વ્હાલી મમ્મી

13 May, 2012 05:05 AM IST  | 

વ્હાલી મમ્મી

વી લવ યુ સો મચ, મમ્મા

ભલે અમે ક્યારેક ગુસ્સામાં તારી સામે બોલી દઈએ છીએ, કોઈ વાર તારા પર ભડકીને ઊંચા અવાજે બોલી દઈએ છીએ; પણ અમે તને બહુ પ્રેમ કરીએ છીએ. બસ, અમે તારી જેમ વ્યક્ત નથી કરી શકતા. અમારી તોછડાઈથી ક્યારેક તને અપમાન જેવું પણ લાગ્યું હશે. ક્યારેક તું એકલામાં રડી પણ હોઈશ. છતાં તારી અમારા પ્રત્યેની લાગણી, ચિંતા જરાય ઓછાં નથી થયાં. અમે ન જમ્યા હોઈએ કે જરાય બીમાર પડ્યા હોઈએ તો તું ચિંતાતુર થઈ જાય છે અને તારી પોતાની બીમારી ભૂલીને અમારી સેવા કરે છે. તારાં સંતાનો તારી સાથે ગમે એવો વ્યવહાર કરે, પણ તું તો હંમેશાં તેમના માટે એટલી જ પ્રેમાળ રહે છે. તું એવી કેવી રીતે થઈ શકે છે મા? તારું દિલ દુખાડનારાં સંતાનો સામે પણ તને કેમ ક્યારેય ફરિયાદ નથી હોતી? તું વર્લ્ડની બેસ્ટ મૉમ છે. વી લવ યુ સો મચ.

- વિવેક, અંકિત, અંજલિ

(બોરીવલી-વેસ્ટ)

તને નતમસ્તકે વંદન

અમે પાંચે ભાઈ-બહેનોને સામાન્ય પરિસ્થિતિમાં પણ ભણાવી, ગણાવી, મોટાં કરી આજે સમાજમાં સારી સ્થિતિમાં લાવવા તેમ જ વારસામાં સદાય ખાનદાની તથા ધર્મના સંસ્કારો આપી આજે સમગ્ર કુટુંબને એકતાંતણે બાંધી રાખનાર મા તું જ છે. વાત્સલ્યમૂર્તિ, ધર્મપરાયણ, પરોપકારી, કુટુંબ તથા સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળી મા; આજે ભલે તું આ દુનિયામાં નથી પણ તારો આ અમૂલ્ય વારસો સદાય અમારી વચ્ચે જ છે. સદા અમારા હૃદયમાં તારું સંસ્મરણ રહે છે. તારા નામ અને ગુણોથી સમગ્ર પરિવાર સમાજમાં ઊજળો અને ગૌરવવંતો બન્યો છે. આવી માડીને નતમસ્તકે શત-શત વંદન.

- નીતિન બજરિયા

(ઘાટકોપર-વેસ્ટ)

વહાલાં મમ્મી

સૌથી પહેલાં તો હું અંતરથી અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમારા જ કારણે હું છું, મારું અસ્તિત્વ છે. જીવનદાનરૂપી ભેટ એ જ મારા માટે સર્વશ્રેષ્ઠ ઉત્તમ ભેટ છે. હું કહીશ કે God is discovered through mother.. તમારાં અનંત ને અસંખ્ય બલિદાનો વિશે તો હું જેટલું લખુ એટલું ઓછું છે. હું તમારું ઋણ આખી જિંદગીમાં નહીં ચૂકવી શકું. આજે ઇન્ટરનૅશનલ મધર્સ ડેના અવસરે મારે તમને કહેવું છે કે મા, તમે સર્વશ્રેષ્ઠ સ્થાન પર છો ને હું ભગવાનને તમારામાં જોઉં છું. હું ખરેખર અતિશય ગર્વ અનુભવું છું કે મને તમારા જેવાં અતિશય ગુણવાન, સમજદાર, લાગણીથી સભર, પ્રેમાળ મમ્મી મળ્યાં છે. નક્કી આગલા ભવે મેં ખૂબ જ સારાં કર્મ બાંધ્યાં હશે, કારણ કે મને તમારી સાથે અતિશય ગાઢ લાગણી છે. હું દિલ ખોલીને તમારી સાથે વાતચીત કરી શકું છું અને ગર્વથી કહી શકું છું કે આજ સુધી મેં તમારાથી કંઈ પણ છુપાવ્યું નથી. હું તમને મારા ફિલોસૉફર અને ગાઇડ માનું છું. સાથે રસોઈ કરતી વખતે જે આનંદમય, હાસ્યમય પળો વિતાવીએ છીએ એ અદ્ભુત, અવિસ્મરણીય છે. મારા પરણ્યા પછી તો હું એ પળોને બહુ જ મિસ કરીશ. આ વિચારીને મને હમણાંથી જ ઘણું દુ:ખ થાય છે.

