07 June, 2026 06:47 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
નાની-નાની આદતો અને ફેરફાર મોટો ફરક લાવશે અને આ વર્ષ એ છે કે જો તમે ઇચ્છો તો તમારા જીવનમાં પરિવર્તન લાવી શકો છો. તમારી જાતને તમારા ઇચ્છિત જીવનથી દૂર ન રાખો. જે લોકો બીજા શહેર કે દેશમાં જવા માગે છે તેમણે પોતાનું રિસર્ચ ખૂબ જ સારી રીતે કરવું જોઈએ. મોટી બાબતોને અવગણ્યા વિના કામમાં નાની-નાની વિગતો પર ધ્યાન આપો.
જેમિની પેરન્ટ
જેમિની રાશિના જાતકો ઘણી વાર ‘કૂલ’ માતા-પિતા હોય છે, ખાસ કરીને જ્યારે તેમનાં બાળકો થોડાં મોટાં થાય છે. વાતચીત પ્રત્યેનો તેમનો પ્રેમ એટલે કે તેઓ તેમનાં બાળકોના જીવનમાં શું ચાલી રહ્યું છે એ બરાબર જાણવા માગે છે અને તેઓ ઘણી વાર કોઈ પણ પરિસ્થિતિમાં સંપૂર્ણપણે સામેલ થઈ શકે છે. તેઓ પોતાને કોઈ પણ પરિસ્થિતિમાં ઢાળીને દિનચર્યાને વળગી રહેવાનું પડકારજનક બનાવી શકે છે અને તેથી તેમનાં બાળકો માટે થોડો ઓછો સમય ફાળવે છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
કામ પર બિનજરૂરી વિક્ષેપોનો સામનો કરવો પડે તો પણ ધ્યાન કેન્દ્રિત રાખો. શ્રેષ્ઠ ઉકેલ શોધવા માટે પરિસ્થિતિઓને અલગ દૃષ્ટિકોણથી જોવાનું રાખો.
રિલેશનશિપ ટિપ : પ્રામાણિક બનો, પરંતુ પ્રેમાળ રીતે જે કહેવાની જરૂર છે એ કહો. સિંગલ લોકો માટે સમય સારો છે. જોકે તેઓ ખરેખર સંબંધ આગળ વધારવા માગતા નથી.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
ભૂતકાળમાં તમે જે તકો ગુમાવી દીધી છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારી પાસે રહેલા વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરો. વિચારીને નાણાકીય નિર્ણયો લો.
રિલેશનશિપ ટિપ : જેઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેઓ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનું વિચારી શકે છે. બોલતા પહેલાં વિચારવું જોઈએ.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
કોઈ પણ અટવાયેલી કે ધીમી ગતિએ ચાલતી પરિસ્થિતિ તમારા નિયંત્રણની બહાર હશે અને તમારે ફક્ત ધીરજ રાખવાની જરૂર છે. જટિલ નિર્ણયો લેવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ : ખરાબ કે અસંસ્કારી બન્યા વિના સત્ય બોલો. નવા સંબંધમાં રહેલા લોકોએ કોઈ પણ કમિટમેન્ટ લેતાં પહેલા થોડો સમય આપવો જોઈએ.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
જો તમને લાગે કે પરિસ્થિતિ તમારા ધારવા મુજબ નથી તો તમારી અંતઃ પ્રેરણા પર ધ્યાન આપો. તમારા સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખો અને શક્ય હોય ત્યાં સુધી જન્ક-ફૂડ ખાવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ : ઘરની વૃદ્ધ વ્યક્તિ માટે થોડું વધારે ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. સિંગલ લોકો ગંભીર બનવાને બદલે આકસ્મિક રીતે ડેટ કરવાનું પસંદ કરી શકે છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં બધી સંબંધિત માહિતીની રાહ જુઓ. નવા ઘરમાં રહેવા જવા માગતા લોકો માટે આ સારો સમય છે.
