અંબાજી મંદિર કે જ્યા એક પણ માતાજીની મુર્તિ નથી

12 June, 2019 05:09 PM IST  | 

અંબાજી મંદિર કે જ્યા એક પણ માતાજીની મુર્તિ નથી

અંબાજી મંદિર ગુજરાત

માઉન્ટ આબૂથી 45 કિમીના અંતરે અંબે માતાની એક પ્રાચીન શક્તિપીઠ છે. આ મંદિર ગુજરાત અને રાજસ્થાનની સીમા પર આવેલું છે. આમાં માતા ભવાનીની કોઇપણ મૂર્તિ નથી, અહીં એક શ્રીયંત્રની સ્થાપના થયેલી છે. તેને એ રીતે બનાવાયેલું છે કે દર્શન કરનારને તેમાં માતાની પ્રતિમા જોવા મળે છે.

અંબાજીનું મંદિર
આ મંદિરનું જીર્ણોદ્ધાર 1975માં શરૂ થયું હતું. જે હજી સુધી ચાલુ છે. સફેદ સંગેરમરમરથી બનેલું આ ભવ્ય મંદિર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરનું શિખર 103 ફુટ ઊંચું અને તેના પર 358 સ્વર્ણ કળશ સ્થાતપિત કરાયેલા છે. મંદિરથી લગભગ 3 કિમીના અંતરે ગબ્બર નામનું પર્વત પણ છે, જ્યાં દેવીમાનું એક પ્રાચીન મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ પત્થર પર માતાના પદચિહ્ન તેમજ રથચિહ્ન બનેલા છે. અંબાજીના દર્શન પછી, શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત પર આવેલ આ મંદિરમાં જાય છે. દરવર્ષે ભાદરવા પૂર્ણિમા પર અહીં મેળા જેવું ઉત્સવ હોય છે. નવરાત્રીના અવસરે મંદિરમાં ગરબા અને ભવાઇ જેવા પારંપારિક નૃત્યોંનું આયોજન કરવામાં આવે છે.

મંદિરમાં નથી માતાની કોઈપણ મૂર્તિ
શક્તિસ્વરૂપા અંબાજી મંદિર દેશના ખૂબ જ જૂના 51 શક્તિપીઠોમાંનું એક છે. જ્યાં સતી માતાનું હ્રદય પડ્યું હતું. મંદિર સુધી પહોંચવા માટે 999 દાદરાઓ ચડવા પડે છે. આ મંદિરમાં અંબાજીની પૂજા શ્રીયંત્રની આરાધના કરીને થાય છે જેને સામાન્ય રીતે આંખોથી જોવું મુશ્કેલ છે. નવરાત્રીમાં અહીં નવ દિવસો સુધી ચાલતો પર્વ ખૂબ જ મહત્વનો હોય છે જેમાં ગરબા કરીને વિશેષ રીતે પૂજા-પાઠ કરવામાં આવે છે.

કઇ રીતે જવું
અહીં જોવા માટે પહેલા નજીકના એરપોર્ટ ઉદયપુર સુધી પહોંચવું. ત્યાંથી આ સ્થળ માત્ર 117 કિમીના અંતરે આવેલું છે અહીંથી તમને બસ અને ટેક્સી સરળતાથી મળી જશે જે તમને આ મંદિર સુધી પહોંચવામાં મદદ કરશે. અહીં રાજસ્થાન ટૂરિઝ્મ વિભાગની પણ ઘણી ઘર્મશાળા અને હોટેલ આવેલી છે.

આ પણ વાંચો : ભીમ અગિયારસ : આ રીતે કરો પૂજા, ઉપવાસ તો થશે ધનલાભ

અનુકૂળ સમય
આમ તો અહીં આખું વર્ષ વાતાવરણ સુંદર હોય છે છતાં જો તમે અહીં ફરવા માટે પ્લાન કરો છો તો જૂનથી લઇને ફેબ્રુઆરીનો સમય અનુકૂળ માનવામાં આવે છે.

gujarat Places to visit in gujarat