એટલું કહીશ કે Thank you mummy for everything. મેં ક્યારેય તમારું દિલ દુભાવ્યું હોય તો Sorry. I LOVE YOU..

- દીપલ ધર્મેન્દ્ર શાહ

(૨૨ વર્ષ, લૅમિન્ગ્ટન રોડ)

તને મનથી માની મેં મા

તમને મેં પહેલી વાર જોયાં ત્યારે તમારી પર્સનાલિટીથી થોડી ડરી ગઈ હતી. તમારામાં પોતીકાપણું ન લાગતાં હું તમને આન્ટી કહેતી હતી. હું માનતી હતી કે કોઈ બીજાની મમ્મીને આપણે મમ્મી કેવી રીતે કહી શકીએ? એથી હું તમને શરૂઆતનાં વષોર્માં આન્ટી કહેતી રહી. લગ્ન પછી કમને મમ્મી કહેવાનું શરૂ કર્યું, પણ આજે લગ્નનાં દસ વર્ષ પછી હું તમને દિલથી મમ્મી કહું છું. આજે તમારો મારા માટેનો પ્રેમ જોઈને મારા મનમાં એક ગિલ્ટી ભાવ ઉત્પન્ન થાય છે. તમે હંમેશાં મારા કોઈ પણ કામમાં મારી સાથે જ હો છો. હું ખૂબ શૉર્ટ-ટેમ્પર્ડ છું અને મને બહુ જ ગુસ્સો આવે છે એટલે હું જ્યારે પણ ગુસ્સો કરું ત્યારે તમે મને ખૂબ જ ઝડપથી શાંત કરી દો છો. મારો ને મારા પતિ જયેશનો જ્યારે પણ ઝઘડો થાય ત્યારે તમે હંમેશાં મારી બાજુએ રહો છો. મારી બધી જ નાદાની તેમ જ ભૂલોને માફ કરી સદાય હસતાં રહો છો.

આજે હું મારી બધી ભૂલો માની તમારી માફી માગું છું અને દિલથી કહું છું કે તમે મારાં સાસુ જ નહીં, મમ્મી છો. Thanks for your love and support..

સાથે જ હું મારી જન્મદાતા ગીતા મમ્મીને કેમ ભૂલી શકું? તે પણ દુનિયાની શ્રેષ્ઠ મમ્મી છે. મને ખુશી છે કે મારા જીવનમાં તમારા જેવી બન્ને મમ્મીઓનો પ્રેમ છે. બન્ને મમ્મીઓને મારા તરફથી Happy mothers day and thanks..

- કાજલ ડોડિયા

(૩૦ વર્ષ, અંધેરી)

જનનીની જોડ સખી...

તારા પ્રેમને શબ્દોમાં લખવો અશક્ય છે, પણ ટૂંકમાં લખું તો તારી તોલે જગતના બધાનો પ્રેમ મિસ કરું અને જો ત્રાજવે તોલું તો તારું જ પલ્લું ભારે રહેવાનું. તારા ઉપકારોને ગણવાની શક્તિ મારામાં નથી એટલે જ ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’.

- ઝરણા જગદીશ પરમાર

(૧૨ વર્ષ, ગ્રાન્ટ રોડ)

તારો આભાર

આ સુંદર દુનિયામાં લાવવા માટે, અત્યાર સુધી મારા પર અપાર હેત વરસાવવા માટે તેમ જ સુંદર સંસ્કાર આપી મારી દુનિયા ઉજાગર કરવા માટે ખૂબ-ખૂબ આભાર.

