આ દિવસે છે જન્માષ્ટમી અને રક્ષાબંધન, જાણો તારીખ

31 July, 2019 05:42 PM IST  |  અમદાવાદ

આ દિવસે છે જન્માષ્ટમી અને રક્ષાબંધન, જાણો તારીખ

ઓગસ્ટ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. અને આ મહિનો તહેવારો અને રજાઓ માટે જાણીતો છે. ઓગ્સ્ટ મહિનાથી ભારતમાં તહેવારોની શરૂઆત થાય છે. ત્રીજ, સાતમ આઠમ, રક્ષાબંધન અને જન્માષ્ટમી આમ એક બાદ એક આવતા ભારતીય તહેવારો માટે આ મહિનો જાણીતો છે. ખાસ કરીને ગુજરાતમાં સાતમ આઠમનો ખૂબ જ મહિમા છે. ત્યારે ચાલો જાણીએ કે ઓગસ્ટ મહિનામાં મહત્વના તહેવારો વિશે.

ત્રીજઃ 3-4 ઓગસ્ટ

શ્રાવણ મહિનો ત્રીજ વિના અધૂરો છે. આમ તો ત્રીજ એ માત્ર રાજસ્થાનનો તહેવાર છે, પરંતુ ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં રાજસ્થાની લોકો વસે છે. આ દિવસે મહિલાઓ લીલા રંગના ટ્રેડિશનલ આઉટફિટ્સ, બંગડી અને મહેંદીથી સાજ શૃંગાર કરે છે. ત્રીજ માતાની પૂજા કરે છે. જો તમે રાજસ્થાનમાં છો તો ત્રીજ માણવાનું ન ભૂલશો

રક્ષાબંધનઃ 15 ઓગસ્ટ

આ વખતે રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિવસ સાથે જ આવી રહ્યા છે. પરિણામે એક રજા ઓછી મળવાની છે. જો કે આ વીક એન્ડ લોન્ગ વીક એન્ડ બની શકે છે. તમારે માત્ર શુક્રવારની એક રજા લેવાની જરૂર પડશે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ત્યારે લોંગ વીક એન્ડ પર તમે તમારી બહેન સાથે સારો સમય ગાળી શકો છો.

નાગપંચમી

આમ તો ગુજરાતમાં બોળચોથથી તહેવારની શરૂઆત થઈ જાય છે. પણ નાગપંચમીથી માહોલ જામે છે. નાગ પંચમી આ વખતે 5 ઓગસ્ટ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં નાગ પંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમી મોટા પાયે ઉજવાય છે. 20ઓગસ્ટે નાગ પંચમી, 22 ઓગસ્ટે રાંધણ છઠ્ઠ, 23 ઓગસ્ટે શીતળા સાતમ ઉજવવામાં આવશે.

આ પણ વાંચોઃ આ વખતે લોકમેળામાં નહી જોવા મળે આ આકર્ષણ, આ છે કારણ

સાતમ આઠમ (જન્માષ્ટમી)

તો ઓગસ્ટ મહિનાનો સૌથી મોટો તહેવાર એટલે કે સાતમ આઠમ ખાસ કરીને જન્માષ્ટમી 25 ઓગસ્ટે આવી રહી છે. ગોવિંદાઓ મટકી ફોડવા માટે 25 ઓગસ્ટે આવશે. તો શીતળા સાતમ

life and style janmashtami