે કંઈકને કંઈક શીખવી જાય છે. હવે આવા જ નાના-નાના પડકાર સાથે વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવા માસ્ટર સ્પેલર્સ (Master Spellers) અને ઑક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ ઇન્ડિયા (Oxford University Press India) સાથે આવ્યા છે. બંને સંસ્થાઓએ માસ્ટર સ્પેલર્સ ૨૦૩૪-૨૪ સ્પર્ધાનું આયોજન કરવા માટે સહયોગ કર્યો છે.

માસ્ટર સ્પેલર્સ દ્વારા આયોજિત આ નવા સમયની ઑનલાઈન સ્પેલિંગ બી સ્પર્ધાનો હેતુ સેલ્ફ-મોટિવેટેડ સ્પર્ધાત્મક માળખામાં અંગ્રેજી શીખવા માટે વ્યાપક અભિગમ ઊભો કરવાનો છે. સ્પેલિંગ બી માટેનું રજિસ્ટ્રેશન 10મી એપ્રિલ 2023થી શરૂ થઈ ગયું છે અને તેમાં પ્રાથમિક, ક્વાર્ટર ફાઇનલ્સ, સેમિફાઇનલ અને ગ્રેડ 1થી 12 સુધીના સાત જૂથોમાં અંતિમ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. સ્પર્ધાઓ વિવિધ સ્તરો પર ઑનલાઇન યોજવામાં આવશે. જોકે, ફાઇનલે ઑફલાઇન હાથ ધરવામાં આવશે. વિજેતાઓને ઇનામ, ટ્રોફી અને પ્રમાણપત્રો મળશે. વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે અથવા શાળાઓ દ્વારા માસ્ટર સ્પેલર્સની વેબસાઇટ પર રજિસ્ટર કરી શકે છે.

સ્પર્ધાની આગેવાની કરતા, માસ્ટર સ્પેલર્સના સ્થાપક અને સીઈઓ શર્મિષ્ઠા ચાવડાએ કહ્યું કે, “બધી રીતે, અમારો હેતુ સ્પર્ધા દ્વારા બાળકો માટે ભાષા શીખવાનો અનુભવ મનોરંજક અને પ્રેરણાદાયક બનાવવાનો છે. આજના સમયમાં, સમૃદ્ધ શબ્દભંડોળ અને અસરકારક અભિવ્યક્તિના વધતા મહત્ત્વને ઓછું આંકી શકાતું નથી.”

ઑક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ ઇન્ડિયાના MD, સુમંતા દત્તાએ જણાવ્યું હતું કે, “સ્પર્ધાઓ વિદ્યાર્થીઓની ક્રિયા-પ્રતિક્રિયા સુધારવા, જ્ઞાનાત્મક અને સામાજિક જોડાણ સ્તર વધારવા, સારી ભાષા શીખવાની ટેવને પ્રોત્સાહન આપવા અને વારંવાર પ્રેક્ટિસ દ્વારા શબ્દભંડોળ બનાવવામાં અસરકારક છે. માસ્ટર સ્પેલર્સ એ વર્ગખંડની બહાર અંગ્રેજી શીખવા સાથે વિદ્યાર્થીઓની સંલગ્નતા પર સકારાત્મક અસર ઊભી કરવા માટેનું પ્લેટફોર્મ છે. અમે, ઑક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ ખાતે અમારા બાળકોની ભાષાકીય ક્ષમતાને સુધારવા અને વધુ સમૃદ્ધ શિક્ષણ અનુભવ પ્રદાન કરવા ગુણવત્તાયુક્ત સંસાધનો વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

આ પણ વાંચો: વિદેશમાં કરવી છે નોકરી? આ દેશો આપી રહ્યા છે તરત મળે એવા વિઝાની સુવિધા

ઉલ્લેખનીય છે કે “માસ્ટર સ્પેલર્સ રસપ્રદ અને પડકારજનક રાઉન્ડથી ભરપૂર છે, જે વિદ્યાર્થીઓની જોડણી, શબ્દભંડોળ, સમજણ અને ઉચ્ચારણને મજબૂત બનાવશે જ્યારે તેઓ સ્પર્ધાના વિવિધ સ્તરોમાંથી પસાર થશે.

Education national news