- કલ્પના સંપટ

(૫૭ વર્ષ, ઘાટકોપર-વેસ્ટ)

તું કોમળફૂલ છે

તમે હંમેશાંથી જ મારો પહેલો પ્યાર છો. ભલે હું મારો પ્રેમ જાહેર નથી કરી શકતો, પણ મારા મનમાં તારા માટે પ્રેમનો અભાવ ક્યારેય નહીં થાય. તારો સ્વભાવ ફૂલ જેવો કોમળ છે, પણ એમાં કાંટાને કોઈ જગ્યા નથી. આટલાં વષોર્થી તારો જે હૅપી ગો લકીવાળો સ્વભાવ છે એણે જ તને આટલી પર્ફેક્ટ બનાવી છે. યુ આર ધ બેસ્ટ મૉમ ઇન ધ વર્લ્ડ. લવ યુ મૉમ. હૅપી મધર્સ ડે.

- જિગર અજય શાહ

(૨૨ વર્ષ, ઘાટકોપર-વેસ્ટ)

તારે લીધે હું છું

પ્રત્યેક જન્મમાં હું મારી કંકુમાને જ જોવા માગું છું. તમારે લીધે જ મારું આ જીવન છે. મને જીવન જીવતાં અને જીવનમાં આગળ વધતાં તમે જ શીખવ્યું, મારા કપરા સમયમાં મારું મનોબળ વધારીને રસ્તો દેખાડ્યો. મા, તમારો ખૂબ-ખૂબ આભાર. આજે હું જે કંઈ છું એ તમારા આશીર્વાદને લીધે જ છું.

- વિજય રાઘવ મકવાણા

(નાલાસોપારા-વેસ્ટ)

ઈશ્વરરૂપી મા

ભગવાન બધે વસે છે અને પૃથ્વી પર જે ભગવાન છે એનું નામ છે મમ્મી.

- હેતલ જોશી

(મલાડ-ઈસ્ટ)

સૉરી મમ્મી,

મારે તને એટલું જ કહેવાનું કે અત્યારે તું મારા વિશે જે વિચારી રહી છે, તને જે ગેરસમજ છે એ તારો ભ્રમ છે. સાચી વાત અલગ છે. તું કહે છે કે હું ખૂબ જ બદલાઈ ગયો છું, પણ એવું કશું જ નથી. વર્ષો વીતે છે એમ માણસ થોડોઘણો બદલાય છે જ. મા તે મા જ હોય છે. તેની જગ્યા કોઈ લઈ જ ન શકે. મારી પત્ની સાથે તને જે મતભેદ છે એ તો થવાનો જ છે. તમારા બન્ને વચ્ચે હું ફસાઈ જાઉં છું. તોય મને થાય છે કે મારી પણ ક્યાંક ભૂલ હશે જ. માટે મમ્મી, હું આજે તારી માફી માગું છું. આજ સુધી મેં જાણે-અજાણે તારું હૃદય દુખવ્યું છે એના માટે મને માફ કર અને મારા વિશેની ગેરસમજ દૂર કર. મને મોકો મળે તો હું મારું હૃદય ખોલીને બતાવી દઉં તું મારા માટે શું છે.

તારો જ દીકરો,

- સંજય વીરેન્દ્ર કાપડિયા

(સાયન કોલિવાડા)

વી લવ યુ સો મચ, મમ્મા

ભલે અમે ક્યારેક ગુસ્સામાં તારી સામે બોલી દઈએ છીએ, કોઈ વાર તારા પર ભડકીને ઊંચા અવાજે બોલી દઈએ છીએ; પણ અમે તને બહુ પ્રેમ કરીએ છીએ. બસ, અમે તારી જેમ વ્યક્ત નથી કરી શકતા. અમારી તોછડાઈથી ક્યારેક તને અપમાન જેવું પણ લાગ્યું હશે. ક્યારેક તું એકલામાં રડી પણ હોઈશ. છતાં તારી અમારા પ્રત્યેની લાગણી, ચિંતા જરાય ઓછાં નથી થયાં. અમે ન જમ્યા હોઈએ કે જરાય બીમાર પડ્યા હોઈએ તો તું ચિંતાતુર થઈ જાય છે અને તારી પોતાની બીમારી ભૂલીને અમારી સેવા કરે છે. તારાં સંતાનો તારી સાથે ગમે એવો વ્યવહાર કરે, પણ તું તો હંમેશાં તેમના માટે એટલી જ પ્રેમાળ રહે છે. તું એવી કેવી રીતે થઈ શકે છે મા? તારું દિલ દુખાડનારાં સંતાનો સામે પણ તને કેમ ક્યારેય ફરિયાદ નથી હોતી? તું વર્લ્ડની બેસ્ટ મૉમ છે. વી લવ યુ સો મચ.

