સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

20 November, 2022 08:04 AM IST  |  Mumbai | Aparna Bose

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે અંતરાત્માને અનુસરજો. જીવનશૈલીમાં અતિરેકભર્યો ફેરફાર કરવો નહીં, પછી ભલે એમાં આનંદ આવતો હોય.
કારકિર્દી વિશે સલાહ : જે છે એના પર લક્ષ આપો, હાથમાંથી સરી ગયેલી તકો વિશે અફસોસ કરવો નહીં. બૉસ કે ઉપરીઓની સલાહ પર ધ્યાન આપવું, પછી ભલે એને અનુસરવાનું અઘરું હોય.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

પરિસ્થિતિને નવી નજરે જુઓ અને એ મુજબ નિર્ણયો લો. એક જ સાધનમાં રોકાણ ન કરવું, ભલે એમાં ઊંચું વળતર મળવાનો વાયદો કરવામાં આવતો હોય.
કારકિર્દી વિશે સલાહ : સ્વયં રોજગાર કરનારાઓએ પોતાના બિઝનેસ નેટવર્કનો વધુ સારો ઉપયોગ કરવાના રસ્તાઓ વિચારવા. વાટાઘાટો અને કૉન્ટ્રૅક્ટ પર સહીસિક્કા કરવા માટે સાનુકૂળ સમય છે. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

વાર્તાલાપ કરતી વખતે આવેશમાં ન આવવું, અન્યથા તમે વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ જશો. કોઈ બિનજરૂરી ખર્ચ કરવાને બદલે રોકાણ કરવા પર ધ્યાન આપો.
કારકિર્દી વિશે સલાહ : ઉત્પાદન ક્ષેત્રે કામ કરનારાઓએ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સને અપાયેલી સમયમર્યાદાનું પાલન કરવું. બૉસ કે ઉપરીઓ જોડેના વાર્તાલાપમાં સંભાળવું.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

અરેન્જ્ડ મેરેજ કરવાની તૈયારી ધરાવતા કુંવારાઓ માટે સાનુકૂળ સમય ચાલી રહ્યો છે. તેમણે પાત્રોને મળવા માટે સમય કાઢવો. શૉપિંગ કરતી વખતે અથવા મનોરંજન પાછળના ખર્ચમાં કાબૂ રાખવો. 
કારકિર્દી વિશે સલાહ : રોજિંદા જીવનચક્રને વળગી રહેવું અને શિસ્તબદ્ધ બની જવું. ઈ-મેઇલ, મેસેજિસ સહિતના તમામ સંદેશવ્યવહારમાં જવાબ આપવો.  

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

કુંવારાઓએ પસંદગી બાબતે સ્પષ્ટતા રાખવી અને મન માનતું ન હોય એની સાથે બાંધછોડ કરીને સંબંધ બાંધવો નહીં. હાઈ બ્લડ-પ્રેશર કે હૃદયરોગ હોય તેમણે પોતાની વધુ કાળજી લેવી.
કારકિર્દી વિશે સલાહ : નોકરી-ધંધામાં પડકારભરી કોઈ સ્થિતિને તમે યોગ્ય રીતે સંભાળી લેશો તો એ તમારા માટે તક બની જશે. બૉસ પરની તમારી છાપ બાબતે ધ્યાન આપવું.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

જો તમે લાગણીઓ પર કાબૂ નહીં રાખો અને અવિચારીપણે બોલશો તો મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થશે. પરિસ્થિતિનો મહત્તમ લાભ લઈ લેવો, પર્ફેક્ટ સ્થિતિ સર્જાવાની રાહ નહીં જોવી.
કારકિર્દી વિશે સલાહ : સહકર્મીઓ જોડે અંગત જીવનની ચર્ચા કે ગપ્પાં નહીં કરવા. બજેટને વળગી રહેવું અને ઉપલબ્ધ સ્રોતોનો સારામાં સારો ઉપયોગ કરવો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

પડકારભરી પરિસ્થિતિને તમે ટુકડે-ટુકડે ઉકેલશો તો એનો સારો હલ આવશે. આવેશમાં પ્રતિક્રિયા કરવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની શકે છે. પ્રતિક્રિયા પહેલાં શક્ય તમામ માહિતી ભેગી કરો. 
કારકિર્દી વિશે સલાહ : જો તમે નાની તકોનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો તો વધુ ફળ પ્રાપ્ત કરી શકશો. અવિચારીપણે નિર્ણય લેવાનું તમને જ ભારે પડી શકે છે.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

