PUBG Mobile: 0.13.0ના નવા અપડેટમાં આવશે આ ટૉપ 5 ફીચર્સ તમને આવશે પસંદ

14 June, 2019 02:57 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

PUBG Mobile: 0.13.0ના નવા અપડેટમાં આવશે આ ટૉપ 5 ફીચર્સ તમને આવશે પસંદ

નવા અપડેટમાં આવશે આ ફીચર્સ

PUBG Mobileને 0.13.0 અપડેટ મળી ગયું છે. જેમાં અનેક નવા ફીચર્સ જોવા મળી રહ્યા છે. જો તમે PUBG હજી સુધી અપડેટ નથી કર્યું, તો ગૂગલ પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અપડેટ ડાઉનલોડ કરી લો. અપડેટની સાઈઝ એંડ્રાઈડ માટે 1.98 ગબૉર iOS માટે 2.45 જીબી છે. ચાલો જાણીએ તેના નવા ટોપ 5 ફીચર્સ વિશે.

Team Deathmatch
ટીમ ડેથમેચ મોડમાં 4 ખેલાડીઓની 2 સ્કવૉડ હશે. બમને સ્કવૉડ સ્ટાન્ડર્ડ ડેથમેચના નિયમો સાથે નાના વિસ્તારમાં એકબીજા સાથે લડશે. જો તમે મરી જાવ છો તો, તમે તરત જીવતા થઈ જશો અને જો તમે સામા વાળાને મારી દો છો તો, તમને એક પૉઈંટ મળશે. જે ટીમને પહેલા 40 પૉઈંટ મળશે તે જીતી જશે. શરૂઆતમાં તમને આ રમવામાં મજા આવશે પરંતુ થોડા સમય બાદ તમે તેનાથી બોર થઈ જશો.

Controls for FPP
નવા અપડેટમાં ફર્સ્ટ પર્સન પર્સપેક્ટિવ માટે કંટ્રોલ સેટિંગ પણ જોડવામાં આવી છે. પ્લેયર્સ હવે TPP અને FPP માટે અલગ અલગ સેંટિગ્સ કરી શકો છો. આ એ લોકો માટે સારું છે, જે બંને પરીપ્રેક્ષ્યમાં રમવાનું પસંદ કરો છો.

Crew Challenge Update
ક્રૂ ચેલેન્જ ક્વૉલીફાઈંગ રાઉન્ડને વધારવામાં આવ્યો છે. હવે રોજ 6 ક્વૉલીફાઈંગ મેચ રમવામાં આવશે. દરેક સ્કવૉડ રોજ 3 મેચમાં ભાગ લઈ શકે છે. હવે દરેક સ્કવૉડ કુલ 18 ક્વૉલીફાઈંગ મેચમાં ભાગ લઈ શકે છે. આ સાથે જ ક્રૂ શૉપમાં નવી આઈટમ્સ પણ ઉમેરવામાં આવી છે. જે પ્લેયર્સે ક્રૂ ચેલેન્જ માટે રજિસ્ટર કરાવ્યું છએ, તેમને મેચ શરૂ થવાના 10 મિનિટ પહેલા નોટિસ મળશે.

Zombie Mode Updates
Survive Till Dawn અને Darkest Night મોડને અપડેટ કરી દેવામાં આવ્યા છે. જૂના ઝૉમ્બીઝને 4 નવા પ્રકારના ઝૉમ્બીઝ સાથે રીપ્લેસ કરવામાં આવ્યા છે. નવા ઝૉમ્બીઝમાં લિક્વિટ નાઈટ્રોજન ગ્રેનેડ હવે ફ્રીઝ કરનાર ધુમાડો છોડે છે, જેના ધડાકા બાદ વિસ્તારમાં તે જ યૂનિટ હલવાની સ્પીડ ખૂબ જ ઓછી થઈ જાય છે. કેટલાક ઝૉમ્બીઝને નવા પાવર પણ આપવામાં આવ્યા છે. સાથે જ એક નવી ફેક્ટરીએ પોલીસ સ્ટેશનને રિપ્લેક કરી દીધું છે.

Godzilla Theme
ગેમમાં નવી થીમ સેટ કરવામાં આવી છે. PUBG Mobileએ લેટેસ્ટ મૂવી Godzilla 2: King of the Monsters સાથે પાર્ટનરશિપ કરી છે. જેમાં અનેક ગુડીઝ પણ સામેલ છે, જેમ કે સ્પેશિયલ કપડા, સ્કિન્સ અને એક ગેમ થીમ, જેને તમે ઈન્વેન્ટરી સેક્શનમાંથી સિલેક્ટ કરી શકો છો.

આ સિવાય, જો તમે ફ્રેંડલી ફાયરથી મરો છો, તો તમે એ નિર્ણય લઈ શકો છો કે તમારો ટીમમેટ મેરિટ ગુમાવશે કે નહીં. આ સાથે હવે તમે Vikendi હવે પ્લેયર્સ ફુટપ્રિંટ પણ છોડી શકશે

technology news