Samsung Galaxy A સીરિઝ ફોન રિવ્યૂ, જાણો કેવા છે આ ફોન

01 March, 2019 11:59 AM IST  |  નવી દિલ્હી(ટેક ડેસ્ક)

Samsung Galaxy A સીરિઝ ફોન રિવ્યૂ, જાણો કેવા છે આ ફોન

સેમસંગે લૉન્ચ કર્યા બે નવા ફોન

બજારમાં આવી ગયા છે સેમસંગના A સીરિઝના ત્રણ નવા સ્માર્ટ ફોન્સ A50, A30 અને A10. આ ફોન 2 માર્ચથી ઑનલાઈન સ્ટોર અને મોટી ઈ-કોમર્સ સાઈટ્સ પર ઉપલબ્ધ થશે. જો તમે આ સીરિઝનો કોઈ ફોન ખરીદવાનું વિચારો છો તો જાણી લો કેવા છે આ ફોન..
Samsung Galaxy A50

ફોનની ડિઝાઈન ખૂબ જ આકર્ષણ છે. આ ફોન બ્લેક, બ્લ્યૂ અને વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ છે. આ વખતે ફોનને ગ્લૉસી લૂક આપવામાં આવ્યો છે, જે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. ગેલેક્સી એ50માં રિયર ટ્રિપલ કેમેરા અને ફ્રંટેમાં વૉટરડ્રોપ નૉચ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં સારા સાઉન્ડ માટે Dolby Atmos આપવામાં આવ્યું છે, જો કે તે હેડફોન સાથે જ કામ કરશે.

સેમસંગ ગેલેક્સી A50

ફોનમાં 6.4 ઈંચનું ફુલ HD AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફુલ વ્યૂ ડિસ્પ્લે હોવાના કારણે વીડિયો જોવા માટે સારો અનુભવ મળશે. ફોનમાં ઑન સ્ક્રીન ફિંગર પ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે. ફોનના પર્ફોર્મન્સની વાત કરીએ તો PUBG જેવી ગેમ માટે આ ફોન એકદમ યોગ્ય છે. એક એપ્લિકેશનથી બીજી એપ્લિકેશનમાં જવા સમયે ફોન થોડો સ્લો પડે છે.

ફોનનો કેમેરો ખૂબ જ સરસ છે. ફ્રંટ કેમેરા 25 MP છે. જ્યારે રિયરમાં 25MP+5MP+8MP ટ્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. ફોનમાં અલ્ટ્રાવાઈડ વીડિયોઝ, સ્લો મોશન અને લાઈવ ફોકનું ફીચર પણ આપવામાં આવ્યું છે.

ઑવરઓલ જોઈએ તો 22, 000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળતો આ ફોન તમને નિરાશ નહીં કરે.

Samsung Galaxy A30

આ ફોન 16, 990ની કિંમતમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. સેમસંગના આ ફોનનો લુક બીજા ફોન કરતા અલગ છે. તેમાં વૉટરડ્રૉપ નૉચ આપવામાં આવ્યું છે, જેના કારણે ફોન હાથમાંથી સરકતો નથી. આ ફોનમાં 6.4 ઈંચનું સુપર AMOLED ઈન્ફિનિટી U ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તડકામાં પણ ફોનનું ડિસ્પ્લે હેઝી નથી થતું. તેના આરામદાયક ડિસ્પ્લેના કારણે વીડિયો જોવામાં સરળતા રહેશે.

ફોન 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોન નૉર્મલ ઉપયોગ માટે સારો છે. પરંતુ તો તમારો હેવી ઉપયોગ હોય તો આ ફોનને મલ્ટીટાસ્કિંગમાં પરેશાની આવી શકે છે.

સેમસંગ ગેલેક્સી A30

ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યૂલ કેમેરા આપવામાં આવ્યા છે. આ પ્રાઈમરી સેન્સર 16 મેગાપિક્સેલનું છે. જ્યારે સેકન્ડરી કેમેરા 5 મેગા પિક્સેલનું સેન્સર છે. રિયર કેમેરાની ક્વૉલિટીની વાત કરીએ તો જો રોશની સારી હોય તો તમે સારો ફોટો ક્લિક કરી શકો છો. પરંતુ ઝૂમ કરતા સમયે ફોટો પિક્સલ ફાટી જાય છે.

ફોનમાં 4000 એમએએચની બેટરી આપવામાં આવી છે. જેમાં ફાસ્ટ ચાર્જિંગનો પણ ઓપ્શન છે. ઑવરઓલ વાત કરીએ તો કિંમતના હિસાબથી આ ફોન એક સારો વિકલ્પ છે.

samsung