Chaitra Navratri 2023: કરો આ વાસ્તુ ટિપ્સનો ઉપાય, મળશે લાભ

20 March, 2023 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે નવ દિવસ સુધી સતત દેવીની ઉપાસના તથા વ્રત કરવામાં આવે છે. આ વખતે ચૈત્રી નવરાત્રિ 22 માર્ચ 2023થી શરૂ થાય છે જે 30 માર્ચ સુધી ચાલશે. 22 માર્ચના કલશ સ્થાપનાની સાથે વિધિ-વિધાનપૂર્વક માતાની આરાધનાનો પર્વ શરૂ થઈ જશે.

પ્રતીકાત્મક તસવીર

ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે નવ દિવસ સુધી સતત દેવીની ઉપાસના તથા વ્રત કરવામાં આવે છે. આ વખતે ચૈત્રી નવરાત્રિ 22 માર્ચ 2023થી શરૂ થાય છે જે 30 માર્ચ સુધી ચાલશે. 22 માર્ચના કલશ સ્થાપનાની સાથે વિધિ-વિધાનપૂર્વક માતાની આરાધનાનો પર્વ શરૂ થઈ જશે. માન્યતા છે કે નવરાત્રિ પર દેવી દુર્ગાની પૂજા કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂરી થાય છે. આ પૂજા દરમિયાન બધાની ઇચ્છા હોય છે કે દેવીની કૃપા તેમના પર વરસે અને ઘરમાં સુખ-શાંતિનો માહોલ જળવાઈ રહે. માતા દુર્ગાની સાથે જ સમય વાસ્તુના ઉપાયો માટે પણ ઉત્તમ હોય છે. નવરાત્રિ પર કરવામાં આવતા ઉપાયોને ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ બહાર જાય છે. ખતમ થઈ જાય છે અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. તો જાણો કેટલીક વાસ્તુ ટિપ્સ

સ્વસ્તિકનું નિશાન
માન્યતા છે કે નવરાત્રિના અવસરે મા દુર્ગા સતત 9 દિવસ સુધી પૃથ્વી પર રહે છે અને દરેક ભક્તના ઘરે જાય છે. એવામાં માતાનું સ્વાગત કરવા માટે ઘરના મુખ્ય દ્વારે માતા લક્ષ્મીના શુભ ચરણ ચિહ્ન, સ્વસ્તિક અને ઓમના નિશાન ચોક્કસ કરે. આથી મા ખૂબ જ પ્રસન્ન થાય છે.

કલશ સ્થાપના
નવરાત્રિના પહેલા દિવસે કલશ સ્થાપના કરવામાં આવે છે. વાસ્તુ પ્રમાણે જ્યારે પણ કલશની સ્થાપના કરો તો આને ઈશાન ખૂણે જ રાખવું. ઈશાનમાં બધા દેવી-દેવતાઓનો વાસ હોય છે. આથી ઈશાન ખૂણાની સાફ-સફાઈ કરી ત્યાં કલશની સ્થાપના કરવી. આથી ઘરમાં હંમેશાં દેવી લક્ષ્મીનું વાસ થાય છે.

કન્યા પૂજન
નવરાત્રિ પર કન્યા પૂજન અને તેમને ભોજન કરાવવાનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રિની અષ્ટમી અને નવમી તિથિ પર 2થી 10 વર્ષની ઉંમરની કન્યાઓનું પૂજન કરવાથી મા દુર્ગાના આશીર્વાદ મળે છે અને ઘરમાં ધન-ધાન્યની કોઈ અછત રહેતી નથી.

આ પણ વાંચો : Mumbai:શિંદે જુથના કાર્યકર્તાઓએ બીજેપી કાર્યકર્તાઓને ઢોર માર માર્યો

શણગારવું મુખ્ય દ્વાર
નવરાત્રિ પર માને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દ્વારની સામે રંગોળી અને તોરણ દ્વાર બનાવવા. તોરણ દ્વાર અને રંગોળીથી ઘરમાં સુંદરતાની સાથે માની વિશેષ કૃપા મળે છે. નવરાત્રિના દરેક દિવસે ઘરના મુખ્ય દ્વાર પર આંબા અને અશોકના પાનનું તોરણ લગાડવું જોઈએ.

astrology navratri