નિરર્થક ખર્ચ કરવા નહીં. બીજાઓ પાસે છે એટલે આપણી પાસે પણ હોવું જોઈએ એવી વૃત્તિ ઘર કરી ન જાય એનું ધ્યાન રાખવું. નવું કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે સારો સમય છે.
કારકિર્દી વિશે સલાહ : જો તમારા પર વધારે જવાબદારીઓ હોય તો ટાઇમ મૅનેજમેન્ટ કરવું અનિવાર્ય છે. વિદેશમાં ક્લાયન્ટ્સ હોય અથવા નેટવર્ક વધારવું હોય તો સમય સારો છે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

પરિસ્થિતિનો સામનો કરતાં પહેલાં પૂરી સજ્જતા કેળવી લેવી. જો જીવનશૈલીને લગતા ફેરફાર કરવાનું વિચારતા હો તો અંતરાત્માને અનુસરજો.
કારકિર્દી વિશે સલાહ : નાણાંનો બગાડ અટકાવો અને બજેટને વળગી રહો. ઑનલાઇન સંદેશવ્યવહાર બાબતે ઘણી સાવચેતી રાખવી, પછી ભલે તમે કોઈ સહયોગી કે ક્લાયન્ટ સાથે અમસ્તી વાત કરતા હો.  

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

ક્યારે કોઈ પરિસ્થિતિથી દૂર ચાલ્યા જવું અને ક્યારે એનો મક્કમતાથી સામનો કરવો એ જાણવું જરૂરી છે. રોકાણ કરતાં પહેલાં લક્ષ્યો નિશ્ચિત કરી લેજો.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું એની ખબર ન પડતી હોય તો કંપનીના પ્રોટોકૉલ અને માર્ગદર્શિકાઓનું પાલન કરવું. સ્વયં રોજગાર કરનારાઓ માટે સારો સમય છે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

મૈત્રી અને સંબંધોમાં બન્ને પક્ષે લાભ થાય એવું સંતુલન રાખવું. પારિવારિક નાણાકીય બાબતો અને વારસાની સંપત્તિ માટે સાનુકૂળ સમય છે. તબિયત સાચવજો અને પૂરતી ઊંઘ લેજો.
કારકિર્દી વિશે સલાહ ઃ કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો એને સાચવી લેવી. સંદેશવ્યવહારમાં સ્પષ્ટતા અને ચીવટ રાખવી. કોઈ તમને બનાવી જાય નહીં એ વાતની તકેદારી લેવી.  

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

સર્જનાત્મક પ્રોજેક્ટ્સ માટે સાનુકૂળ સમય છે, પછી ભલે એ કાર્ય તમારી હૉબી હોય. અન્ય શહેરો કે વિદેશોમાં વસતા મિત્રો જોડે સંપર્કમાં રહેજો.
કારકિર્દી વિશે સલાહ : જો તમે આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ સાથે કામ કરતા હો તો બન્ને દેશોના સાંસ્કૃતિક તફાવતોને ધ્યાનમાં રાખીને વર્તજો. કોઈ વરિષ્ઠની સલાહ વ્યવહારુ હશે. તમે એનો ઉપયોગ કરો તો સારું.

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય : સંબંધોને હળવાશથી લેતા નહીં, એમને પૂરતું મહત્ત્વ આપજો. એકાગ્રતા ટકાવી રાખવામાં મુશ્કેલી નડી શકે છે. તમારે આળસ કરવી નહીં. કામમાં ઝીણવટ રાખવી અને દસ્તાવેજો તથા પ્રેઝન્ટેશન બરોબર તૈયાર કરાયાં છે કે નહીં એ જોઈ લેવું. પીઠ અને કરોડરજ્જુને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે છે એથી સાવચેત રહેવું. પ્રૉપર્ટીને લગતા વ્યવહારોમાં સમજદારીપૂર્વક નિર્ણયો લેવા.

સૅજિટેરિયસ જાતકો વિશે જાણવા જેવું : આ જાતકો આનંદિત, જુસ્સાપૂર્ણ અને બધાને નવાઈ લાગે એટલી હદે ફિલોસૉફિકલ હોય છે. તેઓ પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરતા હોય છે. તેઓ હિંમતવાળા અને આશાવાદી પણ હોય છે તથા સ્વતંત્રપણે કામ કરવાનું તેમને ઘણું ગમતું હોય છે. સેજિટેરિયસ જાતકો સર્જનાત્મક હોય છે. પોતાની જિજ્ઞાસાવૃત્તિને લીધે તેઓ કોઈક વિચારને નવી ઊંચાઈએ લઈ જવા સમર્થ હોય છે. તેઓ વૈશ્વિક સ્તરે કાર્ય કરી શકે છે. અજાણી ભોમકા ખૂંદવાનું તેમને ઘણું ગમતું હોય છે.

life and style astrology