બાળકને ઊલટી થાય ત્યારે

13 April, 2015 06:55 AM IST  | 

બાળકને ઊલટી થાય ત્યારે




જિગીષા જૈન


બાળકોને હેલ્થને લગતા ઘણા પ્રૉબ્લેમ્સ હોય છે. એમાંથી એક છે લટી, જેને અંગ્રેજીમાં વૉમિટિંગ કહે છે. નવજાત બાળકથી લઈને કોઈ પણ ઉંમરનાં બાળકોમાં લટી ખૂબ કૉમન પ્રૉબ્લેમ છે. વળી આ રોગ નથી, રોગનું લક્ષણ છે. કોઈ પણ બાળકને લટી થાય તો તેનું ફક્ત પેટ ખરાબ છે એવું ધારી લેવું મૂર્ખામી હોઈ શકે છે. લટી એવું લક્ષણ છે જેની પાછળ ઘણાં અલગ-અલગ કારણો જવાબદાર હોઈ શકે છે. જો આપણને ખબર હોય કે બાળકને લટી થાય તો ક્યારે નૉર્મલ કહેવાય અને ક્યારે નહીં અને એને લગતી કઈ-કઈ બીમારીઓ છે એ જાણતા હોઈએ તો ગફલતમાં ન રહીએ. આજે જાણીએ લટી સાથે સંકળાયેલા રોગો વિશે. 

નવજાત બાળકોમાં પ્રૉબ્લેમ

નવજાત બાળકો, ખાસ કરીને હજી ચાલતાં કે ભાં રહેતાં ન શીખ્યાં હોય એવાં બાળકોમાં લટીનું પ્રમાણ વધુ જોવા મળે છે એમ સમજાવતાં ચિયર્સ ચાઇલ્ડ કૅર, કેમ્પ્સ કૉર્નરના પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘માનવશરીરમાં અન્નનળી અને જઠરની વચ્ચે એક વાલ્વ હોય છે જેને ãસ્પ્લન્ટર કહે છે. બાળકોમાં આ વાલ્વ થોડો લૂઝ હોય. સમય સાથે બાળક મોટું થાય એમ ધીમે-ધીમે એ ફર્મ બને. વયસ્ક લોકોમાં ખોરાક પેટમાં જાય અને પાછો ન આવે એનું કારણ આ વાલ્વ હોય છે. બાળકો માનું દૂધ પીએ પછી તરત જ થોડું ફોદા-ફોદા જેવું કાઢતાં પણ હોય છે. એનું કારણ આ લૂઝ વાલ્વ છે. પરંતુ આ નૉર્મલ પ્રક્રિયા છે. બધાં જ બાળકોમાં કૉમન છે. જો બાળકનું વજન ઉંમર પ્રમાણે વ્યવસ્થિત વધતું હોય તો આ બાબતે ચિંતા કરવા જેવી હોતી નથી. પરંતુ સમજો કે બાળક સતત લટી કરે છે અને તેનું વજન વધતું નથી અથવા ઓછું થઈ જાય તો તેને ઇલાજની જરૂર પડે છે.’

ન્યુમોનિયા

એક વર્ષની અંદરના બાળકને જ્યારે આવું થાય ત્યારે તેને અમુક પોઝિશનમાં ત્રાંસું રાખીને જમાડવાની આદત પાડવાની સલાહ ડૉક્ટરો આપે છે. એ સિવાય ૬ મહિના પછી જ્યારે દૂધ સિવાયનો સૉલિડ ખોરાક આપવામાં આવે ત્યારે પણ ઊલટીની માત્રા ઘટી જાય છે. આ સિવાય જરૂર પડે તો ઍસિડિટીની અને ઊલટી બંધ કરવાની દવા પણ બાળકને આપવામાં આવે છે. મોટા ભાગે ૯૯ ટકા બાળકોમાં બાળક ઊભાં રહેતાં કે ચાલતાં શીખે એટલે ઊલટીનું પ્રમાણ બંધ થઈ જાય છે. આવાં બાળકોને આ ઊલટીને કારણે એક બીજો પ્રૉબેલ્મ પણ સરજાય છે, જે વિશે વાત કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘ઘણી વખત ઊલટી થાય ત્યારે એ દૂધ થોડું શ્વાસનળીમાં જતું રહે છે; જેને લીધે બાળકને શ્વાસ ચડે, ખાંસી થાય, ન્યુમોનિયાની અસર વર્તાય, છાતીમાં કફ ભરાઈ જાય. આ પરિસ્થિતિ ઘણી વખત નવજાત બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે છે. એને ટાળવા બાળકને જ્યારે થોડી પણ શ્વાસની તકલીફ થાય, ખાંસી વધુ આવે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. બાળકને ન્યુમોનિયાની વધુ અસર વર્તાય તો ક્યારેક ઑપરેશન પણ કરવાની હાલત આવે. જોકે લેપ્રોસ્કોપી વડે હવે એ સરળ બન્યું છે.’

