કર્ણાટકમાં ખુલશે Teslaનું પ્રથમ મેન્યુફેક્ચરિંગ યુનિટ

14 February, 2021 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કર્ણાટકમાં ખુલશે Teslaનું પ્રથમ મેન્યુફેક્ચરિંગ યુનિટ

ફાઈલ તસવીર

અમેરિકાની દિગ્ગજ ઈલેક્ટ્રિક વ્હિકલ નિર્માતા કંપની ટેસ્લા (Tesla) ભારતમા દસ્તક આપી ચૂકી છે. છેલ્લા કેટલાક સમયથી અબજોપતિ એલન મસ્કની આ કંપની ભારતમાં તેનું મેન્યુફેક્ચરિંગ યૂનિટ સ્થાપવા માટે યોગ્ય જગ્યા શોધી રહી છે. પરંતુ લાગે છે કે કંપનીને પોતાની કારના ઉત્પાદન માટે યોગ્ય સ્થાન શોધી લીધું છે. રિપોર્ટ્સની માનીએ તો પોતાની ભાષામાં ભારતીય બજેટને રજૂ કરતી વખતે કર્ણાટક સરકાર તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે ટેસ્લાનું પહેલું પ્રોડક્શન યૂનિટ કર્ણાટકમાં સ્થાપિત કરવામાં આવશે.

આ વર્ષની શરૂઆતમાં 8 જાન્યુઆરીના રોજ ટેસ્લાએ પોતાની કંપની ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડને બેંગ્લોરમાં રજિસ્ટર્ડ કરાવ્યું હતું. ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપનીનું પ્રોડક્શન કર્ણાટકમાં જ થવું એટલા માટે પણ ખાસ છે, કારણકે એ સિવાય હજી પણ મોટી કંપનીઓ આ રાજ્યમાં પોતાની કારનું પ્રોડક્શન કરી રહી છે, જેમાં ટોયોટા કિર્લોસ્કર જેવી કંપની પ્રમુખ છે.

અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાં ટેસ્લાના મેન્યુફેક્ચરિંદ યૂનિટ પ્લાન્ટને સ્થાપવા માટે તૈયારી કરી રહ્યા છે. USAના કેટલાક રાજ્યોએ એલન મસ્ક અને ટેસ્લાને વિનિર્માણ માટે આકર્ષક સુવિધાઓ પણ ઑફર કરી છે. કારણકે ટેસ્લા દ્વારા પોતાનું મેન્યુફેક્ચરિંગ યૂનિટ લગાવવાથી રાજ્યને આર્થિક ફાયદા તથા રાજ્યમાં રોજગાર વધશે. છેલ્લા કેટલાક દિવસોથી સમાચારો આવી રહ્યા હતા કે ભારતમાં પણ ટેસ્લા પોતાના મેન્યુફેક્ચરિંગ યૂનિટને સ્થાપવા માટે ઘણા રાજ્યો સાથે વાતચીત કરી રહ્યા છે.

જણાવી દઈએ કે ટેસ્લા વિશ્વભરમાં પોતાની ટેક્નોલૉજી માટે પ્રખ્યાત છે. ગયા વર્ષે કંપનીની મૉડલ 3 કાર દુનિયાની બેસ્ટ સેલિંગ ઈલેક્ટ્રિક કાર બની છે. રિપોર્ટ્સ મુજબ એલન મસ્ક ભારતમાં સૌથી પહેલા ટેસ્લાના મૉડલ 3ને લૉન્ચ કરવાની છે. આ કારને કંપની આની પહેલા વર્ષ 2016માં પણ ભારતમાં લૉન્ચ કરવાની હતી. પરંતું કેટલાક કારણોસર તે થઈ શક્યું નહીં.

automobiles technology news tech news life and style