Popular Google Doodle Games: Google આજે બનાવ્યું Rockmore રમતનું Doodle

30 April, 2020 07:08 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Popular Google Doodle Games: Google આજે બનાવ્યું Rockmore રમતનું Doodle

ગૂગલ ડૂડલ

કોરોનાવાયરસને કારણે લગભગ આખા વિશ્વના અનેક દેશોમાં લૉકડાઉન જાહેર છે અને લોકો પોતાના ઘરે જ બેઠાં છે. એવામાં લોકોને ઘરે બેઠાં ખૂબ જ કંટાળો અનુભવે છે. લોકોનો આ જ કંટાળો દૂર કરવા માટે Googleએ પોતાની લોકપ્રિય ગેમ્સની એક સીરીઝ શરૂ કરી છે આ સીરીઝ અંતર્ગત કંપની દરરોજ ડૂડલ દ્વારા એક નવી રમત રજૂ કરે છે. આની પાછળનો મૂળ હેતૂ ઘરે બેઠેલાં લોકોને સુરક્ષિત રીતે મનોરંજન પૂરું પાડવાનો છે. આજે ગૂગલની લોકપ્રિય ગેમ સીરીઝનો ચોથો દિવસ છે અને આજે ડૂડલ દ્વારા રોકમોર ગેમ રજૂ કરવામાં આવી છે.

Rockmore એક મ્યૂઝિકલ ગેમ છે અને રમવું ખૂબ જ સરળ છે. આ ગેમ રમવાની માટે તમારે google પર ક્લિક કરવાનું રહેશે. Google પર ક્લિક કરતા જ તમને ગેમ પ્લે કરવાનું ઑપ્શન મળશે. પ્લેનું બટન ક્લિક કરવું. જેવું તમે પ્લે પર ક્લિક કરશો તમારી સામે એક પેડ ઓપન થશે જેમાં પ્રસિદ્ધ ઑર્કેસ્ટ્રા Clara Rockmoreની તસવરી દેખાશે. સાથે જ એક પ્લે બટન પણ દેખાશે. આ બટન પર ક્લિક કર્યા પછી તમને અહીં ઑર્કેસ્ટ્રા શીખવાડવામાં આવશે.

આ ખૂબ જ મનોરંજક ટાઇમપાસ છે અને આમાં તમારે ઑર્કેસ્ટ્રા શીખતી વખતે સમયનો ખ્યાલ પણ નહીં રહે. ઉલ્લેખનીય છે કે ગૂગલે પ્રસિદ્ધ ઑર્કેસ્ટ્રા Clara Rockmoreની 105મી વર્ષગાંઠના અવસરે Rockmore Doodle બનાવ્યું હતું. Clara Rockmore ઑર્કેસ્ટ્રા જગતનું એક લોકપ્રિય નામ છે.

લૉકડાઉન દરમિયાન Google પોતાની લોકપ્રિય ગેમ સીરીઝ અંતર્ગત પહેલા મ્યૂઝિકલ Fischinger ગેમ, કોડિંગ અને ક્રિકેટને પણ ડૂડલ દ્વારા શૅર કરવામાં આવ્યા હતા. આ બધી 2017ની લોકપ્રિય રમતો છે અને યૂઝર્સને પણ આ રમતો ખૂબ જ પસંદ આવી હતી. આ ગેમ્સ ફરી પ્રસ્તુત કરવા પાછળ કંપનીનો મૂળ હેતુ લોકોને ઘરમાં મનોરંજન પૂરું પાડવાનો છે. કંપનીનું કહેવું છે કે આ સંકટના સમયમાં તમે ઘરમાં રહીને આ ગેમ્સની મદદથી તમારો સમય પસાર કરી શકો છો.

google tech news technology news