Grahan 2024: વર્ષનું પ્રથમ સુર્ય ગ્રહણ આ રાશિઓ માટે વરદાન તો કઈ રાશિઓની ફેરવશે પથારી?

05 February, 2024 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Grahan 2024: આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચ, 2024 અને પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ, 2024ના રોજ થવા જઈ રહ્યું છે.

સુર્ય ગ્રહણની પ્રતીકાત્મક તસવીર

Grahan 2024: નવું વર્ષ શરૂ થઈ ગયું છે. તેમાં હજી સુધી કોઈ ગ્રહણ થયું નથી. પણ પ્રથમ ગ્રહણ હવે જલ્દી જ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચ, 2024ના થવા જઈ રહ્યું છે. આ સાથે જ જો સુર્યગ્રહણની વાત કરવામાં આવે તો આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ, 2024ના રોજ થવા જઈ રહ્યું છે. 

પણ ખાસ વાત તો એ છે કે આ બંને ગ્રહણ ભારતમાં દેખાવાના નથી. જોકે, આ ગ્રહણ દરમિયાન અનેક રાશિઓ પર અસર થતી હોય છે. આ જ કારણોસર 25 માર્ચ અને 8 એપ્રિલના રોજ થનારું આ ગ્રહણ અમુક ચોક્કસ રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. 

કેટલીક રાશિઓ માટે આ ગ્રહણ અશુભ

હા, તમને જણાવી દઈએ કે અમુક લોકોએ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. જેમ આ ગ્રહણ (Grahan 2024) થવાને કારણે કેટલીક રાશિઓની કિસ્મત ચમકશે તો બીજી બાજુ કેટલીક =રાશિના લોકોને નુકસાન થઈ શકે છે. 

કેટલો સમય ચાલશે સુર્યગ્રહણ?

તમને જણાવી દઈએ કે ચંદ્ર જ્યારે સૂર્યને સંપૂર્ણપણે ઘેરી લે છે, ત્યારે તેને સંપૂર્ણતા (Grahan 2024) તરીકે ઓળખવામાં આવે છે. આ માટેનો તેનો મહત્તમ સમય 4 મિનિટ 28 સેકન્ડ બતાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ધીમે ધીમે સૂર્યનો કેટલોક ભાગ દેખાવની શરૂઆત થશે. આ સૂર્યગ્રહણ ઘણો લાંબો સમય ચાલશે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે.

કઈ રાશિઓની પથારી ફેરવશે?

વૃષભ રાશિ: કહેવાય છે કે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ (Grahan 2024) વૃષભ રાશિના લોકો માટે સારું રહેશે નહીં. આ ગ્રહણ તેમની કારકિર્દી અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આ સાથે જ વાહન ચલાવતી વખતે આ જાતકોએ સાવધાન રહેવું પડશે.

તુલા રાશિ: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ (Grahan 2024) તુલા રાશિના જાતકો માટે પણ ખરાબ સાબિત થઈ શકે છે. ગ્રહણ દરમિયાન આ જાતકોને કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે. એ પછી નજીકના વ્યક્તિ સાથે તમારો વિવાદ જોય કે સંબંધ તૂટવાનું કારણ હોય.

વૃશ્ચિક રાશિ : આ રાશિના જાતકો માટે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ અશુભ સાબિત થઈ શકે. નવી નોકરી શોધતા લોકોને નિરાશા મળી શકે.

કઈ રાશિનું ભાગ્ય ચમકશે?

મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વિવાહિત જીવન સુખમય રહેશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે. ધન રાશિના જાતકોને પણ કાર્યસ્થળમાં દરેક વ્યક્તિના વખાણ મળશે. નાણાકીય લાભ પણ થશે.

મિથુન રાશિ માટે પણ વિવાહિત જીવન સુખમય પસાર થશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય શુભ છે. સિંહ રાશિના લોકોના અટકેલા કામ પૂરા થઈ શકે છે. વળી, કાર્યસ્થળમાં માન-સન્માન મળશે. કન્યા રાશિના લોકોને પણ શુભ પરિણામ મળશે.આ લોકોને નોકરીમાં પ્રમોશનની તક મળશે.

life and style astrology hinduism