હોળી રમતાં પહેલા અને પછી આ રીતે કરો તમારા વાળની કૅર

17 March, 2019 04:02 PM IST  | 

હોળી રમતાં પહેલા અને પછી આ રીતે કરો તમારા વાળની કૅર

હોળી રમતાં પહેલા અને પછી રાખો આટલું ધ્યાન

હોળીના દિવસે અબીલ - ગુલાલ સાથે મસ્તી કરતાં કરતાં વાળમાં લાગેલા કલરથી પીછો છોડાવવો મુશ્કેલ થઈ જાય છે, પણ કેટલીક આવા ઉપાયોથી તમે તમારા વાળને કેમિકલ્સથી બચાવી શકો છો. હોળી રમતી વખતે સૌથી વધુ રંગ વાળ પર જ પડે છે. તેનું એક કારણ એ છે કે મોઢું તો આપણે હાથથી ઢાંકી લઈએ છીએ, પણ વાળને આપણે બચાવી શકતાં નથી. તેથી જ ચહેરા કરતાં વધારે રંગ વાળમાં પડતો જોવા મળે છે. સામાન્ય રીતે લોકો રંગથી રમવા માટે બહાર નીકળે છે ત્યારે પોતાના હાથ અને પગ પર તેલ કે મોશ્ચ્યુરાઈઝર લગાડીને જ જાય છે. વાળ તરફ તેમનું ધ્યાન જતું નથી. કલર્સમાં રહેલા કેમિકલ્સને કારણે વાળને નુકસાન થાય છે. આવા કેમિકલને કારણે વાળની ક્વોલિટી જ ખરાબ નથી થતી પણ તેની સાથે સાથે વાળ તૂટે પણ છે અને સફેદ પણ થવા લાગે છે. તેથી જ જરૂરી છે કે હોળી રમતાં પહેલા અને પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી તમે નિશ્ચિંતરીતે હોળીની મજા માણી શકશો.

હોળી પહેલા

1. કેટલાક લોકો હાથ અને પગ પર તેલ લગાડીને જ હોળી રમવા માટે બહાર નીકળે છે. એવી જ રીતે વાળમાં પણ સીરમ કે હૅર ક્રીમનો ઉપયોગ કરો. તેલ લગાડવું હોય તો બે ટીસ્પૂન ઑલિવ ઑઈલ, એક ટીસ્પૂન મસ્ટર્ડ ઑઈલ અને એક ટીસ્પૂન કેસ્ટર ઑઈલ મિક્સ કરીને વાળને સારી રીતે મસાજ કરવું.

2. જો તમે તમારા વાળને કલર કરો છો તો તમારે હોળી પહેલા વાળને કલર કે ડાઈ કરી લેવું. કલર કરેલા વાળ પર હોળીના રંગોની અસર વધારે નથી થતી. તે સિવાય જો વાળ સફેદ, ગ્રે કે ભૂરા હોય તો તેને પર કલર સરળતાથી ચડી જાય છે અને ઉતરતા કેટલાય દિવસો લાગી જાય છે.

3. હોળી રમતી વખતે વાળને ઢાંકવું ખૂબ જ જરૂરી છે. માથે દુપટ્ટો બાંધી લેવો અને આ કારણે કલરની અસર ઓછી થશે. સૂર્યપ્રકાશમાં ક્યારેય હોળી ન રમવી કારણકે સૂર્યપ્રકાશને કારણે રંગ ઘેરા અને પાક્કા બને છે ચામડી અને વાળ પર સરળતાથી ચોંટી જાય છે.

4. હોળી રમતાં પહેલાં વાળને ન તો બ્લો ડ્રાય કરવા અને ન તો તેની પર પ્રેસિંગનો ઉપયોગ કરવો. વાળને ચોખ્ખાં રાખવું પણ એટલું જ જરૂરી છે. જો વાળમાં ખોળો કે કચરો હશે તો કલર વધારે ચોંટશે. આને કારણે ફંગલ ઈન્ફેક્શન અને વાળ કમજોર થવાની શક્યતા પણ રહે છે.

5. ઑલિવ, જોજોબા, રોજમેરી અને નારિયેળમાંથી કોઈપણ એક તેલથી વાળની સારી રીતે મસાજ કરવી. તેને કારણે વાળમાં ચીકણાશ રહેશે અને કલર ચોંટી નહીં રહે.

આ પણ વાંચો : હોળી 2019 : હોળીના પાક્કા કલર છોડાવવા માટે જાણો ઉપાયો

હોળી પછી

1. હોળી રમ્યા પછી તરત વાળને ચોખ્ખાં અને નવશેકા પાણીથી ધોઈ લેવા. તેની કારણે સ્કેલ્પમાં લાગેલ રંગ મોટા ભાગે તો બધો નીકળી જ જશે. ત્યાર બાદ કોઈપણ માઈલ્ડ હર્બલ શેમ્પૂથી વાળ સારી રીતે ધોઈ લેવા.

2. હેરપૅક લગાડવાની ઈચ્છા હોય તો વાળમાંથી કલર કાઢી લીધા પછી દહીંમાં બેસન અને લીંબુનો રસ મેળવીને પેક બનાવવો. આ પેક વાળ પર સારી રીતે મસાજ કરીને તેને માઈલ્ડ શેમ્પૂથી ધોવા.

3. હોળી પચી વાળમાં પહેલા જેવી ચમક મેળવવ માટે મિલ્ક પાઉડર અને મિલ્કની પેસ્ટ બનાવવી. હવે તેમાં મધ નાંખવું અને તેને વાળમાં લગાડવી. લગભગ 20 મિનિટ સુધી વાળમાં રહેવા દો અને પછી ધોઈ નાંખો. આમ કરવાથી વાળ પહેલાની જેમ જ ચમકવા લાગશે.

4. લાસ્ટ વૉશમાં વાળના કલર સંપૂર્ણપણે નીકળી ગયો હોય તો ઑલિવ ઑઈલથી વાળમાં સરસ રીતે માલિશ કરવી. એને કારણે વાળ સોફ્ટ અને સિલ્કી થઈ જશે.

holi life and style