Youtube માં આ સાત વીડિયોઝ સૌથી વધુ જોવાયા છે

06 September, 2020 09:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Youtube માં આ સાત વીડિયોઝ સૌથી વધુ જોવાયા છે

ફાઈલ તસ્વીર

ફની વીડિયોથી લઈને ઈમોશનલ સોંગ્સ Youtubeમાં વીડિયોઝનો ખજાનો છે. ઘણા એવા વીડિયો હોય છે જે આપણને વારંવાર જોવાનું મન થયુ હોય છે. તમે જેમ ગુગલમાં કોઈ પણ વસ્તુ સર્ચ કરો અને તેના વિશે આવી જાય એમ Youtubeમાં તમે જે સર્ચ કરો તેના સંબંધિત વીડિયો જોવા મળે છે. પરંતુ Youtubeમાં સૌથી વધુ જોવાયા હોય એવા સાત વીડિયોઝ વિશે તમને ખબર છે કે નહીં.

સાતમાં ક્રમથી શરૂઆત કરીએ તો જૉની જૉની યેસ પાપા નામનો એક વીડિયો છે, જે એક પોપ્યુલર નર્સરી રાઈમ છે. લૂલૂ કિડ્સનો આ વીડિયો 2016માં શૅર થયો હતો. આ વીડિયોને અત્યારસુધીમાં 3.79 અબજથી પણ વધુ લોકોએ જોયો છે.

છઠ્ઠા ક્રમે માર્ક રોનસન-અપટાઉન ફંક Ft.બ્રૂનો માર્સ છે. આ સોન્ગ લોકોને ખૂબ ગમ્યું હતું. બ્રિટિશ રેકોર્ડ પ્રોડ્યુસર માર્ક રોનસરને ગાયુ છે. વીડિયોમાં અમેરિકી સિંગર અને સૉન્ગરાઈટર બ્રૂનો માર્સ છે. 2014ના આ વીડિયોમાં 3.94 અબજ વ્યૂ છે.

તે પછી માશા એન્ડ ધ બીયર-રેસિપી ઑફ ડિઝાસ્ટરનો ક્રમ આવે છે. Youtubeમાં બાળકો માટે બનાવવામાં આવેલું આ કન્ટેન્ટ ખૂબ જ ફેમસ છે. રશિયન ટીવી સીરીઝનો આ એપિસોડને 4.32 અબજ વ્યૂ છે, પરંતુ 3.9 અબજ લોકોએ ડિસલાઈક પણ કર્યો છે.

ચોથા ક્રમે વિઝ ખલીફા અને ચાર્લી પુથનું આ ફેમસ સૉન્ગ સાંભળીને ફાસ્ટ એન્ડ ફ્યુરસના પૉલ વોકરની યાદ આવતી હોય છે. 10 જુલાઈથી 4 ઑગસ્ટ 2017 દરમિયાન આ વીડિયોમાં વૈશ્વિક સ્તરે સૌથી વધુ વ્યૂ હતા. અત્યારસુધીમાં 4.71 અબજ લોકોએ આ વીડિયો જોયો છે.

એડ શ્રીનનું શૅપ ઑફ યુ સોંગમાં 4.96 અબજ વ્યૂ છે. 2017માં રિલીઝ થયેલુ આ સૉન્ગ 34 દેશોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલુ ગીત છે.

બેબી શાર્ક ડાન્સ વીડિયો Youtubeમાં સૌથી વધુ વ્યૂ ધરાવતા વીડિયોમાં બીજા ક્રમે છે. આ ગીત શાર્ક ફેમિલી પર આધારિત છે, જેને સોશ્યલ મીડિયામાં ખૂબ પસંદ કરવામાં આવ્યું છે.

લ્યૂઈસ ફોનસીનું ડેસ્પાસીતો સૉન્ગ 2017 લૉન્ચ થયું હતું. લ્યૂઈસ ફોનસી અને જિસે પ્યૂરટો રિકરે રેપર ડેડી યાનકી સાથે આ સૉન્ગ લોન્ચ કર્યું જેને 6.95 અબજ વ્યૂ મળ્યા છે. 

યુટ્યુબમાં ઘણા વીડિયો છે જેમાં એક અબજથી વધુ વ્યૂ છે. મનોરંજનની સાથે યુટ્યુબના લીધે ઘણા વિષયોમાં જરૂરી માહિતી લોકોને સહેલાઈથી મળે છે.

youtube technology news viral videos