08 March, 2017 06:07 AM IST |
રીડર્સ રેસિપી - અપર્ણા ઠક્કર
સામગ્રી
+ ૩૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ
+ ચાર ચમચી ચણાનો લોટ
+ મોણ માટે ચાર ચમચી તેલ
+ બે ચમચી લીલાં મરચાંની પેસ્ટ
+ ચાર ચમચી છીણેલું પનીર
+ અડધી ચમચી હળદર
+ ૧ ચમચી લાલ મરચાંની ભૂકી
+ ચાર ચમચી ખાંડ
+ સ્વાદ મુજબ મીઠું
+ એક બોલ ઝીણી સમારેલી મેથી
+ ઉપર છાંટવા સમારેલી કોથમીર
રીત
પ્રથમ એક તાસકમાં બન્ને લોટ નાખી એમાં ઉપર બતાવેલો બધો જ મસાલો નાખી મિક્સ કરી દેવું. પનીર છીણીને તથા મોણ નાખી ફરી મિક્સ કરવું. ત્યાર બાદ મેથી નાખી મિક્સ કરવું. આટલું કર્યા બાદ એમાં જોઈતું પાણી નાખી લોટ બાંધી એમાંથી હલકા હાથે મૂઠિયાં વાïળી લેવાં. આપણે ઢોકળાં મૂકીએ એ વાસણમાં પાણી ગરમ કરી એમાં ચાળણીમાં જરા તેલ લગાવી મૂઠિયાં મૂકી દેવાં. પંદરથી વીસ મિનિટમાં મૂઠિયાં ચડી જશે. વચમાં એક વાર ઢાંકણ ખોલી ચેક કરી લેવું કે મૂઠિયાં ચડ્યાં કે નહીં. બનાવતી વખતે ગૅસ ફુલ રાખવો.
નોંધ
ગરમ મૂઠિયાં કાપીને એની ઉપર તેલ તથા કોથમીર છાંટવાં. ઠંડાં થાય પછી પણ એને રાઈ, જીરું તથા તેલનો વઘાર કરી ખાઈ શકાય છે. આ રીતે ખાïવાથી મૂઠિયાં ટેસ્ટી લાગે છે.
તમારી રેસિપી મોકલો
મિડ-ડે ઇન્વાઇટ કરે છે તમામ કિચન-ક્વીન ગુજરાતી નારીઓને અને રસોઈકળામાં રસ ધરાવતા પુરુષોને - તમારી સ્પેશ્યલિટી ગણાતી હોય એવી હટકે વાનગીની રેસિપી એના કલર ફોટો સાથે અમને મોકલી આપો. સાથે તમારો ફોટો પણ મોકલજો. અમને એ પબ્લિશ કરવાનું ગમશે. રેસિપી અને ફોટો તમે અમને recipe@mid-day.com પર ઈ-મેઇલ કરી શકો છો અથવા મિડ-ડેના સરનામે કુરિયર દ્વારા અથવા રૂબરૂ મોકલી શકો છો.