સેક્સ કર્યા પછી શિષ્ન પર ચીરા પડે છે, થાક લાગે છે શું કરવું?

04 September, 2020 03:52 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

સેક્સ કર્યા પછી શિષ્ન પર ચીરા પડે છે, થાક લાગે છે શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: હું મિડલ-એજમાં આવ્યો એ પહેલાં જાતીય જીવન બહુ સુખરૂપ ચાલ્યું. એ વખતે અઠવાડિયામાં બે વાર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરતો હતો. હમણાંથી ફ્રીક્વન્સી થોડી ઘટી છે છતાં ઓછામાં ઓછું અઠવાડિયે એક વાર તો સમાગમ થાય જ છે. હમણાંથી મને સમાગમ પછી ફોરસ્કિન પર ચીરા પડી જાય છે. આવું એકાદ વાર નથી થયું, છેલ્લા ઘણા વખતથી થાય છે. છ-સાત દિવસમાં એ રુઝાઈ જાય છે. જોકે ત્યાં સુધી એ ભાગમાં લાલાશ ખૂબ વધી ગઈ હોય. દુખાવા અને બળતરા પણ સારીએવી થાય. છેલ્લાં લગભગ બે વર્ષથી હું સિંગલ પાર્ટનર સાથે સમાગમ કરું છું અને ફોરપ્લેમાં પણ સારોએવો સમય વિતાવું છું. મારું વજન ખૂબ વધી ગયું છે અને પહેલાં કરતાં હું જલદી થાકી જાઉં છું. કામકાજમાં પણ થાક લાગે છે અને સમાગમ પછી પણ પહેલાં કરતાં વધુ થાક લાગે છે. ફોરસ્કિન પર ચીરા, ઘર્ષણ અને લાલાશને કારણે ટેન્શન થાય છે કે આ કોઈ ગંભીર સમસ્યા તો નહીં હોયને?
જવાબ:સૌથી પહેલાં તમે સમાગમની ફ્રીક્વન્સીમાં સાતત્ય જાળવો એ જરૂરી છે. વચ્ચે લાંબો સમય ગૅપ ન જવા દેવો અને ધારો કે ગૅપ ગયો હોય તો પછી ઉપરાઉપરી ફ્રીક્વન્ટ સમાગમ ન કરવો. બીજું, ઘર્ષણનું સૌથી સામાન્ય કારણ ફોરપ્લેનો અભાવ અને એને કારણે અપૂરતું લુબ્રિકેશન હોય છે. ભલે તમને લાગે કે તમે પૂરતો સમય ફોરપ્લે કર્યો છે, પણ એવું બની શકે કે પાર્ટનર એટલી ઉત્તેજિત ન થઈ હોય અને લુબ્રિકેશન જોઈએ એટલું ન હોય એટલે હવેથી પેનિટ્રેશન કરતાં પહેલાં આંગળી વડે ચેક કરો કે પૂરતી ચીકાશ છે કે નહીં? બીજું, તમારું વજન વધેલું છે અને થાક વધ્યો છે એ લક્ષણ તમારા ઓવરઑલ સ્વાસ્થ્યમાં આવેલી ઓટનું લક્ષણ છે. આ ઉંમરે તમારે બ્લડ-શુગરનું ચેકઅપ કરાવવું જરૂરી છે. તમે ફાસ્ટિંગ, પોસ્ટ-લંચ અને HbA1c બ્લડ ટેસ્ટ કરાવી લો. ડાયાબિટીઝનાં શરૂઆતનાં લક્ષણોમાં પણ આવું થઈ શકે છે. જો બ્લડ-શુગર વધેલું હોય કે ઈવન બૉર્ડરલાઇન પર હોય તો પણ તમારે ડાયટ અને નિયમિત ફિઝિકલ ઍક્ટિવિટી કે કસરત કરીને ઓવરઑલ સ્વાસ્થ્યની કાળજી રાખવી 

જરૂરી છે.

sex and relationships dr ravi kothari