ફેંગશુઈ ટિપ્સ : મીઠું, ફુવારો અને મૂર્તિઓના ઉપયોગથી બદલાઈ જશે નસીબ

24 December, 2018 07:27 PM IST  | 

ફેંગશુઈ ટિપ્સ : મીઠું, ફુવારો અને મૂર્તિઓના ઉપયોગથી બદલાઈ જશે નસીબ

જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તો તમે પણ આ ફેંગશુઈ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.

મીઠું, ફુવારો અને આવી કેટલીક મૂર્તિઓના ઉપયોગથી ઘરમાં વાતાવરણ થશે ખુશખુશાલ. ફેંગ એટલે વાયુ અને શુઈ એટલે જળ અર્થાત્ ફેંગશુઈ શાસ્ત્ર જળ અને પાણી પર આધારિત છે. બીજા દેશોમાં પણ આ ખૂબ જ લોકપ્રિય છે. ભારતમાં પણ ફેંગશુઈનું ચલણ દિવસે ને દિવસે વધતું જાય છે. તેનું મુખ્ય કારણ છે તેની સરળ ટિપ્સ. આ ટિપ્સ એટલા સરળ છે કે કોઈ પણ તેનો ઉપયોગ કરી શકે છે. જો તમે પણ ઈચ્છો છો કે  તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તો તમે પણ આ ફેંગશુઈ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો. જે કંઈક આ પ્રમાણે છે. 


1. ઘરના પૂર્વોત્તર ખૂણામાં તળાવ કે ફુવારો શુભ હોય છે . ફેંગશુઈ અનુસાર તેના પાણીનું વહેણ ઘરની દિશામાં હોવું જોઈએ, ઘરની બહારની દિશામાં નહીં.

2. ફેંગશુઈમાં વાંસને સુખ-સમૃદ્ધિના પ્રતીક માનવામાં આવે છે. તેનાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહેશે. બેઠકઘરમાં જ્યાં સાધારણ રીતે બધાં ભેગા થતાં હોય, ત્યાં વાંસ ઉગાડવો  જોઈએ અને તેને પૂર્વ ખૂણામાં રાખવો.

3. ફેંગશુઈ અનુસાર, ડ્રેગન ઘરની રક્ષા કરે છે. એટલે ઘરમાં ડ્રેગનની મૂર્તિ કે ચિત્ર મૂકવું જોઈએ.

4. ફેંગશુઈ અનુસાર, ચી ઉર્જા જેને કૉસ્મિક બ્રેથ અથવા લાઈફ ફોર્સ પણ કહી શકાય છે, તે પ્રત્યેક ઘરના મુખ્ય દ્વારમાંથી પ્રવેશે છે. તેથી ઘરના મુખ્ય બારણે કે  તેની આગળ કે આજુબાજુ કોઈ વસ્તુઓ ન હોવી જોઈએ.

5. ઘરને નકારાત્મક ઉર્જાથી મુક્ત રાખવા માટે પૂર્વ દિશામાં માટીના વાસણમાં મીઠું ભરીને રાખવું અને દર 24 કલાકે  મીઠું બદલતા રહેવું.

6. જો તમારા ઑફિસમાં કૉન્ફરન્સ હૉલ છે કો ત્યાં ધાતુની સુંદર મૂર્તિ રાખવી શુભ હોય છે.

7. ઘરમાં ઝરણાં, નદી વગેરે જેવા ચિત્રો ઉત્તર દિશામાં લગાવવા જોઈએ. ઘરમાં હિંસક ચિત્રો ક્યારેય ન મૂકવા, તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવી શકે છે.

8. લવ બર્ડ, મેંડારિન ડક જેવા પક્ષી પ્રેમના પ્રતીક છે. તેની સજોડે હોય તેવી મૂર્તિ બેડરૂમમાં મૂકવી. તેના થકી દાંપત્યજીવન સુખી રહેશે.

9. ભારતના બજારોમાં વિંડ ચાઈમ (હવાથી ચાલતી ઘંટી) ઉપલબ્ધ છે. પવન લાગવાથી જ્યારે આ અથડાય છે અને તે મધુર ધ્વનિ ઉત્પન્ન કરે છે, જેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાય છે.

10. ફેંગશુઈ અનુસાર, ઘરની બહાર કાળા રંગનો કાચબો, લાલ પક્ષી, સફેદ વાઘ કે લીલું ડ્રેગન હોય તો ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરી શકતી નથી. કાળા  રંગનો કાચબો ઉત્તર દિશાનું, લાલ પક્ષી દક્ષિણ દિશાનું, સફેદ વાઘ પશ્ચિમ દિશાનું તથા ડ્રેગન પૂર્વ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે.

11. ઘરમાં સમૃદ્ધિ રહે, તે માટે ત્રણ લીલાં છોડ માટીના વાસણમાં ઘરની અંદર પૂર્વ દિશામાં મૂકવું જોઈએ. ધ્યાનમાં રાખવું કે ફેંગશુઈમાં બોનસાઈ અને કેક્ટ્સને હાનિકારક માનવામાં આવે છે.

life and style