- વિવેક, અંકિત, અંજલિ

(બોરીવલી-વેસ્ટ)

બા, એ... બા; સાંભળો છો?

આજે પાછું અમસ્તું અમસ્તું મન ભરાઈ ગયું

અને આંખો વરસી પડી

આજે પાછાં તમે ખૂ...બ યાદ આવો છોને!

અરે ના! માની મમતા તો સતત નિકટ મારા દિલમાં

ભૂલી જ નથી તો યાદ કરવાની વાત કેમ કરું!

તમારો શાંત, સૌમ્ય પ્રેમ અને કરુણાસભર માયાળુ ચહેરો

આજે પાછો આંખ સામે તરવરે છે...

તમારો વાત્સલ્યપૂર્ણ, સ્નેહાળ, ક્ષમાશીલ શુદ્ધ આત્મા

સતત વરસતા શુભ આશિષ હજી અમારું રક્ષણ કરે છે

મારા વિચારોમાં, શબ્દોમાં, કાયોર્માં વસેલાં તમે

મારા દરેક સુખ, આનંદ અને ઉન્નતિમાં વિજયી તમે જ છો

મારું ઘડતર, મન, મંદિર અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય તમે જ છો!

તમે અમ બાળકો પર ન કદી હાથ ઉગામ્યો, ન કદી ગુસ્સો કયોર્

એ જ માર્ગ મેં અપનાવ્યો તમારા ઘડતર થકી, તમે ખુશ છોને?

ગળે ભરાયેલા ડૂમા સાથે, આંસુ ગળી જઈ ગમ ખાતાં, ન કોઈ ફરિયાદ

સતત હસતાં રહી ગુસ્સો પી જવાના ગુણો શીખવનાર તમે જ છોને!

સૌપ્રથમ ગૅસ પર ગોળપાપડી બનાવી મીઠાશથી નવા વરસની

શુભ શરૂઆત કરવાનો તમે પાડેલો ચીલો મેં ચાલુ રાખ્યો છે બા!

પોતાની ખબર નહોતી, પણ બધાના જન્મદિવસને યાદ રાખી મલકાતા

ખરા દિલથી શુભકામના કરવાનો શોખ તમારા થકી મારામાં પણ ઊતયોર્ છે

ભલે હું મા કે સાસુ બનું, પણ બાના ખોળે ખૂ...બ રડવાનું મન થાય

જોને, આ અમથાં આંસુ વહ્યાં કરે; પાછાં તમે બહુ યાદ આવો છોને!

- ભારતી ઓઝા

(૫૪ વર્ષ, અંધેરી-વેસ્ટ)

€ € €

જીવનમાં અમે તમને જોયા છે

રહીને ભૂખ્યા તમે પોતે અમને પોસ્યા છે

વહેતાં આંસુ અમારી આંખોમાંથી આવતાં

તમે એને રોક્યાં છે.

સુખમાં તમે છલકાયાં નહીં, દુખમાં તમે ગભરાયાં નહીં

ઊભાં રહ્યાં અડગ મુસીબતોમાં તમે

અમે તમારામાં ઈશ્વરને જોયા છે

આજના મધર્સ ડેના દિવસે મા તમને લાખ-લાખ પ્રણામ

બીના શાહ, નિમિષ શાહ, સંદીપ શાહ

(ફણસવાડી)

€ € €

મા, તમે મને આ દુનિયામાં જન્મ આપ્યો છે અને તમે તમારા માતૃત્વની અવિસ્મરણીય પળોને યાદગાર બનાવી મને એક સંપૂર્ણ માણસ બનાવ્યો છે.

