સોમવતી અમાસના દિવસે આ દાન કરવાથી મળશે પિતૃઓના આશીર્વાદ

05 April, 2024 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોમવતી અમાસના અવસરે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-વ્રત કરવાના વિધાન છે. સાથે જ સ્નાન અને દાનનું પણ ખાસ મહત્ત્વ છે. માન્યતા એ છે કે આ દિવસે સ્નાન અને દાન કરવાથી સાધકને પાપમાંથી મુક્તિ મળે છે.

સોમવતી અમાસ માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર

સોમવતી અમાસના અવસરે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-વ્રત કરવાના વિધાન છે. સાથે જ સ્નાન અને દાનનું પણ ખાસ મહત્ત્વ છે. માન્યતા એ છે કે આ દિવસે સ્નાન અને દાન કરવાથી સાધકને પાપમાંથી મુક્તિ મળે છે. એવામાં જાણો સોમવતી અમાસના દિવસે કઈ કઈ વસ્તુઓનું કરવું જોઈએ દાન?

સનાતન ધર્મમાં બધા અમાસની તિથિનું સૌથી વધુ મહત્ત્વ છે, પણ ચૈત્ર મહિનામાં આવનારી સોમવતી અમાસનું ખાસ મહત્વ છે. આ પર્વ દરેક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસની તિથિ ઉજવવામાં આવે છે. પણ આ વખતે સોમવતી અમાસ 8 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-વ્રત કરવાનું વિધાન છે. સાથે જ સ્નાન અને દાનનું પણ ખાસ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, સોમવતી અમાસના આ પવિત્ર દિવસે પવિત્ર નદીમાં સ્નાન અથવા ઘરના પાણીમાં ગંગાજળ નાખીને ન્હાવા અને દાન કરવાથી સાધકોને પાપમાંથી છુટકારો મળે છે. એવામાં જાણો સોમવતી અમાસને દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

સોમવતી અમાવસ્યા 2024 દાન
સનાતન ધર્મમાં તહેવારો અને વ્રત પર દાન કરવાનું વધુ મહત્વ છે. સોમવતી અમાવસ્યાના દિવસે તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને વસ્ત્રોનું દાન કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
આ સિવાય તમે સોમવતી અમાવસ્યા પર જમીનનું દાન પણ કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જમીન દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
અમાવસ્યા તિથિ પર કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. કાળા તલનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં અદ્ભુત લાભ મળે છે અને કુંડળીમાંથી ખરાબ ગ્રહોની અસર દૂર થાય છે. આ સિવાય જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
સોમવતી અમાવસ્યા પર તમે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. ઉપરાંત, વ્યક્તિને તેના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ઉલ્લેખનીય છે કે 8 એપ્રિલ 2024ને અમેરિકાના મોટા ભાગમાં પૂર્ણ સૂર્યગ્રહણ 2024 દેખાવાનું છે. પણ આને લઈને વૈજ્ઞાનિકોએ ચોંકાવનારી ચેતવણી જાહેર કરી છે. સામાન્ય રીતે ગ્રહણોમાં આંખને નુકસાન પહોંચાડનારી ઘટનાઓ સામે આવે છે. પણ રસ્તા પર અકસ્માતની ઘટનાઓમાં વધારાની વાત સમજાતી નથી.

છેલ્લી વાર 2017માં પૂર્ણ સૂર્યગ્રહણ થયો હતો. જેને ગ્રેટ અમેરિકન એફ્લિપ્સ ઑફ 2018 (Great American Eclipse of 2017) કહે છે. આ દિવસે ઓછા સમય માટે પણ રોડ અકસ્માતમાં વધારો નોંધવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ તેની સ્ટડી પોતાના રિપૉર્ટ JAMA Internal Medicianeમાં પ્રકાશિત કરાવ્યો છે.

અસ્વીકરણ-``આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ લેવો જોઈએ. આ સિવાય આના કોઈપણ ઉપયોગની જવાબદારી યુઝરની પોતાની રહેશે.

astrology columnists