06 October, 2023 09:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એસ્ટ્રોલોજીની પ્રતીકાત્મક તસવીર
વૈદિક જ્યોતિષ પ્રમાણે સમયે-સમયે એક ગ્રહ બીજા ગ્રહો સાથે યુતિ કરીને શુભાશુભ યોગ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. જણાવવાનું કે વૈભવ અને ધનના દાતા શુક્ર ગ્રહ 2 ઑક્ટોબરના સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. 30 વર્ષ પછી સમસપ્તક અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બન્યો છે. કારણકે શનિ પોતાની જ રાશિ કુંભમાં છે અને તેમના વિપરીત શુક્ર સિંહ રાશિમાં છે. એવામાં આ બન્ને રાજયોગના પ્રભાવથી ચાર રાશિના જાતકો માટે એકાએક લાભ અને પ્રમોશનનો યોગ બની રહ્યો છે. તો જાણો કઈ રાશિના જાતકો છે ભાગ્યશાળી.
મેષ રાશિ
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને સમસપ્તક રાજયોગ તમારે માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કારણકે 7મા ઘરના સ્વામી શુક્ર 5મા ઘરમાં બેઠો છે અને 11મા ઘરમાં શનિને જોઈ રહ્યો છે. તો તમારે વેપારમાં સારો લાભ મળી શકે છે. સાથે જ અટકેલા પૈસા પણ મળી શકે છે. આ સમયે કોઈ નવી બિઝનેસ ડીલ ફાઈનલ થઈ શકે છે. જેથી ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે. સાથે જ આ સમયે નોકરિયાત લોકોને કાર્યસ્થળે નવી જવાબદારી મળી શકે છે.
વૃષભ રાશિ
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને સમસપ્તક રાજયોગ બનવો વૃષભ રાશિના જાતકો માટે લાભદાયક થઈ શકે છે. કારણકે તમારા રાશિ સ્વામી શુક્ર અને કેન્દ્ર તથા ત્રિકોણ સ્વામી શનિ એકબીજાના વિપરીત છે. તો આ સમયે તમારા નસીબ ચમકી શકે છે. તમને સંપત્તિમાં પણ લાભ થઈ શકે છે. એટલે સંપત્તિની લેવડદેવડથી લાભના સંકેત મળી રહ્યા છે. તમે કામ કે બિઝનેસ માટે ટૂર પર પણ જઈ શકો છો. જે શુભ સાબિત થશે.
મિથુન રાશિ
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને સમસપ્તક રાજયોગ તમારે માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણકે શનિ તમારો નવમેશ છે. સાથે જ શુક્ર પંચમ ભાવનો સ્વામી છે. અતઃ પંચમેશ અને નવમેશનું સમસપ્તક યોગ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહ્યો છે. તો આ વખતે તમે ભાગ્યશાળી હોઈ શકો છો. સાથે જ પોતાની બુદ્ધિથી પણ ધનની પ્રાપ્તિ થશે. મહેનતનું ફળ પણ મળશે. આ સમયે બિઝનેસ કરનારા લોકોને સારો નફો થશે અને નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે.
કર્ક રાશિ
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને સમસપ્તક રાજયોગનું બનવું કર્ક રાશિના જાતકો માટે આર્થિક રૂપે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણકે ચતુર્થ ભાવના સ્વામી શુક્ર અને અષ્ટમ ભાવના સ્વામી શનિ વિપરીત સ્થિતિમાં છે. આથી સમસપ્તક અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બની રહ્યો છે. તો આ સમયમાં તમને એવા ધનની પ્રાપ્તિ થઈ શકે છે જે કદાચ તમે ધાર્યું પણ નહીં હોય. સાથે જ તમારે માટે ધન અને કરિઅર મામલે સારી તક આવશે અને તમને ગમતા પરિણામ મળશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે.