અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

21 April, 2024 07:16 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય...
તમારા જીવનમાં પડકારો અને વિઘ્નો આવ્યાં હોય તો ધીરજ રાખજો. નિકટના કે બીજા સંબંધીઓ સાથેના વ્યવહારોમાં સમજદારીપૂર્વક વર્તવું જરૂરી છે. તમને લાગતું-વળગતું ન હોય એવી બાબતોથી તમારે દૂર જ રહેવું સારું. આધાશીશી કે માથાનો અન્ય પ્રકારનો દુખાવો રહેતો હોય તેમણે એ દુખાવા માટે કારણભૂત પરિબળોથી દૂર રહેવું. ભવિષ્યનો ડર તમારા પર હાવી થઈ જાય નહીં એનું ધ્યાન રાખવું.

ટૉરસ જાતકો વિશે જાણવા જેવું બધું
ટૉરસ જાતકો મોટા ભાગે સ્થિર અને મજબૂત હોય છે. તેઓ પોતાનાં મૂલ્યોનું સારી પેઠે જતન કરતા હોય છે અને પોતાની માન્યતાઓને દૃઢપણે વળગી રહેતા હોય છે. તેઓ જેમને ચાહતા હોય તેમના માટે ઘણુંબધું કરી છૂટવાની ભાવના ધરાવતા હોય છે અને તેમની કાળજી રાખતા હોય છે. તેઓ કોઈ લક્ષ્ય સિદ્ધ કરવામાં લાગ્યા હોય ત્યારે ખૂબ જ ધીરજવાન અને ખંતીલા હોય છે.

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

તમારા જીવનમાં કોઈ પણ ફેરફાર, પડકારો કે અવરોધો આવે એ તમારા માટે આત્મચિંતન કરીને સુધારો લાવવાની તક હોય છે. કોઈ પણ હૉબી ધરાવતા જાતકોએ એમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે આગળ વધવું.
સંબંધો સાચવવા માટે સલાહ: સંબંધમાં તંગદિલી લાવનારી આદતોનો ત્યાગ કરો. કુંવારાઓ માટે સાનુકૂળ સમય છે, પરંતુ તેમણે લગ્ન માટેની ઉમેદવારી દર્શાવવી જરૂરી છે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

એકસાથે ઘણાં કામ ભેગાં થયાં હોય ત્યારે કયા કામને એની પ્રાથમિકતા અનુસાર કેટલો સમય આપવો એ નક્કી કરવું આવશ્યક છે. હાલ જીવનશૈલી બદલવા માટે કોઈ મોટું પગલું ભરતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ: પરિવાર સાથેના સંબંધના તાંતણા મજબૂત કરવા માટે હાલ સારો સમય છે. જીવનસાથી માટે ઑનલાઇન શોધ કરી રહેલા જાતકોને સફળતા મળવાનો યોગ છે. તેમણે પસંદગીમાં બાંધછોડ કરવાની તૈયારી રાખવી.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

મહત્ત્વના નિર્ણયો લેતાં પહેલાં લાંબા ગાળાનાં પરિણામોનો વિચાર અવશ્ય કરવો. ખર્ચ બાબતે સાવધાન રહેવું અને બિનજરૂરી ખરીદી ટાળવી.
સંબંધો સાચવવા માટે સલાહ : જેમના પ્રિયકર કે જીવનસાથી તેમનાથી દૂર રહેતા હોય તેમણે સંબંધની ઉષ્મા જાળવી રાખવા માટે સતત સંપર્કમાં રહેવું. કુંવારાઓને તેમની પસંદગીનું પાત્ર મળી ગયું હોય એવું લાગશે. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

નવું કૌશલ્ય પ્રાપ્ત કરવા કે પછી જે છે એમાં સુધારણા લાવવા માટે સારો સમય છે. તમે નિયમિતપણે જે રોકાણો કરી રહ્યા હો એને ટકાવી રાખજો.
સંબંધો સાચવવા માટે સલાહ: લેખિત કે મૌખિક સંવાદમાં પ્રતિક્રિયા આપતી વખતે સાવધાન રહેજો. ઉતાવળે નિષ્કર્ષ પર પહોંચવું નહીં. એ સંપૂર્ણપણે સાચો ન હોય એવું શક્ય છે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

ભૂતકાળના કોઈ સંજોગોને લીધે પ્રગતિ અટકી ગઈ હોય તો ધીરજ રાખવાની અને સમયને પોતાનું કામ કરવા દેવાની જરૂર છે. તબિયત સાચવજો. યોગ્ય ખાણી-પીણી પર લક્ષ આપવું.
સંબંધો સાચવવા માટે સલાહ : મહત્ત્વપૂર્ણ સંબંધોને સાચવી લેવા અને જીવનસાથીની અવગણના કરવી નહીં. છૂટાછેડા લેવા જઈ રહેલા જાતકોએ સમજી-વિચારીને નિર્ણયો લેવા. 

