ગરમીમાં હોઠની સંભાળ રાખવા કરો આ ઘરેલુ ઉપચાર

03 April, 2019 01:21 PM IST  | 

ગરમીમાં હોઠની સંભાળ રાખવા કરો આ ઘરેલુ ઉપચાર

પ્રતીકાત્મક તસવીર

ગરમીની સિઝનમાં પણ ઘણી વખત હોઠ વારંવાર સૂકાઈ જાય છે. જેને કારણે તેની સ્કિન રુશ્ક થઈ જાય છે. જેથી તે નિસ્તેજ લાગે છે ત્યારે અમે આપનાં માટે કેટલીક સામાન્ય ટિપ્સ લઇને આવ્યા છીએ જે હોઠને ફુલ ગુલાબી અને નરમ બનાવશે.

સુકા હોઠ ગુલાબી બનાવવા - સુતા પહેલા હોઠ પર લીપ બામ અથવા પેટ્રોલિયમ જેલીવાળા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. ત્યારબાદ ધીમે-ધીમે મસાજ કરો, આમ કરવાથી તમારો હોઠ રાતભર હાઈડ્રેટ રહેશે.

ડ્રાય કડક હોઠ ગુલાબી બનાવવા- કાચા દૂધ, ક્રીમ અથવા ઘીનો ઉપયોગ કરી તમે હોઠને મોઈશ્ચરાઇઝ કરી શકો છો. આ માટે કાચા દૂધ, ક્રીમ અથવા ઘીને હોઠ પર લગાવો અને હળવા હાથે તેને મસસાજ કરો. નિયમિત જો આ ઉપાય અજમાવશો તો હોઠ એકદમ સુંદર થઇ જશે.

સુકા હોઠને ગુલાબી બનાવવા - લીપ બામનો ઉપયોગ નિયમિત કરો. આ માટે જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે લિપની કેર કરવાનું રાખો તેને પેટ્રોલિયમ જેલી કે પછી કોઇપણ લિપ બામનાં ઉપયોગ કરીને જ ઘરની બહાર નીકળો સુકા હોઠ પર લિપસ્ટિક ન લગાવો. પહેલાં લિપ પર સમાન્ય મોઈશ્ચરાઇઝર અવશ્ય લગાવો.

આ પણ વાંચો : કૉફી સામે જોવાથી જ કિક લાગી જાય તો કેવું?

આટલું રાખો ધ્યાન- સૌ પહેલાં તો રાત્રે સુતા પહેલાં હોઠ પરથી લિપસ્ટિક રિમુવ કરવાનું કયારેય પણ ચુકશો નહીં. રાત્રે ચોખ્ખુ ઘી કે પછી તમને પસંદ હોય તે મોશ્યુચાઇઝરનાં ઉપયોગ કરીને હોઠની માલિશ કરો. બાદમાં જ સુઈ જાઓ

news