ગુપ્તાંગ પર ઝીણી-ઝીણી ફોલ્લીઓ થાય છે અને દવા પછી પણ નથી મટતી

05 October, 2011 05:24 PM IST  | 

ગુપ્તાંગ પર ઝીણી-ઝીણી ફોલ્લીઓ થાય છે અને દવા પછી પણ નથી મટતી

 

 

ડૉ. જયેશ શેઠ - ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ
ડૉ. કેતકી શેઠ - ઍનેસ્થેટિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ


સવાલ : મારી ઉંમર ૨૬ વર્ષ છે. મને વારંવાર ગુપ્તાંગમાં ઇન્ફેક્શન થઈ જાય છે ને આજુબાજુમાં ઝીણી-ઝીણી ફોલ્લીઓ થાય છે. પહેલાં મારી અને હસબન્ડ બન્નેની દવા થઈ હતી. છતાં મને ફરીથી ઇન્ફેક્શન થયું હતું. એ પછી આયુર્વેદ ડૉક્ટર પાસે એ ભાગમાં ઔષધવાળું પાણી નાખીને સફાઈ કરી હતી. મારી હાઇટ પાંચ ફૂટ ત્રણ ઇંચ અને વજન ૬૯ છે. ડૉક્ટરે હવે મને દવાની સાથે વજન ઉતારવા કહ્યું છે. એ ભાગમાં ઓછામાં ઓછું પાણી અડે એ માટે યુરિન પાસ કર્યા પછી પણ માત્ર ટિશ્યુથી જ સાફ કરવાનું કહ્યું છે. બીજા ડૉક્ટર કહે છે કે દરેક વખતે પાણીથી સાફ કરવું જોઈએ. હવે સમજાતું નથી કે એનું કારણ શું છે? અમે બાળકનું પ્લાન કરવા માગીએ છીએ, પણ મારી આ તકલીફ મટી જાય એ પછીથી.

જવાબ : ગુપ્તાંગમાં ઇન્ફેક્શનની ફરિયાદ ઘણી બહેનોને હોય છે, પરંતુ એ એક્ઝૅક્ટલી કયું ઇન્ફેક્શન છે એ જાણવું જરૂરી છે. તમે કેટલીક બ્લડ-ટેસ્ટ કરાવી લો. ઘ્ગ્ઘ્, ણ્ફૂશ્વક્ટફૂs ત્gપ્  અને ભૂખ્યા પેટે તેમ જ જમ્યા પછીનું બ્લડશુગર લેવલ.


આવું થવાની કેટલીક શક્યતાઓમાં તમને ડાયાબિટીઝ હોય, હર્પીસનું ઇન્ફેક્શન હોય કે ઍલર્જિક રીઍક્શન્સ હોય એવું લાગે છે. હર્પીસનું ઇન્ફેક્શન જો હોય તો એમાં ખૂબ કાળજી રાખવી જરૂરી છે. જો આ સમસ્યા લાંબી ચાલી તો એ ટ્યૂબને બ્લૉક કરી દઈ શકે છે. આ દરમ્યાન જો તમને પ્રેગ્નન્સી રહી ગઈ તો એનાથી બાળકને પણ ખોડખાંપણ આવી શકે છે. 

તમે પાંચેક કિલો વજન ઉતારશો તોય ઘણો ફરક પડી જશે. કોઈ પણ ઇન્ફેક્શનમાં એ ભાગને ડ્રાય રાખવો અને માઇકોડર્મ પાઉડર દિવસમાં બે વાર લગાવવો. હંમેશાં કૉટનની જ અન્ડરવેઅર પહેરવી અને માસિક દરમ્યાન પણ ડિસ્પોસેબલ પૅડ્સ વાપરવા. જ્યાં સુધી આ ટ્રીટમેન્ટ ચાલે છે ત્યાં સુધી કૉન્ડોમ વાપરીને જ સંબંધ રાખવો જેથી પ્રેગ્નન્સી ટાળી શકાય.