દેશના આ રેલ્વે સ્ટેશન્સની છે પોતાની જ એક અનોખી કહાણી

24 June, 2019 11:11 PM IST  |  મુંબઈ ડેસ્ક

દેશના આ રેલ્વે સ્ટેશન્સની છે પોતાની જ એક અનોખી કહાણી

ભારતના રેલ્વે સ્ટેશન

રેલવે સ્ટેશનને આમ તો સામાન્ય સ્થળ માનવામાં આવે છે અને લોકો તેનો પરિવહનના એક બેસ્ટ સાધન તરીકે ઉપયોગ કરે છે. પણ જો આ રેલ્વે સ્ટેશનને ધ્યાનથી જોવામાં આવે તો તે ઘણાં આકર્ષક લાગે છે. કારણ કે આ સ્ટેશનોએ યુદ્ધથી લઇને શહેરી વિકાસ સુધીનું બધું જ જોયું છે. ખાસ તો, ભારતમાં તમને એવા રેલ્વે સ્ટેશન મળી જશે જેની સ્ટોરી તમને ખૂબ જ રસપ્રદ છે. બદલાતા સમયને કારણે ભલે સ્ટેશનમાં ઘણાં પરિવર્તન આવ્યા હોય પણ આ રેલ્વે સ્ટેશનનો ઇતિહાસ આ સ્ટેશનમાં ક્યાંક ને ક્યાંક છતું થઈ જ જાય છે. તો ચાલો જાણીએ એવા સ્ટેશન વિશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઇ

આ ટર્મિનસને જ્યારે 19મી સદીમાં બનાવવામાં આવ્યું હતું, ત્યારે આ વિક્ટોરિયા ટર્મિનસના નામે ઓળખવામાં આવતું હતું. પછીથી 21મી સદીમાં તેને યૂનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સ્થળ માનવામાં આવ્યું. રેલ્વે સ્ટેશનને વિક્ટોરિયન ગોથિક અને પારંપારિક ભારતીય વાસ્તુકળાના સંયોજનથી બનાવાયું છે. આ સ્ટેશનને બનવામાં લગભગ 10 વર્ષ લાગ્યા. તે વખતે મુંબઇમાં કોઇ પણ ઇમારતને બનવા માટે લાગતાં સમયમાં સૌથી વધુ સમય લાગ્યો હતો. એટલું જ નહીં આ શહેરનું સૌથી મોંઘુ સ્ટેશન હતું. વર્ષ 1966માં, મહારાષ્ટ્રના લોકપ્રિય નાયક અને રાજા છત્રપતિ શિવાજીના નામ પર ટર્મિનસનું નવું નામ રાખવામાં આવ્યું અને ત્યાર બાદ હવે સ્ટેશનના નામમાં વધું એક ફેરફાર કરી સ્ટેશનનું નામ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાડવામાં આવ્યું.

કાચીગુડા સ્ટેશન, તેલંગણા


જેમ મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનની પોતાની એક અનોખી સ્ટોરી ધરાવે છે. તેવી જ રીતે કાચીગુડા સ્ટેશન પણ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. તેલગંણાના કાચીગુડા સ્ટેશનનું સ્ટ્રક્ચરલ તેમજ ઐતિહાસિક મહત્વ ખૂબ જ વધારે છે. આ સ્ટેશનને પહેલી વાર 1961માં નિઝામ ઉસ્માન અલી ખાનના સમયમાં ગોદાવરી વેલી લાઇટ રેલ્વેના ભાગરૂપે બનાવવામાં આવ્યું હતું. આ સ્ચેશનને બનાવવાનો મુખ્ય હેતુ મુંબઇ જેવા પશ્ચિમી શહેરોમાં રાજ્ય માટે વ્યાપક વેપારની કનેક્ટિવિટી બનવાનું હતું. આ સ્ટેશનનું આર્કિટેક્ચર તો સુંદર હતું જ સાથે અહીં મહિલીઓ માટે એક જુદું સ્થાન હતું જે મહિલાઓની ગોયનીયતા સાથે ગાડી બદલવામાં મદદરૂપ હતું. સ્ટેશન પર રહેલ રેલ્વે સંગ્રહાલય પણ યાત્રાળુઓ માટે નિઝામ રાજ્ય રેલ્વે ના ઇતિહાસ વિશે માહિતી મેળવવાની એક સુદર તક આપે છે.

mumbai chhatrapati shivaji terminus