07 March, 2019 03:17 PM IST |
ઑટ્સ ભેળ બનાવવાની રીત
ચટપટી મમરાની ભેળ હોય કે ચાટ દરેકને ભાવે છે. ડાયટ કરતા લોકો ડાયટ ફૂડ ખાઈને બોરિંગ થઈ ગયા હોવ તો અમે લાવ્યા છે તમારા માટે હેલ્ધી અને ચટપટી ઓટ્સ ભેળ. જે ખાવામાં હલકી હોય અને જલદીથી પચન થઈ જાય છે. આ ભેળ બનાવવા માટે ક્યાય બહાર જવાની જરૂર નથી. ઘરે જ તમે સરળતાથી બનાવી શકો છો. તો ચલો માણીએ ઓટ્સ ભેળની મજા અને જાણો એના ફાયદા.
સામગ્રી
1/4 કપ ક્વિક ઓટ્સ
1 કપ કોર્નફ્લેક્સ
1/4 કપ કાબુલી ચણા બાફેલા
1/2 કપ કપ બટાકા બાફેલા
1/2 કપ કાકડી સમારેલી
1/2 કપ ટામેટા સમારેલા
1 લીલું મરચું સમારેલું
1/4 ટીસ્પૂન મરી પાઉડર
1 ટીસ્પૂન લીંબુનો રસ
1/4 ટીસ્પૂન મરી પાવડર
1/2 કપ દહીં
મીઠું સ્વાદ અનુસાર
કોથમીર
ટોપિંગ માટે
કોથમીર ચટણી
આંબલીની ચટણી
દાડમના દાણા
રીત
સૌપ્રથમ ઓટ્સને મધ્યમ આંચે ડ્રાય ફ્રાય કરી લો. ઓટ્સ લાઇટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરતા રહો. ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી ઠંડા થવા દો. થંડુ થઈ જાય બાદ દહીંમાં મરી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ સર્વ કરતી વખતે એક મોટા બાઉલમાં ઓટ્સ અને કોર્નફ્લેક્સને મિક્સ કરી લો. હવે તેમાં બધા જ શાકભાજી, બાફેલા ચણા, મીઠું, મરી પાઉડર અને લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો. હવે તેમાં તૈયાર કરેલું દહીં નાખીને ફરીથી એકવાર મિક્સ કરી લો. સર્વ કરતી વખતે તેના પર કોથમીરની ચટણી, આંબલી ચટણી અને દાડમના દાણા નાખીને સર્વ કરવું.
જાણો ઑટ્સ ભેળના ફાયદા
આ ભેળ આપણે વજન ઉતારવામાં મદદ કરે છે અને સાથે શરીરને પોષ્ટિક આહાર મળે છે. ઑટ્સ તો શરીર માટે ફાયદેમંદ છે. ઑટ્સમાંથી ઘણી વાનગી બની શકે છે. જે સરળતાથી પચી પણ જાય છે.