બનાવો સ્વાદિષ્ટ ચૉકો ફિરની

10 January, 2019 09:43 AM IST  |  | Dharmin Lathia

બનાવો સ્વાદિષ્ટ ચૉકો ફિરની

મહેમાનોને સર્વ કરો સ્વાદિષ્ટ ચૉકો ફિરની

આજની વાનગી 

સામગ્રી

+ દોઢ લીટર દૂધ

+ ૧૦૦ ગ્રામ બાસમતી ચોખા

+ ૧૦૦ ગ્રામ ખાંડ

+ ૧૦૦ ગ્રામ મલાઈ

+ દોઢ ટેબલ-સ્પૂન ચૉકલેટ

પાઉડર

રીત

ચોખાને સાતથી આઠ કલાક પલાળી રાખવા.

પછી કરકરા વાટીને થોડા પાણીમાં મિક્સ કરવા.

એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. ઊકળે એટલે એમાં વાટેલા ચોખા નાખવા.

ચોખા બફાય એટલે ખાંડ નાખવી.

દૂધ ઘટ્ટ થાય એટલે એમાં ચૉકલેટ પાઉડર મિક્સ કરવો.

દૂધ બરાબર ઘટ્ટ થઈ જાય એટલે નીચે ઉતારી જુદી-જુદી નાની કટોરીમાં ફિરનીને ઠારી દેવી.

આ પણ વાંચો : ટેસ્ટી બ્રેડનાં દહીંવડાં

ઉપર મલાઈથી સજાવટ કરીને પીરસવી.