PUBG Lite Launch: ભારતમાં આ ગેમને PC પર આવી રીતે કરો પ્રી-ડાઉનલોડ

04 July, 2019 05:49 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

PUBG Lite Launch: ભારતમાં આ ગેમને PC પર આવી રીતે કરો પ્રી-ડાઉનલોડ

ભારતમાં આ ગેમને PC પર આવી રીતે કરો પ્રી-ડાઉનલોડ

PUBG Lite બીટા સર્વર્સ આજે લાઈવ થવાનું છે. ગેમ ડેવલપર્સ હવે પ્લેયર્સને ગેમને પ્રી-ડાઉનલોડ કરવાની અનુમતિ આપી રહ્યા છે. ગેમનું પ્રી-રજિસ્ટ્રેશન 20 જૂને શરૂ થયું હતું, જેનો સમય હવે ખતમ થઈ રહ્યો છે. પ્રી-રજિસ્ટ્રેશનથી ગેમર્સને ગુડીઝ પણ મળશે. પ્રી-રજિસ્ટ્રેશનને 1,00, 000 ખેલાડીઓનો આંકડો પાર કરશે તો બ્લેક સ્કાર્ફ, પંક ગ્લાસિસ અને કોમ્બેટ પેન્ટ્સ મળશે. 2, 00, 000 પ્લેયર્સ થવા પર ગેમર્સને પબજી સ્કાર્ફ, યલો શર્ટ અને રેડ સ્પોર્ટ્સ ટોપ મળશે.

જો તમે પહેલા પ્રી-રજિસ્ટ્રેશન કરાવી લીધું છે તો તમે લાઈટ વર્ઝન લાઈવ થતા પહેલા જ પીસી પર ગેમને ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરી શકો છો. આ લિંક પર જઈને ઈન્સ્ટોલર માટે ડાઉનલોડ બટન પર ક્લિક કરો. ઈન્સ્ટોલેશન ફાઈલ ડાઉનલોડ થયા બાદ, તેને રન કરો અને લૉન્ચરને ઈન્સ્ટોલ કરી લોચ. ધ્યાન રાખો, આ ગેમ નથી માત્ર લૉન્ચર છે. લૉન્ચર રન કર્યા બાદ તમને પબજી અકાઉંટ સાઈન-ઈન કરવા માટે કહેવામાં આવશે. તમે એ જ અકાઉંટનો ઉપયોગ કરો, જે તમે પ્રી-રજિસ્ટ્રેશન સમયે કર્યું હતું. તેમાં લૉન્ચર ઓપન થઈ જશે અને તમને ગેમ ડાઉનલોડ કરવાની અનુમતિ મળી જશે. ગેમની સાઈઝ 2.3 જીબી છે, જેના માટે સ્ટેબલ કનેક્શનનું ધ્યાન રાખો. ડાઉનલોડ ખતમ થયા બાદ તેના લાઈવ થવાની રાહ જુઓ. ગેમ એક્સેસિબલ થતા જ તમે તેને રમી શકશો.

આ પણ વાંચોઃ PUBG Liteનું સર્વર 4 જુલાઈથી ભારતમાં થશે ઓપન, જુઓ PCમાં કેમ કરાય ડાઉનલોડ?

આ વર્ઝન માટે શું જોઈશે?
આ ગેમને પીસી પર ચલાવવા માટે Core i3, 2.4GHz પ્રોસેસર સાથે 4 જીબી રેમ અને 4 જીબી સ્ટોરેજ જોઈશે. પીસીમાં ઈંટેલ HD ગ્રાફિક્સ 4000 હોવું જોઈએ. જો કે, AMD Radeon HD7870 અથવા Nvidia GeForce GTX 660 હશે તો ગેમિંગમાં સ્મૂથ પર્ફોર્મન્સ મળશે.