UP Police Recruitment 2024: યુપી પોલીસમાં 62 હજાર પદ માટે ભરતી, ક્યારથી શરૂ થશે અરજી?

13 December, 2023 12:38 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

UP Police Recruitment 2024: યુપી પોલીસમાં 62 હજારથી વધુ જગ્યાઓ માટે જાન્યુઆરીથી ભરતી શરૂ થવા જઈ રહી છે. યુપી પોલીસ ભરતી બોર્ડ દ્વારા 62,624 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જૉબની પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશ પોલીસમાં જોડાવાનું સપનું જોનારા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. યુપી પોલીસમાં 62 હજારથી વધુ જગ્યાઓ માટે જાન્યુઆરીથી ભરતી (UP Police Recruitment 2024) શરૂ થવા જઈ રહી છે. યુપી પોલીસ ભરતી બોર્ડ દ્વારા 62,624 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમાંથી 52,699 કોન્સ્ટેબલની પોસ્ટ માટે ઓનલાઈન અરજી જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં શરૂ થઈ શકે છે.

કઈ કઈ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે?

મળતી માહિતી મુજબ ભરતી પરીક્ષા (UP Police Recruitment 2024) લેવા માટે એજન્સીની પસંદગીની પ્રક્રિયાનો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. કોન્સ્ટેબલની 52,699, જેલ વોર્ડરની 2833, કોમ્પ્યુટર ઓપરેટરની 472, કોમ્પ્યુટર પ્રોગ્રામરની 55, સબ ઈન્સ્પેક્ટરની 2469, રેડિયો ઓપરેટરની 2430, કારકુનીની 545 અને કુશળ રમતવીરની 521 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

કઈ રીતે અરજી કરવી?

યુપી પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ https://uppbpb.gov.in/ પર ભરતી પ્રક્રિયાની સૂચના (UP Police Recruitment 2024) બહાર પાડી શકે છે. જાહેરાત બહાર પડતાની સાથે જ ઓનલાઈન અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. એવા પણ અહેવાલ છે કે ડિસેમ્બરના અંતિમ સપ્તાહ અથવા જાન્યુઆરીની શરૂઆતમાં નોટિફિકેશન જારી કરવામાં આવી શકે છે.

આ પોસ્ટ માટે પરીક્ષા કઈ રીતે લેવાશે?

ઉમેદવારોએ પહેલા લેખિત પરીક્ષા આપવાની રહેશે. આ લેખિત પરીક્ષામાં જે ઉમેદવાર પાસ થાય છે તે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST)નો રાઉન્ડ હોય છે. PST લાયકાત ધરાવતા ઉમેદવારોએ તબીબી તપાસ કરાવવી પડશે. લેખિત પરીક્ષા માટેના અભ્યાસક્રમ અને PST માટે ભૌતિક ધોરણો સહિત પસંદગી પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ દ્વારા જારી કરાયેલ સત્તાવાર સૂચનામાં આપવામાં આવશે.

ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી (UP Police Recruitment 2024) અંગે યુપી સરકારના મિશન એમ્પ્લોયમેન્ટ દ્વારા 15 જુલાઈ, 2023થી શરૂ થવાની અધિકૃત રીતે અરજી પ્રક્રિયાની જાણ કરવામાં આવી હતી, પરંતુ પરીક્ષા યોજવા માટે એજન્સી નિર્ધારિત ન હોવાને કારણે તે પણ મોકૂફ રાખવામાં આવી હતી. હવે જ્યારે એજન્સીની પસંદગી કરવામાં આવી છે, એવું માનવામાં આવે છે કે UPPRPB ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી 2024 સૂચના બહાર પાડી શકે છે.

શું હશે લાયકાત માપદંડો અને વય મર્યાદા?

યુપી પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી (UP Police Recruitment 2024) માટે માન્ય બોર્ડમાંથી ઇન્ટરમીડિયેટ અને સામાન્ય શ્રેણી માટે વય મર્યાદા 23 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે સબ ઈન્સ્પેક્ટર માટેની શૈક્ષણિક લાયકાત માન્ય કોલેજમાંથી સ્નાતક અને સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે 28 વર્ષ હોઈ શકે છે. અનામત ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળશે. જો કે જાહેરાત જાહેર થતાં જ તમામ માહિતી ઉપલબ્ધ થશે.

uttar pradesh jobs and career career and jobs jobs jobs in india job recruitment