ફેંગશુઈ ટિપ્સ : ધન-સમૃદ્ધિ વધારવા માટે કરો આ ઉપાય

28 January, 2019 05:38 PM IST  | 

ફેંગશુઈ ટિપ્સ : ધન-સમૃદ્ધિ વધારવા માટે કરો આ ઉપાય

પ્રતીકાત્મક તસવીર

ફેંગશુઈમાં પ્રાણીઓ, વાહનોના ચિત્રોને શુભ માનવામાં આવે છે. ફેંગશુઈ પ્રમાણે ઘોડો, કાચબો, હાથી, વાઘ વગેરેની નાની પ્રતિમાઓ ઘરમાં યોગ્ય સ્થાને મૂકવાથી લોકોના જીવનમાં સફળતા મળે છે, સૌભાગ્ય અને શક્તિ પ્રાપ્ત થાય છે. ઘરમાં ઊર્જાનો સંચાર થાય છે. આને ટ્વિન ક્રિસ્ટલ પણ કહેવામાં આવે છે. તેની સાથે તેને ફેયરી ક્રોસ પણ કહેવાય છે. આને ઘરમાં મૂકવાથી લોકોમાં સારી આદતોનો સંચાર થાય છે.

1. ફેંગશૂઈમાં પૈસા કમાવા અને ધન-સમૃદ્ધિ વધારવા માટે જાત ભાતના ઉપાયો બતાવવામાં આવ્યા છે. આના પ્રભાવથી લોકો સકારાત્મકતા અનુભવે છે. એના ફળસ્વરૂપે ગૃહક્લેશ જેવી મુશ્કેલીઓનું નિવારણ થાય છે.

2. ફેંગશુઈ પ્રમાણે પલંગની નીચે નકામી વસ્તુઓ કે ભંગાર રાખવાથી ઘરમાં અશાંતિ સર્જાય છે. ધન લાભ તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ડ્રૉઈંગ રૂમના પ્રવેશ દ્વારના જમણા ખૂણે વિંડ ચાઈમ મૂકવું શુભ માનવામાં આવે છે.

3. તમારા ઘરમાં જો નળ તૂટેલો હોય અને તેમાંથી પાણી ટપકતું હોય તો તાત્કાલિક તેને રિપેર કરાવો. નળમાંથી પાણી ટપકવાનો અર્થ છે ધનની હાનિ. તેથી ઘરમાં ક્યારેય પાણી ટપકવા ન દેવું.

4. દક્ષિણ દિશાને શણગારવી અને પૈસા પૂર્વ દિશામાં મૂકવા. ફેંગશુઈ પ્રમાણે જો તમારે તમારા ઘરને સમૃદ્ધ બનાવવું હોય તો તમારે તમારા ઘરની દક્ષિણ દિશામાં ગતિશીલતા લાવવી પડશે. સાથે જ ઘરનું ધન અને તિજોરી પૂર્વ દિશામાં મૂકવી જોઈએ. તેથી ધનલાભમાં વૃદ્ધિ થશે.

5. ફેંગશૂઈમાં સાવરણીને પણ ધન-સંપત્તિની સૂચક મનાઈ છે. ઘરમાં હંમેશા સાવરણી એવી જગ્યાએ રાખો જ્યાંથી તે લોકોને સહેલાઈથી દેખાય નહીં. મુખ્ય દરવાજાની નીચે અને તેની સામેની જમીન હંમેશા સ્વચ્છ હોવી જોઈએ.

6. પૈસાની તંગીથી બચવા માટે ટૉયલેટના દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ. જો શક્ય હોય તો માછલીઓની જોડીને ઘરમાં રાખવી જોઈએ. તેના પ્રભાવથી ઘરમાં ઘનની વૃદ્ધિ અને કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય છે.

7. આમ તો માછલીઓને પ્રાચીન ગ્રંથોમાં પણ શુભ માનવામાં આવી છે. માછલીને શુભ બાબતોનું પ્રતીક માનવામાં આવે છે. તેને ગુરુવારે કે શુક્રવારે ઘરમાં લટકાવવી શુભ હોય છે.

આ પણ વાંચો : ફેંગશુઈ ટિપ્સ : મીઠું, ફુવારો અને મૂર્તિઓના ઉપયોગથી બદલાઈ જશે નસીબ

8. મનીપ્લાન્ટે લાંબાગાળાથી ભારતીય પરિવારોમાં સ્થાન મેળવ્યું છે. તેની વૃદ્ધિ માટે માટીની જરૂર પડતી નથી. તેને કાચની એક સાફ બાટલીમાં મૂકી શકાય છે. ધ્યાન રાખવું કે તેની વેલ જમીનથી ઉપર અને આકાશ તરફ વધતી હોવી જોઈએ ન કે જમીન તરફ.

life and style