ઇન્ફેક્શન

આંતરડામાં બહારથી વાઇરસ કે બૅક્ટેરિયા ઘૂસી જાય ત્યારે એને પેટનો ફ્લુ, ગૅસ્ટ્રોએન્ટરાઇટિસ, ફૂડ-પૉઇઝનિંગ જેવાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. આ પરિસ્થિતિમાં બાળકને મોટા ભાગે ઝાડા સાથે ઊલટીની સમસ્યા હોય છે. પેટમાં કશું જ ટકતું નથી. આ પરિસ્થિતિ વયસ્ક લોકોમાં ૩-૪ દિવસમાં ઠીક થઈ જાય છે, પરંતુ બાળકોમાં એને લગતા પ્રૉબ્લેમ્સ જુદા છે જે સમજાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘સામાન્ય રીતે બાળકોને જ્યારે ઝાડા-ઊલટી થાય ત્યારે તેમના શરીરમાંથી પાણીની માત્રા ખૂબ જલદીથી ઓછી થઈ જાય છે. શરીરમાં પાણી ઓછું થાય તો એ પરિસ્થિતિ જીવલેણ હોય છે. આ માટે જ્યારે ઝાડા-ઊલટી થાય ત્યારે બાળકને સતત પ્રવાહી પીવડાવતાં રહેવું જરૂરી છે. હાઇજીન બાબતે જેટલી કાળજી રાખી શકાય એ રાખવી જ. ઘણી વખત બાળકને કોઈ ખોરાકથી ઍલર્જી હોય તો પણ ઊલટી થવાની શક્યતા રહે છે.’

મગજને લગતા રોગો

મગજમાં કોઈ પણ પ્રકારની ખામી આવે તો એ રોગોનું એક લક્ષણ ઊલટી હોઈ શકે છે. એ વિશે સમજાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘અમુક કેસમાં જો કોઈ ઇન્ફેક્શન મગજ સુધી પહોંચી ગયું હોય, જેને કારણે મગજમાં પ્રેશર વધી જાય અને એને કારણે પાણી ભરાવા લાગે તો આ ગંભીર પરિસ્થિતિનું સામાન્ય લક્ષણ ઊલટી હોય છે. પરંતુ એની સાથે-સાથે બાળકને માથું દુખવાની ફરિયાદ પણ રહે છે. કોઈ વાર બાળકને મગજમાં ટ્યુમર હોય તો પણ તેને ઊલટી થઈ શકે છે.’

સાઇકોલૉજિકલ

ઘણી વખત બાળકને ન ખાવું હોય, માતા-પિતા પરાણે જરૂર કરતાં વધારે ખવડાવતાં હોય, તેને ન ભાવતી વસ્તુઓ ખવડાવતાં હોય ત્યારે બાળક જાણી-જોઈને ઊલટી કરે છે. આ સાઇકોલૉજિકલ ભાગ પર પ્રકાશ પાડતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘ઘણાં બાળકો પોતાની જીદ મનાવવા માટે, અટેન્શન મેળવવા માટે, માતા-પિતા ન મળતાં હોય અને તેમની હૂંફ ઓછી પડતી હોય તો એ વધુ પામવા માટે ઊલટીઓ કરતાં હોય છે. એવું પણ બને કે બાળકને ઊલટી કરવાની આદત જ પડી ગઈ હોય; જેમ કે પ્લેટમાં રીંગણાનું શાક જુએ એટલે બાળક ઊલટી કરવા લાગે અથવા અડધી રોટલી ખવાઈ જાય પછી આગળ ન ખાવું હોય એટલે તરત જ ઊબકા કરવા લાગે. આવી પરિસ્થિતિમાં માતા-પિતાએ સમજવું રહ્યું કે બાળક શા માટે ઊલટીઓ કરે છે અને એ મુજબ એનો ઇલાજ કરવો.’

બીજાં કારણો

જો બાળકને કમળો થયો હોય, જેને હેપેટાઇટિસ ખ્ કહે છે એમાં શરૂઆતના બે-ચાર દિવસ ખૂબ ઊલટીઓ થાય છે.

જે બાળકની કિડનીમાં કોઈ તકલીફ હોય, ઇન્ફેક્શન હોય તો પણ એનાં લક્ષણોમાં ઊલટી એક મુખ્ય લક્ષણ છે.

મલેરિયા, ન્યુમોનિયા કે કોઈ પણ પ્રકારનાં ઇન્ફેક્શન; જેમાં બાળકને તાવ આવતો હોય તો એ તાવને લીધે બાળકને ઊલટી થાય એવું બને.

બાળકને મગજનો, આંતરડાનો કે બીજા કોઈ પ્રકારનો ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય રોગ હોય તો પણ ઊલટી થઈ શકે છે.

આંતરડામાં કોઈ ગાંઠ હોય, આંતરડાનું કોઈ પણ પ્રકારનું ઑપરેશન થયું હોય તો પણ બાળકને એના ફળસ્વરૂપે ઊલટીઓ થાય છે.

કોઈ દવાને કારણે જો બાળકને લિવર પર અસર થઈ હોય, લિવર પર સોજો આવી ગયો હોય તો પણ ઊલટી થઈ શકે છે.

બાળકને ઍપેન્ડિક્સની તકલીફ થઈ હોય તો પણ ઊલટી થવાની શક્યતા વધી જાય છે.