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

પોતાની પાસે ખરેખર કેટલાં સંસાધનો છે એનો સ્પષ્ટ વિચાર કરી લેવો અને એનો સારામાં સારો ઉપયોગ કરવો. હાઈ બ્લડ-પ્રેશર કે હૃદયને લગતી તકલીફ ધરાવતા જાતકોએ પોતાની થોડી વધુ દરકાર લેવી.
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ વિખવાદ કે મતમતાંતરની સ્થિતિ નિર્માણ થઈ હોય ત્યારે પરિપક્વતાથી વિચાર કરવો. વિચાર કરીને બોલવું અને યોગ્ય સમય આવ્યા પહેલાં વચનો આપી દેવાં નહીં.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

ટીમમાં રહીને કામ કરનારાઓએ સહકર્મીઓ જોડે સૌહાર્દપૂર્ણ સંબંધો રાખવા. પારિવારિક નાણાકીય બાબતો કે વારસાગત મિલકતનો પ્રશ્ન કાળજીપૂર્વક હલ કરવો.
સંબંધો સાચવવા માટે સલાહ : બોલવા-ચાલવામાં સ્પષ્ટતા અને એકરૂપતા રાખજો. તમારા માટે પ્રતિકૂળ હોય એવા ઇરાદાસર લોકો તમારી સાથે વર્તતા હોઈ શકે છે એ ધ્યાનમાં રાખવું.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

અનેક વિકલ્પોમાંથી પસંદગી કરવાની હોય તો ખરેખર શું જોઈએ છે એ નક્કી કરવું જરૂરી બની રહેશે. સ્વયં રોજગાર કરનારાઓ માટે સાનુકૂળ સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહ : બીજાઓ સાથે એવો વ્યવહાર કરો જેવા વ્યવહારની તમને અપેક્ષા છે. જોકે કોઈ તમારા માથે ચડી જાય નહીં એનું ધ્યાન રાખજો. અમુક ચોક્કસ બૌદ્ધિક સ્તરના જીવનસાથીની શોધ કરી રહેલા કુંવારાઓ માટે સારો સમય છે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમારા મતથી વિપરીત જતી હોય તો પણ તમારે કોઈ ગુરુ કે વરિષ્ઠની સલાહ સાંભળવી જરૂરી છે. પ્રવાસ માટે કરેલું બુકિંગ એક કરતાં વધુ વાર તપાસી લેજો.
સંબંધો સાચવવા માટે સલાહ : સંબંધ સાચવવામાં તકલીફ પડતી હોય તેમણે બોલવા-ચાલવામાં સંભાળવું. ગુસ્સો કાબૂમાં રાખવો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમે સ્પર્ધાત્મક સ્થિતિમાં મુકાયા હો તો તમારા લાભની સ્થિતિનો ઉપયોગ કરી લેવો. બિનજરૂરી ખર્ચ કરવાને બદલે રોકાણો કરીને પોર્ટફોલિયો વધારવા પર લક્ષ આપવું.
સંબંધો સાચવવા માટે સલાહ : તમારે પરિવાર પર થોડું વધુ લક્ષ આપવાની જરૂર છે. કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર હોય તો બારીકીપૂર્વક વિચાર કરીને આગળ વધવું. કુંવારાઓએ પોતાની પસંદગી બાબતે સ્પષ્ટતા રાખવી.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

ભૂતકાળની કોઈ પરિસ્થિતિ સાચવી લેવાની હોય તો બૃહદ્ ચિત્ર નજર સામે રાખીને ચાલવું. પ્રૉપર્ટીને લગતી બાબતો માટે સમય સારો છે, પરંતુ એમાં પહેલ તમારે કરવી પડશે.
સંબંધો સાચવવા માટે સલાહ: પારિવારિક કૂથલીઓમાં કે તમારી સાથે નિસબત ન હોય એવી બાબતોમાં માથું મારતા નહીં. પરિસ્થિતિ બરોબર સંભાળી નહીં હોય તો રજનું ગજ થવાની શક્યતા છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

પરિસ્થિતિનો સામનો કરવો પડે એમ હોય તો કરવો, એને બાજુએ ધકેલી દેવી નહીં. બજેટ મર્યાદિત હોય તેમણે ખર્ચ ઓછો કરવો.
સંબંધો સાચવવા માટે સલાહ: મૈત્રી સહિતના સંબંધો બન્ને પક્ષોએ સાચવવાના હોય છે. તમારે ફક્ત આપ્યા જ કરવું કે લીધા જ કરવું એવો અભિગમ અપનાવવો નહીં. સંબંધને લગતી કોઈ પણ બાબત મૂંઝવતી હોય તો એનો હલ લાવી દેવો.

astrology life and style gujarati mid-day