રિલેશનશિપ ટિપ : લાંબા અંતરનાં લગ્ન કે રિલેશનશિપમાં રહેલા લોકો સંબંધ સાચવવા વધારાનો પ્રયાસ કરશે. પરિવારમાં કોઈ યુવાન વ્યક્તિને થોડું વધારે ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
ધ્યાન કેન્દ્રિત અને સતત પ્રયાસો તમને ઇચ્છિત પરિણામો મેળવી આપશે. પૈસાની બાબતોમાં ખૂબ કાળજી રાખો અને કોઈ પણ જોખમી રોકાણ ટાળો.
રિલેશનશિપ ટિપ : આવેગજન્ય પસંદગી કરવાનું ટાળો અને તમારા વિકલ્પ વિશે વિચાર કરો. સિંગલ લોકો નવી વ્યક્તિને મળ્યા છે તેમણે આગળ વધવું જોઈએ.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
જો તમે કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોફેશનલ અથવા વ્યક્તિગત પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો અગાઉથી આયોજન કરો. બજેટ ઓછું હોય તેણે ખર્ચ કરતાં કાળજી રાખવી જોઈએ.
રિલેશનશિપ ટિપ : ખાસ કરીને કોઈ પણ કમિટમેન્ટ કરતી વખતે તમારી વાતચીતમાં ખૂબ સ્પષ્ટ રહો. એવા મિત્રો સાથે સમય વિતાવો જે નિખાલસ છે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જો તમે તનાવપૂર્ણ પરિસ્થિતિમાં હો તો તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. જો તમને કોઈ લાંબી બીમારી હોય તો તમારા સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખો.
રિલેશનશિપ ટિપ : તમારા જીવનસાથી અથવા પાર્ટનર સાથે વાતચીત સુગમ રાખવા માટે વધારાનો પ્રયાસ કરો. પરિવાર અને મિત્રો સાથે અંગત જીવન વિશે વાત કરવાનું ટાળો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
જો તમે કોઈ જટિલ પરિસ્થિતિ ટાળી શકો તો એમાં પડવાનું ટાળો. તમારી કારકિર્દી અને વ્યાવસાયિક લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો, એમાં કૉમ્પ્રોમાઇઝ ન કરો.
રિલેશનશિપ ટિપ : બોલતાં પહેલાં વિચારો અને ફક્ત એ જ કહો જે જરૂરી છે. બીજી વ્યક્તિના મંતવ્યને બદલે તમે જે જાણો છો એના આધારે તમારા નિર્ણયો લો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
તમારી જાતને એવી કોઈ બાબતમાં ઉલઝાવવાની કોશિશ ન કરશો જેને તમે માન્ય કરતા નથી. તમારા સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખો.
રિલેશનશિપ ટિપ : જો તમારે કોઈ મહત્ત્વપૂર્ણ સંબંધમાં નિર્ણય લેવાની જરૂર હોય તો ખૂબ કાળજીપૂર્વક વિચારો. અન્ય લોકો પાસેથી તમારી અપેક્ષાઓ ખૂબ સ્પષ્ટ રાખો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
જો તમને લાગે કે કોઈ પરિસ્થિતિ અસ્થિર છે તો તમારા જીવનને ફક્ત પોતાની મરજીથી આગળ વધવા દેવાને બદલે અગાઉથી યોજના બનાવો. પોતાની સંભાળ માટે સમય કાઢો.
રિલેશનશિપ ટિપ : ગાઢ મિત્રતાને હળવાશથી લેશો નહીં. સિંગલ લોકો હાલ પૂરતા પોતાના વિકલ્પો ખુલ્લા રાખવાનું પસંદ કરી શકે છે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
કોઈ પણ વ્યાવસાયિક ગુપ્તતા કે આંતરિક માહિતી તમારી પાસે રાખો, ભલે તમને એના વિશે વાત કરવાની ખૂબ ઇચ્છા હોય. કુટુંબની નાણાકીય બાબતો પર ધ્યાન આપો અને કાળજીથી સંભાળો.
રિલેશનશિપ ટિપ : મિત્રો અને પરિવાર સાથે કોઈ પણ રિલેશનશિપ સમસ્યા વિશે વાત કરવાનું ટાળો. જો તમે પાળવાનો ઇરાદો ધરાવતા હો તો જ વચનો આપો.