જાણો વેજિટેબલ જયપુરી બનાવવાની રીત

15 January, 2019 01:09 PM IST  |  | Dharmin Lathia

જાણો વેજિટેબલ જયપુરી બનાવવાની રીત

ટેસ્ટી વેજિટેબલ જયપુરી

આજની વાનગી 

સામગ્રી

+ ૨ ગાજર

+ ૨૫૦ ગ્રામ કોબી

+ ૧૦૦ ગ્રામ બાફેલા લીલા વટાણા

+ બાફેલા બટાટા

+ ૨ ટેબલ-સ્પૂન ઘી

+ ૩ ટમેટાં

+ ૩ લીલા મરચાં

સૂકો મસાલો

+ ૫ તજ

+ ૫ લવિંગ

+ ૭ મરી

+ અડધો ટી જીરું

+ અડધો ટી ખાંડ

+ અડધો ટી કોથમીર

+ મીઠું સ્વાદ અનુસાર

મસાલો

+ ૨ ટી-સ્પૂન કોપરાનું છીણ

+ ૧ ટી-સ્પૂન આખા ધાણા

+ ૧/૪ ટેબલ-સ્પૂન હળદર

+ ૧ ડુંગળી

+ પાંચ કળી લસણ

રીત

ગાજરને ધોઈ, છોલી, વચ્ચેનો ભાગ કાઢીને નાના ટુકડા કરવા. કોબીને ઝીણી સમારવી.

બાફેલા બટાટાને છોલીને નાના ટુકડા કરવા. વટાણા વરાળથી બાફવા.

એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકી વાટેલો મસાલો સાંતળવો.

સુંગધ આવે એટલે કોબી નાખીને હલાવવું.

થોડુંક પાણી છાંટી, ઢાંકણ ઢાંકીને થોડી વાર ચડવા દેવું.

ત્યાર બાદ બટાટા, વટાણા, ગાજર, ટમેટાંના ટુકડા, સૂકો મસાલો નાખીને સાંતળવું.

લીલા મરચાંના કટકા, મીઠું, ખાંડ, લાલ મરચું નાખી ઉકાળીને નીચે ઉતારવું.

આ પણ વાંચો : બનાવો સ્વાદિષ્ટ ચૉકો ફિરની

કોથીમર અને ઘી નાખવું અને પીરસવું.