'શેરડીના રસ'થી ચાલે છે આ બાઈક, પેટ્રોલ બાઈક કરતા છે આટલી સસ્તી

21 July, 2019 04:13 PM IST  |  નવી દિલ્હી

'શેરડીના રસ'થી ચાલે છે આ બાઈક, પેટ્રોલ બાઈક કરતા છે આટલી સસ્તી

ઈથેનોલથી ચાલશે આ બાઈક

આજે અમે તમને ભારતની એ પહેલી બાઈક વિશે જણાવવા જઈ રહ્યા છે જે પેટ્રોલ કે વીજળીથી નહીં પરંતુ ઈથેનોલથી ચાલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે પર્યાવરણને લઈને પોતાનું વલણ સાફ કરી દીધું છે. એવામાં નરેન્દ્ર મોદીની સરકારમાં સડક પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ઈથેનોલથી ચાલતી બાઈક ભારતમાં લૉન્ચ કરી છે. ઈથેનોલથી ચાલતી આ બાઈક તમારા બજેટ અને પર્યાવરણ માટે સારો વિકલ્પ છે.

પેટ્રોલથી નહીં ઈથેનોલથી ચાલે છે બાઈક
હાલમાં જ TVS Apache RTR 200 4V FI Ethanol બાઈક ભારતમાં લૉન્ચ થઈ છે. આ બાઈક પરથી સડક અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પડદો હટાવ્યો. TVSની આ બાઈક ભારતની સૌથી પહેલી ઈથેનોલથી ચાલતી બાઈક છે. જેના નામથી જ ખબર પડી જાય છે કે તે પેટ્રોલથી નહીં પરંતુ ઈથેનોલથી ચાલે છે.

શું છે કિંમત?
TVSની પહેલી ઈથેનોલ ફ્યૂલ બાઈકની કિંમત 1 લાખ 20 હજાર રૂપિયા છે. આ બાઈક પેટ્રોલ વર્ઝનના મુકાબલે 10 હજાર રૂપિયા મોંઘી છે. જો કે આ બાઈક તમને આમ સસ્તી પડશે. કારણ કે ઈથેનોલ લગભગ 50 થી 55 રૂપિયા લીટર મળશે. બાઈક પેટ્રોલ બાઈકના મુકાબલે ઓછી માઈલેજ આપશે, છતા પણ તમને સારી એવી બચત છે.

automobiles