PUBG Lite માટે આ સરળ સ્ટેપમાં કરો પ્રી-રજિસ્ટર અને જીતો ઈનામ

22 June, 2019 07:55 PM IST  |  મુંબઈ

PUBG Lite માટે આ સરળ સ્ટેપમાં કરો પ્રી-રજિસ્ટર અને જીતો ઈનામ

PUBG Lite માટે આ સરળ સ્ટેપમાં કરો પ્રી-રજિસ્ટર અને જીતો ઈનામ

PUBG Mobileને દુનિયાભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને તે દુનિયામાં સૌથી વધુ રમવામાં આવતા મોબાઈલ ગેમ્સમાંથી એક છે. જેને રમવા માટે તમારે ઓછામાં ઓછા 4GB રેમ અને હાઈ ગ્રાફિક્સ વાળા સ્માર્ટફોનની જરૂર પડશે. કેટલાક યૂઝર્સ તો એવા પણ છે જેઓ હાઈ ગ્રાફિક્સ અને કન્ફિગ્યુરેશન વાળા ડિવાઈસ વાળા ડિવાઈસ કે કમ્પ્યૂટરને અફોર્ડ નથી કરી શકતા. PUBG મોબાઈલને ડેવલોપર ટેન્સેન્ટ ગેમિંગએ આ યૂઝર્સ માટે PUBG Lite બનાવ્યું છે.

આ ગેમ રમવા માટે ભારત સહિતના અનેક એશિયાઈ દેશોમાં રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ રજિસ્ટ્રેશન 3 જુલાઈ સુધી ચાલશે. આ ગેમ માટે પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂટાન, માલદીવ્સ, અફઘાનિસ્તાનમાં પણ રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં જ ગેમના એક પોસ્ટરને આધિકારીક ફેસબુક પેજ પર ટીઝ કરવામાં આવ્યું હતું. આ કવરમાં તાજમહેલનો શેડ બતાવવામાં આવ્યો હતો. PUBG Lite માટે રજિસ્ટ્રેશન કરનારા યૂઝર્સ માટે અનેક ફ્રી સ્કીન અને રિવૉર્ડ આપવામાં આવશે. જો તમે હજી સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો અમે તમને તેના આસાન સ્ટેપ્સ બતાવીશું.

કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
--સૌથી પહેલા https://lite.pubg.com/" rel="nofollow પર જાઓ.
--લિંક પર ક્લિક કર્યા બાદ તમારે પાર્ટિસિપેટ ઈવેન્ટ પર ક્લિક કરવાનું રહેશે.
--જેવું તમે પાર્ટિસિપેટ ઈવેન્ટ પર ટેપ કરશો એટલે એક નવી પૉપ-અપ વિંડો ઓપન થશે જે તેને રજિસ્ટર કરવા વિશે પૂછશે. જે બાદ તમે લિંક યોર ફેસબુક અકાઉંટના ઓપ્શન પર ટૅપ કરો.
--ટૅપ કરતા જ તમારું PUBG Lite માટે રજિસ્ટ્રેશન સફળ થઈ જશે.
--રજિસ્ટર કર્યા બાદ તેમને એક ઈવેન્ટ કોડ તમારા રજિસ્ટર્ડ ઈમેઈલ આઈડી પર મળશે. તે કોડના માધ્યમથી તમે સ્કીન અને રીવૉર્ડ રીડીમ કરી શકશો.

આ પણ વાંચોઃ પબ્જીથી ભારતીય યુવકોએ જીત્યા ૪૧ લાખ રૂપિયા


આ છે રીવૉર્ડ્સ
PUBG Lite માટે પ્રી-રજિસ્ટર કરાવનારા યૂઝર્સને Tiger ફિનિશ M416 સ્કીન મળે છે. સાથે જ એક ચીતા પેરાશૂટ પણ મળે છે. જો રજિસ્ટ્રેશન કરાવનારની યૂઝર્સન સંખ્યા 1 લાખથી વધુ થશે તો PUBG પ્લેયર્સને બ્લેક સ્કાર્ફ, પંક ગ્લાસિસ અને બ્લડી કોમ્બેટ પેન્ટ ભેટ તરીકે આપવામાં આવશે. જો જઆ આંકડો 2 લાખથી ઉપર જશે તો પ્લેયર્સને ગોલ્ડ PUBG સ્કાર્ફ, સ્ટ્રિપ્ડ લૉન્ગ સ્વીલ શર્ટ અને રેડ સ્પોર્ટ ટૉપ ગિફ્ટ કરવામાં આવશે. જે તમામ માટે યૂઝર્સને કોડ ઈ-મેઈલ કરવામાં આવશે.

technology news