ફરાળી ઢોસા

06 August, 2012 06:13 AM IST  | 

ફરાળી ઢોસા


આજની વાનગી

સામગ્રી

મસાલો બનાવવા માટે

રીત

સાબુદાણા અને મોરૈયાને ૩-૪ કલાક સુધી જુદા-જુદા પલાળો. હવે બન્નેને મિક્સરમાં જુદા-જુદા પીસી લો અને ત્યાર બાદ એક બાઉલમાં લઈ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં દહીં અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. આ ખીરાને ૩-૪ કલાક સુધી રહેવા દો. હવે મસાલો તૈયાર કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો અને જીરુ અને મીઠા લીમડાનાં પાનનો વઘાર કરો. લીલાં મરચાં ઉમેરો. ત્યાર બાદ એમાં બાફેલા બટેટાના ટુકડા ઉમેરો. મીઠું, જીરુ પાઉડર, લીંબુનો રસ અને સાકર ઉમેરી બરાબર મિક્સ કરો. છેલ્લે કોથમીર ભભરાવી મિક્સ કરો અને અલગ રાખો. હવે ઢોસા બનાવવા માટે પલાળેલા ખીરાને બરાબર હલાવો. હવે એક નૉનસ્ટિક પૅન ગરમ કરો. થોડું તેલ અથવા ઘી લગાવી તૈયાર કરેલા ખીરામાંથી ઢોસા ઉતારો. આ ઢોસા નૉર્મલ ઢોસા કરતાં થોડા જાડા રાખવા. ઢોસા બરાબર ચડી જાય એટલે તૈયાર કરેલો બટેટાનો મસાલો વચ્ચે મૂકી ફોલ્ડ કરો. સર્વિંગ પ્લેટમાં કાઢી ગળ્યાં દહીં સાથે પીરસો.