હું તમારા અંતરના આશીર્વાદની સાથે સાચા મનથી મારા જીવનને સાર્થક કરવાનો સફળ પ્રયાસ કરીશ. મારા હૃદયમાંથી વહેતાં હર્ષનાં એ આંસુ તમારા ચરણકમળમાં સદાય વહેતાં રહેશે.

ભૂપેન્દ્ર શાહ

(૬૦ વર્ષ, નળબજાર)

€ € €

મારા સુખ-દુ:ખમાં સાથ આપનારી છે તું મમ્મી

જો તું ના હોય તો જીવનમાં છે સુખની કમી

જાણું છું કે મા તે મા, બીજા બધા વગડાના વા

તો પણ કરું છું મમ્મી તારી સાથે ઝઘડા

વિચારું છું હું મમ્મી કે તને કહું કેમ?

તારી આ નટખટ તને કરે છે ખૂબ જ પ્રેમ...

સુખદુ:ખમાં સાથ આપનારી તું છે મમ્મી

જો તું ના હોય તો જીવનમાં છે સુખની કમી

Mummy, I love you a lot.

શ્રદ્ધા પરમાર

(૨૦ વર્ષ, બોરીવલી-ઈસ્ટ)

€ € €

€ € €

મારી વહાલસોયી પૂજ્ય મમ્મી,

આજે દુનિયામાં હું અસ્તિત્વ ધરાવું છું તેમ જ સુખી જીવન જીવું છું એ તને જ આભારી છે. હું સમજણો થયો ત્યારથી તમે જીવનમાં ખૂબ જ કષ્ટ વેઠીને અમને મોટા કર્યા. તેં પાપડ, વેફર, સેવ બનાવીને ઘરની જવાબદારી સાથે કરકસર કરી અમને ઉછેર્યા અને સારા સંસ્કાર આપ્યા એ બદલ ભવોભવનો ઋણી તો છું જ; પણ એ છતાં મેં નાદાનિયતમાં દારૂનું સેવન કર્યું એ જાણી મને સમજાવીને છોડાવ્યું. આજે હું મારી તમાકુનું સેવન કરવાની આદત માટે માફી માગી જાહેરમાં છોડવાનું વચન આપું છું. તું ક્ષમાની દેવી છે. મને જરૂર માફ કરજે. મારી કોઈ પણ ઉંમરે તારો ખોળો મારો વિસામો છે.

જિજ્ઞેશ વરિયા

(૩૫ વર્ષ, બોરીવલી-વેસ્ટ)

€ € €

લગભગ ૭૦ વર્ષ પહેલાંની કવિતાના કેટલાક અંશ

મા! હેતવાળી દયાળુ જ મા તું

હતો હું સૂતો પારણે પુત્ર નાનો

રડું હું રાખતી મને તું જ છાનો

મા! હેતવાળી દયાળુ જ મા તું

સૂકામાં સુવાડે મને

ભીને પોઢી પોતે

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું

મા! હેતવાળી દયાળુ જ મા તું

વિલાસ જોબાળિયા

(૭૮ વર્ષ, મલાડ-વેસ્ટ)

€ € €

સ્નેહ-વાત્સલ્યની વીરડી સમા સમતા અને પ્રેમળતાના ગુણોથી સુશોભિત, ભાવભક્તિથી રંજિત સ્નેહ-સદ્ભાવનાથી ભીંજિત એવી મારી મા...

ઓ મમ્મી, મારી મમતાની મહારાણી

ઓ પપ્પા પ્યારા ભોળા ને તું શાણી ઓ મમ્મી મારી

બચપણમાં સંસ્કારો દેતી, સુણાવી ધર્મકહાણી

પપ્પા તો બહુ ઓછું બોલે, તારી ખૂટે ન લહાણી

મોટા થયા તોય બહુ-બહુ દેતી શિખામણની લહાણી

હું તારો વીરકુંવર વ્હાલો, તું તો ત્રિશલારાણી

ભૂલ જો થાયે માફ તું કરજે, નાનો નટખટ જાણી

રોહિત ગોસલિયા

(૩૩ વર્ષ, અંધેરી-વેસ્ટ)