જાણો આલિયા ભટ્ટનો સ્કિન કેર મંત્ર, આવી રીતે રાખે છે ત્વચાની સંભાળ

13 January, 2019 04:50 PM IST  | 

જાણો આલિયા ભટ્ટનો સ્કિન કેર મંત્ર, આવી રીતે રાખે છે ત્વચાની સંભાળ

જાણો આલિયા ભટ્ટનો સ્કિન કેર મંત્ર

બૉલીવુડની ખૂબસૂરત અને ટેલેન્ટેડ અભિનેત્રી બધાની ફેવરિટ છે. તેની એક્ટિંગ, સ્ટાઈલ અને તેની સાથે જોડાયેલી તમામ ચીજોને લોકો ખૂબ જ પસંદ કરે છે. આજકાલની યુવતીઓ તેને કૉપી કરવામાં પાછળ નથી રહેતી. અને હાલમાં જ તેણે જણાવ્યો છે પોતાનો સ્કિન કેર મંત્ર.

આલિયા ભટ્ટે જણાવ્યું કે મેકઅપથી બની શકે તેટલું દૂર રહેવું જોઈએ. તેના કામના કારણે તેણે દરેક વખતે સારું દેખાવાનું હોય છે. પરંતુ તે બને એટલો સમય તે મેકઅપ વગર રહેવાનું પસંદ કરે છે. રાત્રે સુતા પહેલા અને સવારે ઉઠતાની સાથે જ, કેવી રીતે આલિયા રાખે છે પોતાની સ્કિનનું ધ્યાન, આવો જાણીએ.

બાળપણમાં મેકઅપના નામ પર આ લગાવતી હતી આલિયા

આલિયાએ જણાવ્યું તે બાળપણમાં જે સામાન્ય છોકરીની જેમ જ તેની માતાને જોતી હતી, પરંતુ તેમણે મને મેકઅપથી દૂર જ રાખી અને તે યોગ્ય હતો. હું પંદર કે સોળ વર્ષની હતી અને કોઈને બર્થ ડે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે માએ મને મેકઅપ કરી આપ્યો હતો. તે પહેલા મે માત્ર કાજલ લગાવતી હતી, અને મેકઅપના નામ પર માત્ર મને કાજલ જ લગાવવા દેવામાં આવતું હતું. મને યાદ છે હું ખુબ જ ડાર્ક કાજલ લગાવીને સ્કૂલે જતી હતી. મને ક્યારેય મેકઅપ પસંદ નથી આવ્યો.

રાત્રે સૂતા પહેલા ચહેરા પર કાંઈ જ નથી લગાવતી

જ્યારે અમે આલિયાને પુછ્યું કે રાત્રે સુતા પહેલા તે ચહેરા પર શું લગાવે છે, તો તેણે કહ્યું કાંઈ જ નહીં. હું એ વાતનો ખયાલ જરૂર રાખું છું કે સૂતા પહેલા મેકઅપ કાઢી નાખું. લોકો મોઈશ્ચરાઈઝર લગાવે છે, ટોનર લગાવે છે પરંતુ મને લાગે છે કે તમે સ્કિન પર કાંઈ જ લગાવશો તો સ્કિન રફ થઈ જાય છે. બસ સારા હર્બલ ફેસવૉશથી ચહેરો સાફ કરું છું અને સુઈ જાવ છું.

સવારમાં તૈયાર કરું છું ફેસ પેક

આલિયાએ વધુમાં કહ્યું કે આમ તો હું હર્બલ ફેસ પેકનો જ ઉપયોગ કરું છું. સવારે ઉઠતાની સાથે જ ફેસ પેક લગાવું છું. જો મારી પાસે સમય હોય તો હું મધમાં પપૈયા કે સંતરાનો પાઉડર મિક્સ કરીને ફેસ પેક બનાવું છું અને તેને લગાવી પંદર મિનિટ બાદ ધોઈ લઉં છું. તેના બાદ મોઈશ્ચરાઈઝર લગાવી મારા કામ પર લાગી જાઉં છું.

alia bhatt skin care