શું સ્પેસની શૂન્ય ગ્રેવિટીમાં શક્ય છે સમાગમ? પૉઝિશન માટે NASA કરે છે સ્ટડી?

14 December, 2021 06:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Couples Space Mission: કોહલરે કહ્યું કે વૈજ્ઞાનિકોએ આનું પરીક્ષણ બે સુઅરો પર કર્યું છે. પરિણામોના વીડિયો ટેપિંગ કરવામાં આવ્યા પણ આ એટલું સંવેદનશીલ હતું કે નાસાને આની ફક્ત એક સેન્સર્ડ કૉપી આપવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

ધરતી પર વૈજ્ઞાનિકોની સ્પેસમાં રુચિ વધતી જાય છે. એવામાં હવે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ભવિષ્યમાં જો માનવે અંતરિક્ષમાં લાંબો સમય પસાર કરવો પડે તો શું તે સ્પેસમાં સેક્સ કરી શકે છે? અત્યાર સુધી લગભગ 500 લોકો સ્પેસમાં જઈ ચૂક્યા છે. જો કે, આ આંકડો જુદા-જુદાં લોકો માટે ભિન્ન પણ હોઈ શકે છે જે એ વા પર આધાર રાખે છે કે અંતરિક્ષની સીમા ક્યાંથી શરૂ થાય છે.

તેમ છતાં જો આ આંકડા યોગ્ય માનીએ તો અંતરિક્ષમાં સેક્સ કરનારાની સંખ્યા હજી પણ અજ્ઞાત છે. ડેલીસ્ટારના રિપૉર્ટ પ્રમાણે ફ્રાન્સીસી વૈજ્ઞાનિક લેખક પિયરે કોહલરે પોતાના પુસ્તક `ધ ફાઇનલ મિશન:મીર, ધ હ્યૂમન એડવેન્ચર`માં દાવો કર્યો છે કે 1996 સુધી એક કપલ અંતરિક્ષમાં યૌન સંબંધ બનાવી ચૂક્યું હતું. તેમણે કહ્યું કે અંતરિક્ષમાં સેક્સનો મુદ્દો ગંભીર છે. આ સંબંધે અત્યાર સુધી કરવામાં આવેલા પ્રયોગ ભવિષ્યમાં વિવાહિત કપલના સ્પેસ મિશન સાથે સંબંધિત છે.

નાસાએ શરૂ કર્યો સીક્રેટ પ્રૉજેક્ટ
કોહલર પ્રમાણે નાસાએ આની માટે STS-XX કોડનેમની સાથે એક સીક્રેટ પ્રૉજેક્ટ શરૂ કર્યો છે. આ વાતની ઇન્વેસ્ટિગેશન કરે છે કે માઇક્રોગ્રેવિટીમાં કઈ સેક્સ પૉઝિશન શક્ય છે. વૈજ્ઞાનિકોએ આ માટે કૉમ્પ્યુટર મૉડલ્સનો ઉપયોગ કર્યો, આ જોવા માટે કે સ્પેસ કેપ્સ્યુલમાં જ્યાં સ્થિર રહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે, શું ત્યાં કપલ્સ માટે સેક્સ કરવું શક્ય છે. આ માટે તેમણે જુદી-જુદી પૉઝિશન પર અધ્યયન કર્યું.

બે સુઅરો પર કરવામાં આવ્યો પ્રયોગ
કોહલરે કહ્યું કે તેમણે આનું પરીક્ષણ બે સુઅરો પર કરવામાં આવ્યું. પરિણામોનો વીડિયો ટેપ કરવામાં આવ્યો પણ આ એટલો સંવેદનશીલ હતો કે નાસાને આની માત્ર એક સેન્સર્ડ કૉપી આપવામાં આવી. જો કે, નાસાએ કોહલરના દાવાને ફગાવી દીધો છે અને જોર આપીને એવું કહેવામાં આવ્યું કે આવો કોઈપણ પ્રયોગ ક્યારેય નથી થયો. રશિયન અંતરિક્ષ એજન્સીએ પણ આ દાવાનું ખંડન કર્યું છે. નાસાએ એક સાથે અંતરિક્ષમાં જનારા વિવાહિત કપલ વિરુદ્ધ કડક નિયમો બનાવ્યા છે.

sex and relationships nasa