Type 2 Diabetes:માત્ર 3 મિનિટ કરો આ કસરત, નહીં વધે સુગર

27 June, 2019 06:00 AM IST  |  મુંબઈ

Type 2 Diabetes:માત્ર 3 મિનિટ કરો આ કસરત, નહીં વધે સુગર

ટાઈપ ટુ ડાયાબિટિઝનો ઈલાજ શક્ય નથી, પરંતુ બ્લડ સુગરને કંટ્રોલ કરીને ડાયાબિટીઝના દર્દીઓ સ્વસ્થ જીવન જીવી શકે છે. ડાયાબિટીઝને કંટ્રોલ કરવા માટે તમારે તમારી ખાણીપીણીની સાથે સાથે કસરત પર પણ ધ્યાન આપવું પડશે. કેટલાક લોકો પાસે કસરત કરવાનો સમય નથી હોતો, તો કેટલાક લોકોની શારિરીક સ્થિતિ એવી નથી હોતી કે તે કસરત કરી શકે. ત્યારે અમે તમારા માટે લાવ્યા ચીએ એવી સહેલી કસરત, જે તમે માત્ર 3 મિનિટમાં જ કરી શકો છો.

ડાયાબિટીઝ માટે સહેલી કસરત

તાજેતરમાં જ થયેલા એક રિસર્ચ પ્રમાણે ટાઈપ 2 ડાયાબિટીઝના દર્દીઓ જો ભોજન લેવાના 1-2 કલાક પહેલા માત્ર 3 મિનિટ સુધી સીડી ચડ ઉતર કરશો તો તમારું બ્લડ સુગર ઓછું થઈ જશે. સીડી ચડ ઉતર કરવી એ પરફેક્ટ એક્સરસાઈજ છે. બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે થોડી કસરત કરવી જરૂરી છે. જો તમે દિવસભર બેસી રહીને કામ કરો છો કો ઘરે આરામ કરો છો તો તમારે દિવસમાં ઓછામાં ઓછા 5 વખત તો સિડી ચડ ઉતર કરવી જ જોઈએ. એક નાનકડી કસરતને આદત બનાવવાથી તમારો ડાયાબિટિસ કંટ્રોલમાં રહેશે, સાથ જ તમારું જીવન પણ લાંબુ થશે.

જાપાનમાં થયું રિસર્ચ

યુકેમાં ડાયાબિટીઝ સંસ્થાનના કહેવા પ્રમાણે આ રિસર્ચ જાપાનના ટોકિયોમાં સ્થિત હિડાકા મેડિકલ સેન્ટરમાં રિસર્ચ કરવામાં આવ્યું છે. આ રિસર્ચ માટે એવા 16 યુવાનોની પસંદગી કરવામાં આવી હતી જેમને ટાઈપ 2 ડાયાબિટીઝ હતો. આ રિસર્ચ માટે યુવાનોને આખી રાત ભૂખ્યા રખાયા અને સવારે પ્રોટીનવાળો ભરપેટ નાસ્તો અપાયો. બાદમાં 1થી 2 કલાક સુધી તેઓ ત્રણ મિનિટ માટે સીડી ચડઉતર કરાવાતી હતી. 2 અઠવાડિયા બાદ ચેક કરાયું તો આ યુવાનોનું બ્લડ સુગર ઘટ્યું હતું.

કેવી રીતે સીડીમાં કરશો ચડ ઉતર

રિસર્ચર્સનું કહેવું છે કે સુગર કંટ્રોલ કરવા માટે ડાયાબિટીઝના દર્દીઓએ યોગ્ય રીતે સીડી ચડઉતર કરવાની કસરત કરવી જોઈએ. ચાલો અમે તમને જણાવીએ કે તેની યોગ્ય રીત શું છે.

1) ભોજનના લગભગ 1થી બે કલાક પહેલા સીડી ચડ ઉતર કરો

2) સૌથી પહેલા નીચેથી ઉપર તરફ ફાસ્ટ સીડી ચડવાનું શરૂ કરો

3) પહેલા માળે પહોંચ્યા બાદ ધીમે ધીમે નીચે ઉતરો

4) એટલે કે તમારે ફાસ્ટ ચડવાનું છે અને ધીરે ધીરે નીચે ઉતરવાનું છે.

5) સામાન્ય રીતે એક માળના મકાનમાં 10થી 12 પગથિયા હોય છે. એટલે 1 માળના મકાનમાં તમારે ઓછામાં ઓછા 12 વખત ચડવાની અને 12 વખત ઉતરવાની પ્રેક્ટિસ કરવાની છે.

આ પણ વાંચોઃ  કબજિયાત નોતરી શકે છે અન્ય બીમારી, યોગ અને ડાયટથી કરો દૂર

6) જો તમે બે માળના મકાનમાં પ્રેક્ટિસ કરવા ઈચ્છો છો, તમારે 6 વાર ચડવાનું અને છ વાર ઉતરવાનું છે.

7) સ્પીડ ફાસ્ટ રાખો જેથી 3-4 મિનિટમાં આ એક્સરસાઈઝ પૂરી થઈ જાય.

8) દિવસે પણ જ્યારે તમને સમય મળે ત્યારે આ કસરત કરી શકો છો.

diabetes health tips life and style